Gujarat Titans IPL Victory Parade: ગુજરાત ટાઈટન્સે ફેન્સ સાથે મનાવ્યો જશ્ન, અમદાવાદમાં ઓપન ટોપ બસમાં નિકાળી સવારી- Video

|

May 30, 2022 | 8:48 PM

ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) 29 મે, રવિવારના રોજ અમદાવાદ (Ahmedabad) માં તેમના હોમ ગ્રાઉન્ડ પર એક લાખથી વધુ દર્શકોની સામે ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું.

Gujarat Titans IPL Victory Parade: ગુજરાત ટાઈટન્સે ફેન્સ સાથે મનાવ્યો જશ્ન, અમદાવાદમાં ઓપન ટોપ બસમાં નિકાળી સવારી- Video
Gujarat Titans ટીમે અમદાવાદમાં ઓપન ટોપ બસમાં નિકાળી સવારી

Follow us on

ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) IPL 2022 માં પોતાના ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ પ્રયાસમાં જ ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં રાજસ્થાનને હરાવીને ગુજરાત IPLની 15મી સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. અમદાવાદ (Ahmedabad) માં તેના હોમ ગ્રાઉન્ડ પર એક લાખથી વધુ દર્શકોની સામે રમાયેલી ફાઇનલમાં ગુજરાતની આ જીતથી ટીમના ચાહકોમાં ઉત્સાહ છવાયો હતો. લગભગ બે મહિનાથી ચાહકોના સતત સમર્થન અને સહકાર બદલ આભાર વ્યક્ત કરવા માટે, ગુજરાત ટાઇટન્સે ચાહકોની વચ્ચે ઉતરીને તેમની જીતની ઉજવણી કરી. સોમવારે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ અમદાવાદમાં ખુલ્લી બસમાં બેસીને ચાહકો વચ્ચે વિકટરી પરેડ (Gujarat Titans Victory Parade) યોજી હતી.

રસ્તાના કિનારે ચાહકોની ભીડ

સોમવારે 30 મેના રોજ, રાજસ્થાનને ફાઇનલમાં હરાવ્યાના એક દિવસ પછી, ગુજરાત ટાઇટન્સે તેમના તમામ ખેલાડીઓ, તેમના પરિવારો અને સપોર્ટ સ્ટાફ સાથે ઓપન-ટોપ બસમાં અમદાવાદની ગલીઓમાં વિજયની ઉજવણી કરી. બસ સંપૂર્ણપણે ગુજરાત ટાઇટન્સ વાદળી રંગમાં રંગવામાં આવી હતી અને તેના પર લખ્યું હતું-ચેમ્પિયન. આ દરમિયાન રસ્તાની બંને બાજુ ચાહકોની ભીડ ઉમટી પડી હતી, જ્યારે ફ્લાયઓવર પર ચાહકોએ પોતાના વાહનો રોકીને વિજેતા ટીમને પ્રોત્સાહિત કરી હતી.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

 

ફાઇનલમાં ગુજરાતની આસાન જીત

તેની પ્રથમ સિઝનમાં, ગુજરાત ટાઇટન્સ પણ સૌથી વધુ 20 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ટીમે પહેલા ક્વોલિફાયરમાં જ રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ રવિવાર 29 મેના રોજ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રેકોર્ડ 1 લાખ 4 હજાર દર્શકોની સામે રમાયેલી ફાઇનલમાં ગુજરાતે ટાઈટલ જીત્યું હતું. કેપ્ટન હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ગુજરાતે આ ખિતાબ જીત્યો હતો. હાર્દિકે ફાઇનલમાં પહેલા 3 વિકેટ લીધી હતી અને પછી 34 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

 

 

રાજસ્થાને માત્ર 130 રન બનાવ્યા હતા જે ગુજરાતે 19મી ઓવરમાં જ હાંસલ કરી લીધા હતા. ટીમના યુવા ઓપનર શુભમન ગિલે સિક્સર ફટકારીને ટીમને ખિતાબ અપાવ્યો હતો. આ સાથે રાજસ્થાન બાદ ગુજરાત માત્ર બીજી ટીમ બની હતી જેણે ડેબ્યૂ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. તે જ સમયે, ચેન્નાઈ રાજસ્થાન, હૈદરાબાદ (ડેક્કન અને સનરાઈઝર્સ), મુંબઈ અને કોલકાતા પછી આઈપીએલ ટાઈટલ જીતનારી સાતમી ટીમ બની હતી.

 

Published On - 8:02 pm, Mon, 30 May 22

Next Article