બ્રેંકિગ ન્યૂઝ : હાર્દિક બાદ વધુ એક ગુજ્જુ ખેલાડી ટીમમાંથી બહાર, ના મળ્યુ ટીમમાં સ્થાન

સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

બ્રેંકિગ ન્યૂઝ : હાર્દિક બાદ વધુ એક ગુજ્જુ ખેલાડી ટીમમાંથી બહાર, ના મળ્યુ ટીમમાં સ્થાન
india vs south africa
| Updated on: Nov 30, 2023 | 6:53 PM

ભારતીય ક્રિકેટ ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રીકાના પ્રવાસે જઈ રહી છે. આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેરાત થઈ રહી છે. સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર દિગ્ગજ ગુજ્જુ ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ચેતેશ્વર પૂજારાએ 100થી વધારે ટેસ્ટ મેચ રમી છે.

ચેતેશ્વર પૂજારાએ હમણા સુધી ભારતીય ટીમ માટે 103 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 7195 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 19 સેન્ચુરી, 35 ફિફટી ફટકારી. તેણે 103 ટેસ્ટમાં કુલ 863 ચોગ્ગા ફટકાર્યા અને 16 સિક્સર ફટકારી હતી. તેનો હાઈએસ્ટ સ્કોર 206 રન છે.

સંજુ સેમસનને ભારતીય વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ઈજામાંથી સ્વસ્થ થયેલા રજત પાટીદારને ભારતીય વનડે ટીમમાં જગ્યા મળી છે.સૂર્ય કુમાર યાદવને ભારતીય વનડે ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે કારણ કે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.

શ્રેયસ અય્યર ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે જગ્યા નથી. ભારતીય પસંદગી સમિતિએ ટેસ્ટમાં અજિંક્ય રહાણેના સ્થાને અય્યરને પસંદ કર્યો કારણ કે રહાણે અય્યરની ઈજા બાદ ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો. જેમ જેમ અય્યરે તેની ફિટનેસ પાછી મેળવી, પસંદગી સમિતિ અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને લાગ્યું કે અય્યરે ભારતીય ટીમમાં પરત ફરવું જોઈએ.

ભારતીય ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય T20 ટીમમાં કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી હતી.

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ

  • 1લી T20I – 10 ડિસેમ્બર, ડરબન
    2જી T20I – 12 ડિસેમ્બર, ગકેબેરહા
    ત્રીજી T20I – 14 ડિસેમ્બર, જોહાનિસબર્ગ
  • 1લી ODI – 17 ડિસેમ્બર, જોહાનિસબર્ગ
    2જી ODI – 19 ડિસેમ્બર, ગકેબેરહા
    ત્રીજી ODI – 21 ડિસેમ્બર, પાર્લ
  • 1લી ટેસ્ટ – 26-30 ડિસેમ્બર, સેન્ચુરિયન
    2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરી, કેપ ટાઉન

આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 6:34 pm, Thu, 30 November 23