
આઈપીએલ 2023 હાલમાં અંતિમ તબક્કામાં છે. આજે અમદાવાદના નમો સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને હૈદરાબાદ વચ્ચે 62મી મેચ રમાઈ રહી હતી. હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી રહી હતી. આજે નવી જર્સી સાથે ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રનનો સ્કોર ઉભો કર્યો હતો. સાંઈ-શુભમન વચ્ચે 100 રનની પાર્ટનશિપ થઈ હતી. 189 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 20 ઓવર બાદ હૈદરાબાદની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 154 રન બનાવી શકી હતી.
પ્લેઓફ અને ફાઈનલ 23 મે થી 28 મે, 2023ના રોજ ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ 23 અને 24 મેના રોજ ક્વોલિફાયર 1 અને એલિમિનેટરનું આયોજન કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનુક્રમે 26 અને 28 મેના રોજ ક્વોલિફાયર 2 અને IPL 2023ની ફાઈનલનું આયોજન કરશે.
આજે નવી જર્સી સાથે ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રનનો સ્કોર ઉભો કર્યો હતો. સાંઈ-શુભમન વચ્ચે 100 રનની પાર્ટનશિપ થઈ હતી. 189 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 20 ઓવર બાદ હૈદરાબાદની ટીમ 9 વિકેટના નુકશાન સાથે 154 રન બનાવી શકી હતી.
હૈદરાબાદની ટીમ તરફથી મારકર્ડે 12 રન અને ફારુકી 1 રન સાથે રમી રહ્યાં છે. હૈદરાબાદને જીત માટે 6 બોલમાં 42 રનની જરુર. 19 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 147/9
હૈદરાબાદની ટીમ તરફથી ભુવનેશ્વર 17 રન અને મારકંડે 1 રન સાથે રમી રહ્યાં છે. હૈદરાબાદને જીત માટે 12 બોલમાં 53 રનની જરુર. 18 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 136/8
હૈદરાબાદની ટીમ તરફથી ભુવનેશ્વર 17 રન અને ક્લાસેન 56 રન સાથે રમી રહ્યાં છે. હૈદરાબાદને જીત માટે 30 બોલમાં 78 રનની જરુર. 15 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 111/7
હૈદરાબાદની ટીમ તરફથી ભુવનેશ્વર 16 રન અને ક્લાસેન 50 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 104/7
હૈદરાબાદની ટીમ તરફથી ભુવનેશ્વર 5 રન અને ક્લાસેન 39 રન સાથે રમી રહ્યાં છે. 11 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 80/7
મોહિત શમીની પહેલી ઓવરમાં જ હૈદરાબાદની 2 વિકેટ પડી છે. સનવીર 7 રન અને અબ્દુલ સમલ 4 રન બનાવી આઉટ થયા છે. 7 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર – 50/6
બીજી ઈનિંગમાં હૈદરાબાદની શરુઆત ખરાબ રહી છે. હૈદરાબાદ તરફથી કલાસેન 16 રન અને સનવીર સિંહ 7 રન બનાવીને રમી રહ્યાં છે. 6 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 45/4
શમીએ આજના દિવસની ત્રીજી વિકેટ લીધી છે. હૈદરાબાદની ટીમના કેપ્ટન માર્કરમ 10 રન બનાવી આઉટ થયા છે. 5 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર – 35/4
સનરાઈઝર્સ હૈદરાબાદની ખરાબ શરુઆત, બીજી ઈનિંગમાં સનરરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 17/3. ત્રિપાઠી, અનમોલપ્રીત સિંહ અને અભિષેક શર્મા હૈદરાબાદનું ટોપ ઓર્ડર પહેલી 3 ઓવરમાં ધરાશાઈ થયું હતું.
આજે હૈદરાબાદની ટીમનો ઈમ્પેક્ટ પ્લેયર અનમોલપ્રીત સિંહ પ્રથમ ઓવરમાં આઉટ થયો છે. બીજી ઓવર યશ દયાલે નાંખી હતી. જેમાં અભિષેક શર્મા 4 ઓવરના સ્કોર પર આઉટ થયો હતો.
