ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આ અવસર પર દેશમાં અમૃત મહોત્સવ (Amrut Mahotsav)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભારત સરકાર દ્વારા ‘હર ઘર ત્રિરંગા’ (Har Ghar Tiranga) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક વ્યક્તિ પોતાના ઘરે ત્રિરંગો ફરકાવશે. આ અભિયાનમાં ઘણી હસ્તીઓ પણ જોડાઈ રહી છે. જેમાં પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ (Irfan Pathan)નું નામ પણ જોડાયેલું છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે તમામ દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી રહ્યો છે. ખુદ ઈરફાન પઠાણે પણ પોતાના ઘરે ત્રિરંગો લગાવ્યો છે અને વીડિયોમાં બતાવ્યો છે તો તેના મોટા ભાઈ યુસુફ પઠાણે (Yusuf Pathan) પણ હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને વીડિયો શેયર કર્યો છે અને લોકોને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે.
ઈરફાન પઠાણે લોકોને અપીલ કરતા કહ્યું કે ત્રિરંગો મારું ગૌરવ છે. ત્રિરંગો મારું જીવન છે. ત્રિરંગો મારું ગૌરવ દરેક ભારતીય હૃદયે ગાયું છે. આવો આપણે સૌ સાથે મળીને 13થી 15 ઓગસ્ટ સુધી ત્રિરંગા અભિયાનમાં દરેક ઘરે ત્રિરંગો લહેરાવીએ.
ઈરફાન પઠાણ (Irfan Pathan)નો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ક્રિકેટની દુનિયામાં કોમેન્ટ્રીમાં ખૂબ જ સક્રિય છે. ચાહકો તેની હિન્દી કોમેન્ટ્રીને ખૂબ પસંદ કરે છે.
#HarGharTiranga #IndependenceDay2022 pic.twitter.com/d9A9UWRaFZ
— Irfan Pathan (@IrfanPathan) August 12, 2022
Former Indian cricketer and Vadodara’s Yusuf Pathan appeal everyone to hoist Tricolor from 13 to 15 August as part of Har Ghar Tiranga Mahotsav.#HarGharTiranga
pic.twitter.com/DPpCrW7uIL— DadaNu Gujarat (@DadaNuGujarat) August 12, 2022
ઈરફાન પઠાણ પણ ફરી એકવાર મેદાનમાં આવવાનો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સપ્ટેમ્બરમાં ઈન્ડિયા મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે મેચ રમાવાની છે. જેમાં સૌરવ ગાંગુલી ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે ઈરફાન પઠાણ પણ આ ટીમનો એક ભાગ છે.