
પંજાબના મોહાલી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. ટોસ હારીને પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. 20 ઓવર બાદ પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી આઈપીએલ 2023માં ડેબ્યૂ કરનાર બોલર મોહિત શર્માએ આજની મેચમાં 2 વિકેટ લીધી હતી. 154નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે આસાનીથી મેચમાં જીત મેળવી હતી.
અંતિમ ઓવરમાં મેચનો રોમાંચ વધ્યો હતો. પંજાબ કિંગ્સે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરણને અંતિમ ઓવર આપી હતી. અંતિમ ઓવરમાં શુભમન ગિલ આઉટ થયો હતો. પણ અંતે 19.4 ઓવરમાં બાઉન્ડ્રી સાથે જ ગુજરાતની 6 વિકેટથી રોમાંચક જીત થઈ હતી. ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2023માં ત્રીજી જીત નોંધાવી છે, જ્યારે પંજાબ કિંગ્સની આઈપીએલ 2023માં બીજી હાર છે.
પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 0 રન, શિખર ધવને 8 પન, મેથ્યુ શોર્ટે 36 રન, ભાનુકા રાજપક્ષેએ 20 રન, જીતેશ શર્માએ 25 રન, સૈમ કરને 22 રન, શાહરૂખ ખાને 22 રન, હરપ્રીત બ્રારે 8 રન અને ઋષિ ધવને 1 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 5 સિક્સર અને 16 ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે 33 રન, રાવાડાએ 36 રન, હરપ્રીત બારરે 20 રન અને સેમ કરણે 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહિત શર્માએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લીધી હતી. જોસુઆ લિટલે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી. અલઝારી જોસેફે 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપીને 1 રન લીધી હતી.
બીજી ઈનિંગમાં સાહાએ 30 રન, શુભમન ગિલે 67 રન, સાઈ સુદર્શને 19 રન, હાર્દિક પંડયાએ 8 રન, ડેવિડ મિલરે 17 રન અને રાહુલ તેવટિયાએ 5 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 1 સિક્સર અને 17 ચોગ્ગા જોવા મળ્યા હતા.
અંતિમ ઓવરમાં ગુજરાતની રોમાંચક જીત, રાહુલ તેવટિયાએ 19મી ઓવરની ચોથી બોલમાં ચોગ્ગો મારીને ગુજરાતને જીત અપાવી હતી
ગિલ 67 રન બનાવી આઉટ, આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરણે અંતિમ ઓવરનો રોમાંચ વધાર્યો.
19 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 147/3. અંતિમ ઓવરમાં ગુજરાતને જીત માટે 6 બોલમાં 7 રનની જરુર.
શુભમન ગિલ 65 રન અને ડી મિલકે 12 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. 18 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 141/3. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો.
શુભમન ગિલની શાનદાર ફિફટી, 16 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 120/3. શુભમન ગિલે આઈપીએલ કરિયરની 16મી ફિફટી ફટકારી હતી.
હાર્દિક પંડયા 8 રન બનાવી આઉટ, 15 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 111/3, ગુજરાતને જીત માટે 30 બોલમાં 43 રનની જરુર
શુભમન ગિલ 43 અને સાઈ સુદર્શન 8 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. 14 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 105/2. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.
પંજાબ કિંગ્સને મળી બીજી સફળતા મળી, અર્શદીપની ઓવરમાં સાઈ સુદર્શન 19 રન બનાવી આઉટ થયો. 11.3 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 89/2
શુભમન ગિલ 38 અને સાઈ સુદર્શન 19 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. 11 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 88/1. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
શુભમન ગિલ 35 અને સાઈ સુદર્શન 12 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચહરની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.9 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 78/1
શુભમન ગિલ 25 અને સાઈ સુદર્શન 11 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. 8 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 67/1
શુભમન ગિલ 22 અને સાંઈ સુદર્શન 8 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. 7 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 61/1
ગુજરાત ટાઈટન્સની પ્રથમ વિકેટ પડી, રિધિમાન સાહા 30 રન બનાવી આઉટ થયો. પંજાબ કિંગ્સના કિગિંસો રબાડાએ આઈપીએલમાં 100મી વિકેટ લીધી હતી. 5 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 52/1
શુભમન ગિલ 17 અને સાહા 26 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં 1 ચોગ્ગો મળ્યો.4 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 43/0
શુભમન ગિલ 11 અને સાહા 6 રન સામે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ 2 ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 2 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 18/0
20 ઓવર બાદ પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી આઈપીએલ 2023માં ડેબ્યૂ કરનાર બોલર મોહિત શર્માએ આજની મેચમાં 2 વિકેટ લીધી હતી.
