Hardik Pandya આગામી વર્ષે લઈ લેશે સંન્યાસ! સામે આવ્યો ચોંકાવનારો દાવો

|

Jul 23, 2022 | 9:30 PM

IPL માં ગુજરાત ટાઈટન્સ ને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યા (Hardik Pandya) થોડા અઠવાડિયા પહેલા ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો અને આયર્લેન્ડ પ્રવાસ પર ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.

Hardik Pandya આગામી વર્ષે લઈ લેશે સંન્યાસ! સામે આવ્યો ચોંકાવનારો દાવો
Hardik Pandya આગામી વર્ષે વિશ્વકપ પછી ફોર્મેટ પસંદ કરી શકે છે!

Follow us on

છેલ્લા કેટલાક મહિનાઓ હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે શાનદાર રહ્યા છે. આ ડેશિંગ ભારતીય ઓલરાઉન્ડર માત્ર મેદાનમાં જ પાછો ફર્યો ન હતો, પરંતુ તેણે IPL માં નવી ટીમની કમાન પણ સંભાળી હતી અને તેની કપ્તાનીમાં પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. ત્યારપછી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં તેની વાપસી પણ શાનદાર રહી છે અને તેને કેપ્ટનશિપની તક પણ મળી છે. આવી સ્થિતિમાં જો કોઈ કહે કે હાર્દિક પંડ્યા આગામી એક વર્ષમાં નિવૃત્ત થઈ જશે તો નવાઈ લાગે તે સ્વાભાવિક છે. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું માનવું છે કે આવું થઈ શકે છે.

હાર્દિક ODIમાંથી નિવૃત્ત થશે!

પૂર્વ ભારતીય કોચ શાસ્ત્રીએ આ ચોંકાવનારો દાવો ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વનડે દરમિયાન કર્યો હતો. આ મેચ માટે સ્કાય સ્પોર્ટ્સ વતી ટિપ્પણી કરતા, શાસ્ત્રીએ ODI ફોર્મેટના ભવિષ્ય પરની ચર્ચા પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હાર્દિક 2023 વર્લ્ડ કપ પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તેણે કહ્યું, તમારી સામે પહેલાથી જ એવા ખેલાડીઓ છે જેઓ પસંદ કરી રહ્યા છે કે તેઓ કયા ફોર્મેટમાં રમવા માંગે છે. હાર્દિક પંડ્યાને જ લો. તે T20 ક્રિકેટ રમવા માંગે છે અને તેના મગજમાં તે સ્પષ્ટ છે કે તે બીજું કંઈ રમવા માંગતો નથી.

રવિ શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું, તે 50 ઓવરની ક્રિકેટ રમશે કારણ કે આવતા વર્ષે ભારતમાં વર્લ્ડ કપ છે. તે પછી તમે તેને તેનાથી અલગ થતા જોઈ શકો છો. તમે અન્ય ખેલાડીઓના કિસ્સામાં પણ આવું થતું જોઈ શકો છો. તેઓ ફોર્મેટ પસંદ કરવાનું શરૂ કરશે અને તેમને આમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

હાર્દિક ઈજાને લઈ રમવા માટે સમસ્યા વેઠી

છેલ્લા 3 4 વર્ષથી ઈજાના કારણે પરેશાન હાર્દિક પંડ્યા વધારે ક્રિકેટ રમ્યો નથી. 2018 સુધી, તે ત્રણેય ફોર્મેટમાં ખૂબ રમી રહ્યો હતો, પરંતુ ત્યારથી તે માત્ર ODI અને T20 જ રમી રહ્યો હતો. આમાં પણ તેણે છેલ્લા કેટલાક મહિનામાં વધુ T20 ક્રિકેટ રમી છે. જોકે, હાર્દિકે સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે તેનું ધ્યાન માત્ર T20 વર્લ્ડ કપ પર છે અને તેથી જ તે તેને પ્રાથમિકતા આપી રહ્યો છે.

સ્ટોક્સની નિવૃત્તિએ ચર્ચા જગાવી

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના નિર્ણયે આ સપ્તાહ દરમિયાન ક્રિકેટ જગતમાં મોટી ચર્ચાને જન્મ આપ્યો હતો. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સે સોમવારે, 18 જુલાઈના રોજ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સે કહ્યું હતું કે આટલા વ્યસ્ત કાર્યક્રમને કારણે તેના માટે ત્રણેય ફોર્મેટમાં સતત રમવું મુશ્કેલ છે. ત્યારપછી અન્ય ખેલાડીઓ પણ આ માર્ગ અપનાવે તેવી આશંકા છે. ઉપરાંત, ત્યારથી ODI ફોર્મેટના ભવિષ્યને લઈને ફરી એકવાર ચર્ચા થઈ રહી છે.

 

 

 

Published On - 9:28 pm, Sat, 23 July 22

Next Article