IPL 2023 માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કરમાં જીત મેળવનારી ટીમ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2023 Final માં રમશે. ગુજરાત બીજી વાર ચેમ્પિયન બનવા ફાઈનલમાં પહોંચવાનો ઈરાદો રાખશે, જ્યારે મુંબઈ છઠ્ઠી વાર ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનવા માટે ફાઈનલની ટિકિટ મેળવવા દમ લગાવશે. ગુજરાત સિઝનની સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચી છે, જ્યારે મુંબઈની ટીમ સંઘર્ષ કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યુ છે.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી
છત્તીસગઢના બરગાંવ નજીક સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. બરગાંવ નજીકના જંગલોમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અડધા કલાક સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો.સર્ચ ઓપરેશનમાં BSFની પાર્ટી નીકળી હતી. એસપી શલભ સિન્હાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે
16મી ઓવરમાં રાશિદ ખાને ટિમ ડેવિડની વિકેટ ઝડપી હતી. આ સાથે જ મુંબઈની આશાઓ સમાપ્ત થઈ જવા તરફ હોય એમ લાગ્યુ હતુ. આ 7મી વિકેટ હતી.
મોહિતની કમાલની બોલિંગ. ઓવરમાં વધુ એક વિકેટ મોહિતે ઝડપી છે. વિષ્ણું વિનોદેને મોહિતે હાર્દિક પંડ્યાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. તેણે માત્ર 5 જ રન નોંધાવ્યા હતા.
15મી ઓવરમાં બીજા બોલ પર સૂર્યાએ છગ્ગો જમાવ્યા બાદ આગળના બોલ પર સૂર્યાએ વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યાને મોહિતે બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. મોહિતે આ ટર્નિંગ પોઈન્ટ વાળી વિકેટ ઝડપી હતી. સૂર્યાએ 61 રન નોંધાવ્યા હતા.
લિટીલ 14મી ઓવર લઈને આવ્યો હતો. સૂર્યાએ કમાલનો શોટ લગાવ્યો હતો અને બોલને ખૂબ ઉંચે હવામાં મોકલીને છગ્ગાના રુપમાં મોકલ્યો હતો. સૂર્યાએ આ સાથે જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી.
લિટલ ગ્રીન મેચમાં પોતાની પ્રથમ ઓવર મુંબઈ સામેની 12મી ઓવરના રુપમાં લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર જ કેમરન ગ્રીનને પોતાનો શિકાર બનાવ્યો હતો. ગ્રીન 30 રન નોંધાવી પરત ફર્યો હતો.
રાશિદ ખાન 10મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં સૂર્યકુમાર યાદવે બે સળંગ ચોગ્ગા શરુઆતમાં અને બાદમાં કેમરન ગ્રીને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આમ 15 રન નિકાળવામાં સૂર્યા અને ગ્રીન સફળ રહ્યા હતા. આ સાથે જ ઓવરમાં મુંબઈને 100 રનનો આંકડો પાર કરી લીધો હતો.
પાવર પ્લેના અંતિમ બોલ પર રાશિદ ખાને વિકેટ ઝડપી છે. રાશિદ મેચમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. તિલક સ્વીપ કરવાના ચક્કરમાં પોતાની વિકેટ ક્લીન બોલ્ડ થઈને ગુમાવી બેઠો હતો. તીલકે 14 બોલનો સામનો કરીને 43 રન નોંધાવ્યા હતા.
રોહિત શર્મા સસ્તામાં વિકેટ ગુમાવીને પરત થયો હતો. શમીએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્રીજી ઓવરના બીદા બોલ પર લેગ સાઈડમાં મારવા જતા ફાઈન લેગમાં ફિલ્ડરના હાથમાં કેચ ઝડપાયો હતો. 8 રન નોંધાવીને રોહિત શર્મા પરત ફર્યો હતો.
કેમરન ગ્રીનને બીજી ઓવરના પાંચમાં બોલ પર કોણી પાસે બોલ વાગ્યો હતો. જેને લઈ તે ખૂબ જ દર્દમાં જણાતો હતો. ટીમના ફિઝીયો મેદાનમાં આવ્યા હતા અને તે બહાર થયો હતો.
મોહમ્મદ શમીએ મોટી વિકેટ પ્રથમ ઓવરમાં જ ઝડપી લીધી છે. નેહલ વઢેરાને તેણે સસ્તામાં જ નિપટાવી લીધો છે. શમીએ તેને સાહાના હાથમાં કેચ ઝડપાવીને પરત મોકલ્યો છે. વઢેરાએ 4 રન નોંધાવ્યા હતા.
રોહિત શર્મા અને નેહલ વઢેરાના રુપમાં મુંબઈ ઈન્ડિયન્સની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી. બંનેએ રમતની શરુઆત કરી હતી. મોહમ્મદ શમી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરના ચોથા બોલે વઢેરાએ ચોગ્ગો ફટકાર્યો હતો.
