
ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ODI વર્લ્ડ કપ 2023નું અભિયાન પૂરું કર્યું છે. ભારતીય ટીમ 10 મેચ સુધી અજેય રહી હતી પરંતુ ફાઈનલમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ODIમાં ભારતીય ટીમે હાલમાં જ પોતાનો આખો ગેમ પ્લાન બદલી નાખ્યો હતો, આ બદલાયેલા પ્લાનમાં એક ખેલાડી એવો હતો જે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો અને તે હતો શિખર ધવન.
શિખર ધવન પાંચમી ડિસેમ્બરે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેથી ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. શિખર ધવનની ગણતરી વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે, પરંતુ છેલ એક વર્ષમાં તે ટીમ ઈન્ડિયાના ગેમ પ્લાનમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો. વર્લ્ડ કપ પહેલા તે કેટલીક સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી રહ્યો હતો, પરંતુ તેને વર્લ્ડ કપમાં જગ્યા મળી ન હતી.
! #SherSquad, let’s come together to wish sadda kaptaan Shikhar Dhawan a very #HappyBirthday and smashing year ahead. #ShikharDhawan #SaddaPunjab #PunjabKings pic.twitter.com/dpSZevdQHd
— Punjab Kings (@PunjabKingsIPL) December 4, 2023
38 વર્ષીય શિખર ધવને ડિસેમ્બર 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી. શિખર ધવન 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર હતો. પરંતુ 2019ના વર્લ્ડ કપ પછી જેવી જ ભારતીય ટીમે પોતાની યોજના બદલી અને યુવા ખેલાડીઓને એન્ટ્રી મળી શિખર ધવનને બાકાત કરવામાં આવ્યો.
શિખર ધવને તે પછી ઘણી ઓછી મેચો રમી અને જે પણ મેચમાં તેને તક મળી તેમાં તે ટીમ ઈન્ડિયાની B ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો. 2023નો વર્લ્ડકપ ભારતમાં હતો તેથી એવું લાગતું હતું કે તેને તક મળી શકે છે પરંતુ તેમ થઈ શક્યું નહીં. ટીમ ઈન્ડિયા પાસે હવે ઓપનર તરીકે શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા વિકલ્પો છે, તેથી ધવનનું ટીમમાં કમબેક કરવું મુશ્કેલ બની ગયું છે.
Tests – 2315 runs @ 40.61
ODIs – 6793 runs @ 44.11
T20Is – 1759 runs @ 27.92Happy birthday, Shikhar Dhawan #ShikharDhawan #India #HappyBirthdayShikhar #Cricket pic.twitter.com/elldYkl5vZ
— Wisden India (@WisdenIndia) December 5, 2023
શિખર ધવનને ટીમ ઈન્ડિયામાં મોડી મોડી તક મળી, તેનું વનડે ડેબ્યૂ 2010માં થયું હતું. પરંતુ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું નસીબ બદલાઈ ગયું, જ્યારે એમએસ ધોનીએ શિખર ધવન અને રોહિત શર્માને ઓપનર તરીકે તૈયાર કર્યા. ત્યારથી તેણે સતત 6-7 વર્ષ સુધી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. શિખરના નામે 167 વનડેમાં 6793 રન છે, તેણે 45ની એવરેજથી રન બનાવ્યા છે, જેમાં 17 સદી પણ સામેલ છે.
ODI સિવાય શિખરના નામે 34 ટેસ્ટમાં 2315 રન અને 7 સદી છે, જ્યારે 68 T20 મેચોમાં શિખર ધવને 1800ની નજીક રન બનાવ્યા છે. શિખરે ટીમ ઈન્ડિયા માટે 2018માં છેલ્લી ટેસ્ટ, 2022માં છેલ્લી ODI અને 2021માં છેલ્લી T20 રમી હતી. હવે જ્યારે તે 38 વર્ષનો થઈ ગયો છે ત્યારે શિખર માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે.
આ પણ વાંચો: 28 વર્ષના પાકિસ્તાની ખેલાડીએ કંઈક એવું કર્યું છે કે ચીફ સિલેક્ટર ચોંકી જશે