ભુવનેશ્વરની અંતિમ ઓવરનાં ગિલ અને રાશિદ ખાન આઉટ થયા હતા. નૂર અહમદ પણ અંતિમ ઓવરમાં રન આઉટ થતા. હૈદરાબાદની ટીમે હેટ્રિક વિકેટ નોંધાવી હતી. મોહમ્મદ શમી પણ 0 ના સ્કોર પર કેચ આઉટ થયો હતો. 20 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
56 બોલમાં શુભમન ગિલે સેન્ચુરી ફટકારી છે. તે ક્રિકેટના દરેક ફોર્મેટ અને આઈપીએલમાં પણ સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો છે. 19 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 186/5
ગુજરાત ટાઈટન્સની પાંચમી વિકેટ પડી, તેવટિયા 3 રન બનાવી આઉટ. માર્ક જેન્સને શાનદાર કેચ પકડયો હતો. 18 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 178/5
નટરાજનની ઓવરમાં મિલર 7 રન બનાવી કેચ આઉટ થયો છે. 17 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 171/4
ભુવનેશ્વરની ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડયા 8 રન બનાવી કેચ આઉટ થયો. 16 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 163/3
માર્ક જેન્સનની ઓવરમાં સાંઈ 47 રન બનાવી કેચ આઉટ થયો છે. તેણે 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. નટરાજને શાનદાર કેચ પકડીને હૈદરાબાદને બીજી સફળતા અપાવી.
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 46 રન અને શુભમન ગિલ 90 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. ગિલ પોતાની સદીથી 10 રન દૂર છે, જ્યારે સાંઈ 4 રન દૂર છે. 14 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 147/1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 45 રન અને શુભમન ગિલ 83 રન સાથે રમી રહ્યાં છે.13 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 139/1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 43 રન અને શુભમન ગિલ 77 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરના એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી. ગુજરાતની ટીમ 10.92ની રન રેટથી રન બનાવી રહ્યાં છે. 12 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 131/1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 31 રન અને શુભમન ગિલ 64 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો જોવા મળ્યો. ગુજરાતની ટીમ 10.3ની રન રેટથી રન બનાવી રહ્યાં છે. 10 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 103 /1
શુભમન ગિલે આજે આઈપીએલ 2023માં 500 રન પૂરા કર્યા છે. ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 23 રન અને શુભમન ગિલ 58 રન સાથે રમી રહ્યાં છે. 8 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 89 /1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 16 રન અને શુભમન ગિલ 31 રન સાથે રમી રહ્યાં છે. જાનેસનની ઓવરમાં 5 રન મળ્યા. 5 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 55 /1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 14 રન અને શુભમન ગિલ 28 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં સતત 4 ચોગ્ગા શુભમન ગિલે ફટકાર્યા. 4 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 50 /1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 14 રન અને શુભમન ગિલ 10 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 3 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 32/1
ગુજરાત ટાઈટન્સ તરફથી સાંઈ સુધરસન 6 રન અને શુભમન ગિલ 3 રન સાથે રમી રહ્યાં છે. બીજી ઓવરમાં એક ચોગ્ગો, વાઈડ બોલ અને નો બોલ જોવા મળ્યો.
ભુવનેશ્વર કુમારની ઓવરમાં હૈદરાબાદની ટીમને પહેલી સફળતા મળી. સાહા 0 રન પર આઉટ થયો છે. 1 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 5/1
A initiative, a gesture, let’s make it a #GTvSRH | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/7FtG7Ffatu
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઇ સુધરસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, દાસુન શનાકા, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ
ગુજરાત ટાઇટન્સ સબ્સ: યશ દયાલ, શ્રીકર ભારત, દર્શન નલકાંડે, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શિવમ માવી
સનરાઈઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરામ(કેપ્ટન), હેનરિક ક્લાસેન(વિકેટકીપર), અબ્દુલ સમદ, સનવીર સિંહ, મયંક માર્કંડે, માર્કો જાનસેન, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, ટી નટરાજન
સનરાઇઝર્સ હૈદરાબાદ સબ્સ: અનમોલપ્રીત સિંઘ, ગ્લેન ફિલિપ્સ, અકેલ હોસીન, મયંક ડાગર, નીતિશ રેડ્ડી
🚨 Toss Update 🚨@SunRisers win the toss and elect to field first against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/GH3aM3h0ER #TATAIPL | #GTvSRH pic.twitter.com/kemFWAVDil
— IndianPremierLeague (@IPL) May 15, 2023
અમદાવાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્સર પીડિત દર્દીઓને સપોર્ટ કરવા માટે હાર્દિક પંડયા એ હૈદરાબાદના કેપ્ટન માર્કરમને રીબિન પહેરાવી હતી.
