IPL 2022: રાશિદ ખાને છેલ્લી ઓવર પહેલા તેવટીયાને કહ્યુ- હમ કિસીસે કમ નહી, આપણે પણ હૈદરાબાદની માફક ફટકારીશું

|

Apr 28, 2022 | 7:13 AM

છેલ્લી ઓવરની શરૂઆત પહેલા, સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ જીતી જાય તેમ હતુ. પરંતુ જ્યારે 20મી ઓવર પૂરી થઈ ત્યારે મેચ ગુજરાતના પક્ષે જતી રહી હતી. રાશિદ ખાને ટીમની હારને જીતમાં બદલી હતી. અને આમાં રાહુલ તેવટિયાનો ફાળો પૂરો હતો.

IPL 2022: રાશિદ ખાને છેલ્લી ઓવર પહેલા તેવટીયાને કહ્યુ- હમ કિસીસે કમ નહી, આપણે પણ હૈદરાબાદની માફક ફટકારીશું
Rashid Khan and Rahul Tewatia enjoying the win
Image Credit source: IPL

Follow us on

કહેવત છે ને કે, જો તમે દ્રઢ નિશ્ચય ધરાવતા હોવ તો કંઈપણ બાબત અશક્ય નથી. જો રાશિદ ખાન (Rashid Khan) પણ નિશ્ચિત ન હોત તો ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) માટે જીત મુશ્કેલ બની હોત. પરંતુ અફઘાની પઠાણ મક્કમ હતો, પોતાનામાં વિશ્વાસ રાખતો હતો અને પછી તેણે તેના સાથી ખેલાડી એટલે કે રાહુલ ટીઓટિયાને (Rahul Tewatia) જે કહ્યું હતું તે પૂરું કર્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈના વાનખેડે મેદાન પર રમાયેલી મેચ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ચાલી હતી. છેલ્લી ઓવરની શરૂઆત પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ મેચ હતી. પરંતુ જ્યારે તેનો અંત આવ્યો ત્યારે મેચમાં વિજય ગુજરાતનો થયો હતો. રાશિદ ખાને ટીમની હારને જીતમાં બદલી હતી. અને આમાં રાહુલ તેવટિયાનો ફાળો પૂરો હતો.

એ અલગ વાત છે કે જ્યારે ટીમ જીતી ત્યારે ના તો રાશિદ ખાન પ્લેયર ઓફ ધ મેચ બન્યો કે ના તો રાહુલ તેવટિયાની પસંદગી થઈ. પરંતુ અંતે, તેમના દ્વારા કરવામાં આવેલો પ્રયાસ જોરદાર હતો. આ બન્ને ખેલાડીની રમતને દરેક ક્રિકેટપ્રેમીનો પ્રેમ મળ્યો. બધાએ તેની પ્રશંસા કરી. બંનેએ હૈદરાબાદ પર એવી રીતે વરસાદની માફક તુટી પડીને પોતાની ટીમની હારને જીતને ફેરવતા રહ્યા.

રાશિદ ખાને જીતવાનું નક્કી કરી લીધું હતું

મેચની છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 22 રનની જરૂર હતી. સ્ટ્રાઈક રાહુલ તેવટિયા પાસે હતી અને રાશિદ ખાનના મગજમાં કશુક ચાલી રહ્યું હતું, તેણે મેચ પછી વિગતવાર સમજાવ્યું. મેચ જીત્યા બાદ તેણે જે વાત કહી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાતનો આ 15 કરોડ રૂપિયાનો ખેલાડી જીતવા માટે કેટલો મક્કમ છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

રાશિદ ખાને મેચ બાદ કહ્યું, “જ્યારે છેલ્લી ઓવરમાં 22 રન બનાવવાના બાકી હતા. પછી હું તેવટિયા પાસે ગયો અને કહ્યું કે જ્યારે હૈદરાબાદ આપણા શ્રેષ્ઠ બોલર સામે 25 રન લઈ શકે છે તો આપણે પણ હૈદરાબાદ સામે છેલ્લી ઓવરમાં રન ફટકારી શકીએ છીએ. જો આપણે એક બોલ ચૂકી જઈએ તો પણ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે માત્ર હિંમતથી કામ કરવું પડશે અને આ સ્કોરનો પીછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેનાથી અમારા રન રેટમાં પણ સુધારો થશે. આ અમારા બન્નેની યોજના હતી. અમે નસીબદાર હતા કે છેલ્લી ઓવરમાં અમે ફટકારેલા બોલ સીધા જ બાઉન્ડ્રીની બહાર ગયા અને અમને 4 સિક્સર મળી.

આ રીતે છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો

સનરાઇઝર્સ તરફથી માર્કો યાનસને છેલ્લી ઓવર ફેંકી હતી. તેના પહેલા બોલ પર રાહુલ તેવટિયાએ સિક્સર ફટકારી અને પછીના બોલ પર સિંગલ લીધો અને રાશિદ ખાનને સ્ટ્રાઇક આપી. સનરાઇઝર્સ હૈદરાબાદ સમજી રહ્યું હતું કે તેવટિયા નોન-સ્ટ્રાઇકર છેડે છે, તેથી ખતરો ટળી ગયો. પરંતુ વાસ્તવમાં રાશિદ ખાન તેમના માટે ખતરો હતો. કારણ કે તેમના માટે રાશિદે જ આખી જાળ બિછાવી હતી. રાશિદે માર્કસના છેલ્લા 4 બોલ રમ્યા હતા, જેમાં તે એક બોલ ચૂક્યો હતો અને બાકીના 3 બોલ પર સિક્સર ફટકારીને ટીમની જીત નિશ્ચિત કરી હતી.

આ પણ વાંચોઃ

IPL 2022: ‘લાઈન-લેન્થ પર ફોકસ ન કરો, બને તેટલી ફાસ્ટ બોલ ફેંકો’, ડેલ સ્ટેને ઉમરાન મલિકને આપ્યો ગુરુ મંત્ર

આ પણ વાંચોઃ

IPL 2022: દિલ્હી કેપિટલ્સના કોરોના સંક્રમિત ખેલાડીઓને લઈને આવ્યા મહત્વના સમાચાર

Next Article