GT vs PBKS IPL Match Result: શિખર ધવનની શાનદાર ઈનીંગ વડે ગુજરાત સામે પંજાબ કિંગ્સનો 8 વિકેટ વિજય

|

May 03, 2022 | 11:24 PM

Gujarat Titans vs Punjab Kings IPL Match Result: શિખર ધવને શાનદાર અણનમ અડધી સદીની રમત રમી હતી, માત્ર 2 વિકેટ ગુમાવી પંજાબે ગુજરાતે આપેલ લક્ષ્ય 4 ઓવર પહેલા જ પાર કરી લીધુ હતુ.

GT vs PBKS IPL Match Result: શિખર ધવનની શાનદાર ઈનીંગ વડે ગુજરાત સામે પંજાબ કિંગ્સનો 8 વિકેટ વિજય
Shikhar Dhawan એ શાનદાર અડધી સદી ફટકારી

Follow us on

IPL 2022 ની 48મી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ (Gujarat Titans vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સે મેચમાં 8 વિકેટ થી ગુજરાતને હાર આપી હતી. આ પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ગુજરાતે 143 રનનો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં પંજાબે 16 ઓવરમાં લક્ષ્યને પાર કરી લઈને જીત મેળવી હતી. પંજાબ તરફ થી શિખર ધવને (Shikhar Dhawan) શાનદાર ઈનીંગ રમીને અડધી સદી ફટકારી હતી.

પંજાબ કિંગ્સે આજે ઓપનીંગ જોડીમાં ફેરફાર કર્યો હતો. કેપ્ટન મંયક અગ્રવાલ આજે ઓપનીંગમાં ઉતરવાને બદલે શિખર ધવન સાથે જોની બેયરિસ્ટોને ઉતાર્યો હતો. જોકે પંજાબનો આ દાવ સફળ રહ્યો નહોતો. બેયરિસ્ટો 6 બોલનો સામનો કરીને 1 રન કરી પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. તે શામીના બોલ પર સાગવાનના હાથે કેચ ઝડપાયો હતો. શિખર ધવને શાનદાર ઈનીંગ રમી હતી અને સિઝનમાં તેણે ત્રીજી અડધી સદી ફટકારી હતી.

ધવનની સદીના સહારે પંજાબની ટીમ લક્ષ્યને પાર કરવામાં સફળ રહી હતી. ધવને 53 બોલમાં 62 રનની ઈનીંગ રમી હતી. તેણે 8 ચોગ્ગા અને એક છગ્ગો આ દરમિયાન ફટકાર્યા હતા. ભાનુકા રાજપક્ષેએ 28 બોલમાં 40 રન કર્યા હતા. તેણે 5 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે લિયામ લિવિંગ સ્ટોને 10 બોલમાં 30 રન ફટકારીને મેચને ઝડપથી ખતમ કરી દેવાની ભૂમિકા અંતમાં નિભાવી હતી. તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા અને મેચ પંજાબના પક્ષમાં થઈ ગઈ હતી.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ગુજરાતના બોલરો નિષ્ફળ રહ્યા

પહેલા બેટ્સમેનોએ નિષ્ફળતા દર્શાવી હતી અને બાદમાં બોલરોએ પણ એવુ જ કામ કર્યુ જેવુ બેટ્સમેનોએ કર્યુ. ગુજરાતના બોલરો વિકેટ ઉખેડવામાં તો નાકામ રહ્યા હતા પરંતુ રન પર લગામ પણ લગાવી શક્યા નહોતા. પ્રદિપ સાંગવાને તો 2 ઓવરમાં જ 23 રન ગુમાવ્યા હતા. જ્યારે અલ્ઝારી જોસેફે 3 ઓવરમાં 25 રન ગુમાવ્યા હતા. લોકી ફરગ્યુશને 3 ઓવરમાં 29 રન આપ્યા હતા. જોકે તેણે અને શામી એક એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : હિંમતનગરના રંગપુર પાટિયા પાસે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચો : GT vs PBKS, IPL 2022: ગુજરાતની નબળી રમતે પંજાબ સામે 143 રનનો સ્કોર ખડક્યો, સાંઈ સુદર્શનની અણનમ અડધી સદી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:13 pm, Tue, 3 May 22

Next Article