CSK VS GT: હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સામે હાર બાદ ધોનીની ‘તાકાત’ના કર્યા વખાણ, કહ્યુ-મગજને લઈ ટાર્ગેટ 10 રન વધી જાય છે

|

May 24, 2023 | 8:21 AM

IPL 2023 Qualifier 1: ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોક સ્ટેડિયમમાં મંગળવારે પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવીને IPL Final માં સ્થાન મેળવી લીધુ છે.

CSK VS GT: હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સામે હાર બાદ ધોનીની તાકાતના કર્યા વખાણ, કહ્યુ-મગજને લઈ ટાર્ગેટ 10 રન વધી જાય છે
Hardik Pandya big comment on MS Dhoni

Follow us on

IPL 2023  માં ચેપોક સ્ટેડિયમમાં મંગળવારે ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર જીત મેળવીને IPL 2023 Final માં સ્થાન મેળવી લીધુ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ ગુજરાત સામે 173 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. પરંતુ ગુજરાતની ટીમના બેટર્સ મહત્વની મેચમાં જ પાણીમાં બેઠા હતા અને 157 રનમાંજ ટીમ સમેટાઈ ગઈ હતી. ચેન્નાઈએ ગુજરાત સામે 15 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે જ ચેન્નાઈ 10મી વાર ફાઈનલમાં પહોંચ્યુ છે. જીત બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ધોનીની સૌથી મોટી તાકાતની વાત કરી હતી.

ધોની સેના હવે 28 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં મેદાને ઉતરશે. લખનૌ કે મુંબઈની આ પહેલા એલિમિનેટર મેચ રમાશે અને તેમાં જીત મેળવનારી ટીમ અમદાવાદમાં 26મીએ ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. આમ ગુજરાત, મુંબઈ કે લખનૌ આ ત્રણમાંથી ચેન્નાઈ સામે ફાઈનલમાં કોણ પહોંચશે સ્પષ્ટ થવા માટે શુક્રવાર સુધી રાહ જોવી જરુરી છે.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

ધોનીનુ મગજ તેની મોટી તાકાત

ચેપોકમાં 15 રનથી હાર બાદ ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ ધોનીની બુદ્ધી ક્ષમતાના વખાણ કર્યા હતા. પંડ્યાએ કહ્યુ હતુ કે, ધોનીની સૌથી મોટી તાકાત તેનુ મગજ છે. જે રીતે તે પોતાના બોલર્સનો ઉપયોગ કરે છે તેનાથી હરીફ ટીમનુ લક્ષ્ય 10 રન વધી જાય છે. તેણે યોગ્ય સમય પર યોગ્ય બોલરનો ઉપયોગ કર્યો હતો. ધોનીને માટે તે ખુબ ખૂશ હોવાનુ પંડ્યાએ મેચ બાદ કહ્યુ હતુ. ધોનીની ટીમ સાથે જ રવિવારે તેઓ ફાઈનલમાં ફરી ટકરાય એવી આશા વ્યક્ત કરી હતી.

ફાઈનલમાં પહોંચવા માટે ગુજરાત ટાઈટન્સે શુક્રવારે બીજા મોકામાં જીત મેળવવી જરુરી છે. શુક્રવારે ક્વોલિફાયર-2 રમનારી છે. જેમાં ગુજરાત સામે કોણ ટકરાશે એ બુધવારે રાત્રે સ્પષ્ટ થઈ જશે. લખનૌ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બુધવારે ચેપોકમાં એલિમિનેટર રમાઈ રહી છે.

 

પંડ્યાએ બતાવ્યુ ક્યાં થઈ ચૂક

પંડ્યાના કહેવા પ્રમાણે, તેની પાસે જે પ્રકારના બોલરો છે તેના આધારે 15 રન વધુ બનાવ્યા હતા. મધ્ય ઓવરોમાં કેટલીક ખરાબ બોલ ફેંકવામાં આવી હતી. ઉપરાંત, પંડ્યાએ કહ્યું કે તેણે વિચાર્યું હતું કે બીજી ઈનિંગમાં ઝાકળ પડશે પરંતુ એવું થયું નહીં. પરિણામે, બોલ ચેન્નાઈની પીચ પર વધુ ફસાતો રહ્યો અને અંતે ગુજરાતનો પરાજય થયો. જો કે ગુજરાત પાસે હજુ એક વધુ તક છે અને આ ટીમ જાણે છે કે કેવી રીતે પુનરાગમન કરવું.

 

આ પણ વાંચોઃ IPL 2023 Playoffs: ડોટ બોલ પર જોવા મળી રહ્યા છે ઝાડ! બોલર્સના નામે ગણાઈ રહ્યા છે વૃક્ષ, કારણ જાણીને બોલી ઉઠશો-સલામ BCCI

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

 

Published On - 8:16 am, Wed, 24 May 23

Next Article