
ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) આ વર્ષે પ્રથમ વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ માં પ્રવેશ કર્યો હતો અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાની હેઠળની આ ટીમ પ્રથમ વખત ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. IPL-2022 માં આ ટાઈટલ જીતવામાં ગુજરાતના યુવા બેટ્સમેન શુભમન ગીલ (Shubman Gill) ની મોટી ભૂમિકા હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ફ્રેન્ચાઈઝી ગિલને સાથે રાખશે, પરંતુ ફ્રેન્ચાઈઝીએ શનિવારે એક ટ્વિટ કર્યું છે જે નાથી બંને વચ્ચેના સંબંધોનો અંત આવવાની આશા વર્તાઈ રહી છે.
ગુજરાતે શનિવારે સાંજે એક ટ્વીટ કર્યું જેનાથી એવું લાગે છે કે ગિલ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. ગિલે આ ટ્વિટને રિટ્વીટ પણ કર્યું છે. ગુજરાતે ટ્વીટ કર્યું કે, આ પ્રવાસ યાદગાર રહ્યો. શુભમન ગિલ, તમારા નવા કાર્ય માટે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.
It’s been a journey to remember. We wish you all the best for your next endeavour, @ShubmanGill!#AavaDe
— Gujarat Titans (@gujarat_titans) September 17, 2022
ગુજરાતના આ ટ્વીટ પરથી એવું લાગે છે કે ફ્રેન્ચાઇઝીએ ગિલ સાથેના સંબંધો તોડી નાખવાનું મન બનાવી લીધું છે અને ગિલને બીજી ફ્રેન્ચાઇઝી સોંપવા તૈયાર છે. તે જ સમયે, ગિલે તેને રીટ્વીટ કર્યું છે, જેનાથી એવું પણ લાગે છે કે જો આ સ્થિતિ છે, તો ગિલે પણ આ નિર્ણય સ્વીકારી લીધો છે અને તે સંમતિ સાથે ટીમ છોડવા માટે તૈયાર છે. આ બાબતની વાસ્તવિકતા શું છે તે અંગે કંઈ સ્પષ્ટ નથી. IPL ફ્રેંચાઇઝી ઘણીવાર એવી વસ્તુઓ કરતી હતી જે સોશિયલ મીડિયા પર લોકોને ભ્રમિત કરે છે. IPL 2022 પહેલા રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન સાથે કંઈક આવું જ કર્યું હતું. જો કે, જ્યારે કોઈ ટીમ કોઈ ખેલાડી સાથે તેના સંબંધો તોડે છે, ત્યારે તે સત્તાવાર નિવેદન દ્વારા આ વાત સ્પષ્ટપણે જણાવે છે,.
🤗❤️
— Shubman Gill (@ShubmanGill) September 17, 2022
એક ટ્વિટ દ્વારા ચાહકોને પોતાની સાથે રાખનાર ગુજરાતે જો કે લગભગ અઢી કલાક પછી આ રહસ્ય પરથી પડદો ઉંચક્યો અને કહ્યું કે ગિલ ક્યાંય જવાનો નથી અને તે ટીમ સાથે રહેશે.
Twitterverse, Gill will always be a part of our 💙
P.S.: It’s not what you think, but we’re loving the theories. Keep it going! 😅
— Gujarat Titans (@gujarat_titans) September 17, 2022
ગિલ ગુજરાત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા હતા. તેણે 2018માં પહેલીવાર IPL માં ડેબ્યૂ કર્યું હતું અને કોલકાતાની ટીમ સાથે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ ગયા વર્ષે કોલકાતાએ ગિલને રિટેન કર્યો નહોતો અને પછી ગુજરાતે તેને સામેલ કર્યો હતો. ગિલે ગયા વર્ષે ગુજરાત તરફથી રમતા 16 મેચમાં 483 રન બનાવ્યા હતા. તેણે ચાર અર્ધસદી ફટકારી. ગીલે તેની IPL કારકિર્દીમાં 74 મેચ રમી અને 32.20ની એવરેજથી 1900 રન બનાવ્યા. IPL માં તેના નામે 14 અડધી સદી છે.
Published On - 8:27 pm, Sat, 17 September 22