ગુજરાત તરફથી ડેબ્યૂ કરનાર મોહિત શર્માની ઓવરમાં પંજાબની છઠ્ઠી વિકેટ પડી. 19 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 142 /6
અલઝારી જોસેફની ઓવરમાં ભાનુકા રાજાપક્ષે 20 રન બનાવી આઉટ થયો. સેમ કરન 16 રન અને શાહરુખ ખાન 6 રન સાથે રમી રહ્યો છે. આ ઓવરમાં અંતિમ બોલ પર શાહરુખ ખાને સિક્સર ફટકાર્યો હતો. 17 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 121/5
સૈમ કરણ 4 રન અને ભાનુકા રાજાપક્ષે 18 રન સાથે રમી રહ્યાં છે. ગુજરાતમા બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પંજાબ કિંગ્સ મોટો ટાર્ગેટ ઉભો કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે.15 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 99/4
ભાનુકા રાજાપક્ષે 17 રન અને સૈમ કરણ 1 રન સાથે રમી રહ્યાં છે. 13 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 94/4
પંજાબ કિંગ્સ તરફથી રાજાપક્ષે 9 રન અને જીતેશ શર્મા 15 રન સાથે રમી રહ્યાં છે.10 ઓવર બાદ પંજાબનો સ્કોર 75/3
પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ પડી, શોર્ટ 36 રન બનાવી આઉટ થયો. કોલકત્તાની સામેની મેચમાં હેટ્રિક વિકેટ લેનાર રાશિદ ખાને ગુજરાતને આ મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. 7 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 59/3
પંજાબ કિંગ્સ તરફથી રાજાપક્ષે 2 રન અને શોર્ટ 35 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.6 ઓવર બાદ પંજાબનો સ્કોર 52/2
પંજાબ કિંગ્સ તરફથી રાજાપક્ષે 1 રન અને શોર્ટ 22 રન સાથે રમી રહ્યાં છે. જોસેફની ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળ્યો. આજની મેચનો પ્રથમ સિક્સર શોર્ટની બેટથી જોવા મળી.
પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી, કેપ્ટન શિખર ધવન 8 રન બનાવી આઉટ. 3.2 ઓવર બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 29/2
મોહમ્મદ શમીની ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. હાલમાં પંજાબ તરફથી શિખર ધવન 8 રન અને શોર્ટ 18 રન સાથે રમી રહ્યાં છે. 3 ઓવર બાદ પંજાબનો સ્કોર 27/1
2 ઓવર બાદ પંજાબનો સ્કોર 16/1. બીજી ઓવરમાં પંજાબ તરફથી 2 ચોગ્ગા જોવા મળ્યા હતા. આ ચોગ્ગા કેપ્ટન શિખર ધવને ફટકાર્યા હતા. તે આઈપીએલ 2023માં સૌથી વધારે ચોગ્ગા ફટકારનાર ખેલાડીઓની લિસ્ટમાં હાલમાં નંબર 1 પર છે.
પંજાબની પ્રથમ વિકેટ પડી, બોલર શમીની પ્રથમ ઓવરની બીજી બોલ પર પ્રભાસિમરન 0 રન બનાવી આઉટ થયો, રાશિદ ખાને કેચ પકડીને ગુજરાતે પ્રથમ સફળતા અપાવી. પ્રથમ ઓવરમાં 2 ચોગ્ગા પણ જોવા મળ્યા હતા. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 8/1
🚨 Team Updates 🚨
A look at the two sides for the #PBKSvGT contest👌👌
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL pic.twitter.com/44i7o1bOaa
— IndianPremierLeague (@IPL) April 13, 2023
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરન, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, ઋષિ ધવન, અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સના સંભવિત ઈમ્પેક્ટ પ્લેયર્સ : સિકંદર રઝા, હરપ્રીત સિંહ ભાટિયા, રાહુલ ચાહર, અથર્વ તાઈડે, ગુરનૂર બ્રાર
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), શુભમન ગિલ, સાઇ સુધરસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ
ગુજરાત ટાઇટન્સ સંભવિત ઈમ્પેક્ટ પ્લેયર્સ : વિજય શંકર, શિવમ માવી, જયંત યાદવ, અભિનવ મનોહર, શ્રીકર ભારત
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to bowl first against @PunjabKingsIPL.
Follow the match ▶️ https://t.co/qDQuP8ecgd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jM5STYICl6
— IndianPremierLeague (@IPL) April 13, 2023
ગુજરાત ટાઈટન્સને કેપ્ટન હાર્દિક પંડયાની આજની મેચથી વાપસી થઈ છે. તેણે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. શિખર ધવનના નેતૃત્વવાળી પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળશે.
ગુજરાત ટાઈટન્સની ટીમને અમદાવાદમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે છેલ્લી બોલ પર હારનો સામનો કરવો પડયો હતો. જ્યારં પંજાબ કિંગ્સે હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડયો હતો. બંને ટીમની આઈપીએલ 2023ની આ પ્રથમ હાર હતી.
આઈપીએલની 16મી સિઝનમાં રોમાંચક મેચ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી દરેક મેચનો નિર્ણય છેલ્લા બોલ પર જોવા મળી રહ્યો છે. આજે આઈપીએલ 2023ની 18મી મેચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાતની ટીમ 3 મેચમાં 2 જીત સાથે હાલમાં પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ 3 મેચમાં 1 હાર સાથે છઠ્ઠા ક્રમે છે. આ બંને ટીમો પોતાની છેલ્લી મેચ હારી છે.
Published On - 5:59 pm, Thu, 13 April 23