#TitansFAM painting our home lavender 💜🏟️#GTvSRH | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/Lezt5yPU8I
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023
આજે ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર અંતિમ લીગ મેચ રમશે. આ મેચ જોવા માટે હજારો દર્શકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે.
Humbled by the legacy of Mahatma Gandhi. I reflected on his message of non-violence, which continues to inspire the pursuit of equality across the world. Thank you to the staff and caretakers of the Mahatma Gandhi Ashram at Sabarmati for this wonderful experience.… pic.twitter.com/d7bxh1NeWS
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) May 15, 2023
Thrilled to start my visit to Gujarat by enjoying the beautiful sights of Ahmedabad’s Old City. I am excited to begin exploring India’s rich cultural heritage as U.S. Ambassador! #AmbExploresIndia pic.twitter.com/SKysCcsfIc
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) May 15, 2023
ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટી હાલમાં અમદાવાદના પ્રવાસે છે. તેમણે ગાંધી આશ્રમ સહિત અમદાવાદના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આજે અમેરિકાના રાજદૂત એરિક ગારસેટી આઈપીએલની મેચ જોવા નમો સ્ટેડિયમમાં આવી શકે છે.
For a special day, for a special cause, our Narendra Modi Stadium ️ is all decked up!
Isn’t it looking , #TitansFAM? Come, support the cause with us!#GTvSRH | #AavaDe | #TATAIPL 2023 pic.twitter.com/qT1wvizszV
— Gujarat Titans (@gujarat_titans) May 14, 2023
Matchday-1 Training mode !
Our Titans getting in the groove by putting in the hard yards ahead of #GTvSRH, where we will be sporting our exclusive to show our support for the fight against cancer! @ShubmanGill | #AavaDe #TATAIPL 2023 pic.twitter.com/HXRuW6AiTZ
— Gujarat Titans (@gujarat_titans) May 14, 2023
ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદા વચ્ચેની આજની મેચ સાંજે 7.30 કલાકે શરુ થશે. આજની મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે. કેન્સ પીડિત દર્દીઓના સપોર્ટ કરવા નમો સ્ટેડિયમમાં તૈયારીઓ કરવામાં આવી છે.
Final home league game ➡️ Compulsory attendance! 💯#TitansFAM, toh pachi madiye aapde 7️⃣:3️⃣0️⃣ vaage! 🤝#GTvSRH #AavaDe #TATAIPL 2023 pic.twitter.com/W667dUJt6h
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023
ગુજરાતની ટીમ એક જબરદસ્ત કામ કરવા જઈ રહી છે. ગુજરાતની ટીમ કેન્સરની સામે જાગૃતિ પ્રેરવા માટેનો પ્રયાસ કરશે. હાલમાં ઝિમ્બાબ્વનો પૂર્વ કેપ્ટન હિથ સ્ટ્રીક પણ આવી જ રીતે કેન્સરની બિમારીથી જીવન મરણની સ્થિતીમાં સંઘર્ષ કરી રહ્યા છે. આમ કેન્સર જેવી ગંભીર બિમારી સામે મુહીમના ભાગરુપે ગુજરાત એક વિશેષ રંગની ટીશર્ટ સાથે મેદાને ઉતરશે.
Coming up next ⌛️
📍 Ahmedabad@gujarat_titans 🆚 @SunRisers
Who will return to winning ways tonight and bag 2️⃣ crucial points 🤔#TATAIPL | #GTvSRH pic.twitter.com/AnypWtQn1Z
— IndianPremierLeague (@IPL) May 15, 2023
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ પર અંતિમ લીગ મેચ રમશે. આજની મેચ માટે બંને ટીમો સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે.
આઈપીએલની ડિફેડિંગ ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સની ટીમ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આઈપીએલ 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 1 જીત દૂર છે. પણ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમની હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઈટન્સની રમત બગાડી પણ શકે છે. આજે આઈપીએલ 2023ની 62મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Published On - 6:29 pm, Mon, 15 May 23