Harbhajan Singh અને શોએબ અખ્તર વચ્ચે થઇ ‘ટાંટીયા’ ખેંચ લડાઇ ! પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ શેર કર્યા સ્ક્રિન શોટ, ભજ્જી એ આમ આપ્યુ રીએક્શન

|

Oct 28, 2021 | 9:40 AM

શોએબ અખ્તર અને હરભજન સિંહ (Harbhajan Singh) તેમની મિત્રતા અને મજાકીયા અંદાજને કારણે મેદાન પર અને મેદાનની બહાર બંને જગ્યાએ ચર્ચામાં રહે છે.

Harbhajan Singh અને શોએબ અખ્તર વચ્ચે થઇ ટાંટીયા ખેંચ લડાઇ ! પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ શેર કર્યા સ્ક્રિન શોટ, ભજ્જી એ આમ આપ્યુ રીએક્શન
Harbhajan Singh-Shoaib Akhtar

Follow us on

ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે. મેદાનની બહાર તેમજ મેદાનની અંદર, આ બંને દેશોના ખેલાડીઓ એકબીજા પર હાવી રહેવાનો એકેય મોકો છોડતા નથી. બંને દેશો વચ્ચે કેટલીક સારી મિત્રતા પણ છે, જેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) અને ભારતના ઓફ સ્પિનર ​​હરભજન સિંહ (Harbhajan Singh) નો સમાવેશ થાય છે.

આ બંનેની મિત્રતા અને જાહેરમાં એકબીજાના ‘ટાંટીયા’ ખેંચ એ સામાન્ય બાબત બની ગઈ છે. બંને ખેલાડીઓ એવી કોઇ તક હાથથી જવા દેતા નથી. ICC T20 વર્લ્ડ કપ-2021માં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા હરભજને અખ્તર સાથે મસ્તી કરી હતી. પરંતુ મેચ પછી અખ્તરે પણ તક ગુમાવી નહીં અને હરભજનનો પગ જોરથી ખેંચી રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેની શરૂઆત આઈપીએલ 2021થી થઈ હતી. ત્યારબાદ હરભજને અખ્તરને કહ્યું કે, પાકિસ્તાને ભારત સામેની વર્લ્ડ કપ મેચમાંથી બહાર થઈ જવું જોઈએ. હરભજનને આશા હતી કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો અજેય રેકોર્ડ જળવાઈ રહેશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. દુબઈમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાનની ટીમે ઈતિહાસ બદલી નાખ્યો અને વર્લ્ડ કપમાં ભારતને પ્રથમ વખત હરાવ્યું. આ પછી અખ્તરે ફેસબુક વીડિયોમાં હરભજનને લપેટીને તેને ખેંચવા પ્રયાસ કર્યો હતો. આ પછી બંનેએ મેચ પર વાત કરી જ્યાં અખ્તરે ફરી હરભજને ખેંચવા પ્રયાસ કર્યો હતો.

 

શેર કર્યો સ્ક્રીનશોટ

ત્યારબાદ અખ્તરે આ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, મારા મિત્ર ભજ્જી, હું તમારો ટાંટીયા ખેંચ કરી રહ્યો હતો. હરભજને પણ હાર ન માની અને અખ્તરને ટ્વીટ કરીને જવાબ આપ્યો, બંદા બન જા… સમય બદલાવામાં સમય નથી લાગતો. તમે ટૂંક સમયમાં બીજી તરફ હશો.

 

વર્લ્ડ કપમાં ભારત-પાક

આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI અને T20 સહિત વર્લ્ડ કપમાં કુલ 12 મેચ રમાઈ હતી. જે તમામમાં ભારતનો વિજય થયો હતો. ભારતે ODI વર્લ્ડ કપમાં સાત વખત અને T20 વર્લ્ડ કપમાં પાંચ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં એકંદરે 13મી અને T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેની છઠ્ઠી મેચ હતી. જેમાં પાકિસ્તાને પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને તેની આગામી મેચમાં ન્યુઝીલેન્ડને પણ હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરવા તરફ કૂચ કરી હતી.

આ દરમિયાન ભારતે હવે તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. તેણે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો વિરાટ કોહલી (Virat Kohli) ની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) આ મેચ જીતવામાં અસમર્થ રહે છે તો ભારતની સેમીફાઈનલમાં જવાની શક્યતાઓને મોટો ઝટકો લાગી શકે છે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Next Article