Harbhajan Singhની પત્નિ ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો, ભજ્જી બીજી વાર પિતા બન્યો

હરભજન સિંહ (Harbhajan Singh) અને ગીતા બસરા (Geeta basra) એક પુત્રીના માતા પિતા હતા. ગીતા બસરાએ પુત્રને જન્મ આપતા બંને બીજી વાર માતા પિતા બન્યા છે. ગીતા અને પુત્ર બંને સ્વસ્થ હોવાની જાણકારી ભજ્જી એ શેર કરી હતી.

Harbhajan Singhની પત્નિ ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો, ભજ્જી બીજી વાર પિતા બન્યો
Harbhajan Singh-Geeta Basra-Hinaya
| Edited By: | Updated on: Jul 10, 2021 | 4:57 PM

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh) ઘરમાં નવા મહેમાન પધાર્યા છે. હરભજનની પત્નિ ગીતા બસરા (Geeta basra) એ એ પુત્રને જન્મ આપ્યો છે. હરભજન સિંહ અને ગીતા બસરા બંને એક પુત્રી ધરાવે છે. આમ તેઓ બીજા બાળકના માતા પિતા બન્યા છે. હજભજને ખુશીના સમાચારને સોશિયલ મીડિયા મારફતે જાતે જ જાણકારી આપી છે. તેઓએ સાથે કહ્યુ હતુ કે, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે.

હરભજને લખ્યુ હતુ કે, અમે ભગવાનનો આભાર માનીએ છીએ, જેઓએ એ અમને એક સ્વસ્થ પુત્રના રુપમાં આશિર્વાદ આપ્યા છે. ગીતા અને પુત્ર બંને સ્વસ્થ છે. અમે બંને ખૂબ જ ખુશ છીએ અમે અમારા શુભચિંતકોના તેમના પ્રેમ અને સમર્થનના માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

ટર્બોનેટર ભજ્જી ના લગ્ન 2015માં થયા હતા. ગીતા બસરા સાથે 29 ઓક્ટોબરે હરભજન સિંહે લગ્ન કર્યા હતા. 2016માં ગીતા બસરા એ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ બંને એ તેમની પુત્રીનુ નામ હિનાયા રાખ્યુ હતુ.

હરભજનસિંહે જાણકારી આપતી પોષ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા જ તેમને શુભેચ્છાઓનો ધોધ મળવા લાગ્યો હતો. મર્યાદિત ઓવર માટે શ્રીલંકા પ્રવાસની ટીમના કેપ્ટન શિખર ધવને હરભજનને શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યુ હતુ, પાજી ખૂબ શુભેચ્છાઓ. આ ઉપરાંત તેને અનેક ફેંન્સ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

IPL 2021 માં ટીમ KKR નો હિસ્સો

હરભજનસિંહનુ નામ ભારતીય ક્રિકેટમાં ખૂબ મોટુ છે. તે દેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રીક લેનારો પ્રથમ ક્રિકેટર છે. તે હાલ પણ ક્રિકેટમાં સક્રિય છે. તે IPL ટૂર્નામેન્ટમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ટીમનો હિસ્સો છે. ભજ્જી 14 મી સિઝન માટે UAE મા રમાનાર IPL 2021 ના બીજા તબક્કામાં રમવા જનાર છે.

ગીતા બસરાનુ ફિલ્મી કરિયર

ગીતા બસરા એ કેટલીક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. સૌથી પહેલા 2006માં તે ઇમરાન હાશ્મી સાથે દિલ દે દિયામાં નજર આવી હતી. ઇમરાન હાશ્મી સાથે જ તે 2007માં ધ ટ્રેન ફિલ્મમાં જોવા મળી હતી. ત્યાર બાદ 2013 માં રજૂ થયેલી ફિલ્મ જીલ્લા ગાઝીયાબાદ માં ગીતા બસરા જોવા મળી હતી. આ ઉપરાંત કે અનેક મ્યુઝીક વિડીયોમાં પણ તે જોવા મળી ચુકી છે.