ગુજરાત ઘર આંગણે જીત મેળવીને ફાઈનલમાં પહોંચવા માટે પૂરી તાકાત બેટિંગમાં અપનાવી હતી. શાનદાર ફોર્મમાં સિઝનમાં ચાલી રહેલા યુવા ઓપનર શુભમન ગિલે આતશી સદી નોંધાવી હતી. મુંબઈ સામે ફાઈનલની ટિકિટ માટે 234 રનનુ લક્ષ્ય ગુજરાતે ખડક્યુ હતુ. અંતિમ ઓવરના અંતિમ બોલ પર હાર્દિકે છગ્ગો ફટકાર્યો હતો.
સાંઈ સુદર્શન પોતાની અડધી સદીની નજીક પહોંચ્યો હતો. પરંતુ તેણે ટીમના હિત માટે થઈને રિટાયર્ડ હર્ટ થઈ જવાનો નિર્ણય કર્યો હતો. સુદર્શને 43 રન 31 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
ગુજરાત ટાઈટન્સે મોટો સ્કોર નોંધાવ્યો છે. 18મી ઓવરમાં જ સ્કોર 200 ને સ્પર્શ્યો છે. શુભમન ગિલની સદીની મદદ વડે આ વિશાળ સ્કોર મુંબઈ સામે નોંધાવ્યો છેય. હજુ 14 બોલની રમત બાકી છે.
17મી ઓવરના પાંચમાં બોલ પર આકાશ મેઘવાલે શુભમન ગિલની મોટી વિકેટ ઝડપી છે. મેઘવાલના બોલ પર હેલિકોપ્ટર શોટ જમાવવાના ચક્કરમાં ડીપ મિડ વિકેટ પર ડેવિડે તેનો કેચ ઝડપ્યો હતો. ગિલે 60 બોલનો સામનો કરીને 129 રન નોંધાવ્યા હતા. સિઝનમાં તેણે ત્રીજી સદી નોંધાવી હતી.
15 મી ઓવરની શરુઆતે જ શુભમન ગિલે સિંગલ રન લઈને પોતાની સદી પુરી કરી હતી. ગિલે આગળ બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને તોફાની રમત જારી રાખી હતી. ગિલે 10 છગ્ગા ઈનીંગમાં જમાવ્યા છે.
અંતિમ 2 ઓવરમાં 5 છગ્ગા શુભમન ગિલે નોંધાવ્યા છે. આકાશ મેઘવાલની ઓવરમાં ત્રણ શાનદાર છગ્ગા જમાવ્યા હતા. જ્યારે પિયૂષ ચાવલાની ઓવરમાં 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યા હતા.
આકાશ મેઘવાલ 12મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર ઓપનર શુભમન ગિલે સળંગ બે છગ્ગા જમાવ્યા હતા. આ સાથે જ ગુજરાતનો સ્કોર 100 રનને પાર થઈ ગયો હતો. ઓવરમાં ગિલે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને મોટી ઓવર ગુજરાત માટે આવી હતી.
10મી ઓવરમાં શુભમન ગિલે ત્રીજા બોલને ફ્લિક કરીને સ્ક્વેર લેગ તરફ મોકલ્યો હતો. આ સાથે જ ગિલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગિલ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેણે ગુજરાતને સારી શરુઆત અપાવી છે.
A GILL-IANT FIFTY! 💙👊🏼#GT – 83/1 (9.3 overs)#GTvMI | #PhariAavaDe | #TATAIPL 2023 | #Qualifier2 pic.twitter.com/Hds9ZPniwu
— Gujarat Titans (@gujarat_titans) May 26, 2023
પિયૂષ ચાવલા આવ્યો છે એટેક પર અને પોતાનો કામ જે મુંબઈને જરુર હતુ એ તેણે કરી લીધુ છે. ચતુરાઈ પૂર્વકના બોપલ રિદ્ધીમાન સાહા આગળ આવતા ચકમો આપ્યો હતો અને ઈશાન કિશને ચપળતા પૂર્વક સ્ટંપિંગ કરીને વિકેટ ઝડપી હતી.
Clever Chawla gets the opening wicket for Mumbai Indians 😎
Wriddhiman Saha is out stumped for 18.
Follow the match ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/8N24L6GUZr
— IndianPremierLeague (@IPL) May 26, 2023
પ્લેઓફની અંતિમ ઓવર લઈને જોર્ડન આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર ગિલે છગ્ગો અને આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ગુજરાતે પાવર પ્લેમાં વિના વિકેટ ગુમાવીને સ્કોર 50 રન નોંધાવ્યો હતો.
ફાફ ડુ પ્લેસીને પાછળ છોડીને સિઝનમાં સૌથી વધુ રન શુભમન ગિલે નોંધાવ્યા છે. મુંબઈ સામે 9 રન નોંધાવતા જ તેણે ડુપ્લેસીને પાછળ થોડી દીધો છે અને હવે ઓરેન્જ કેપ પોતાના માથા પર સજાવશે. ગીલે ચોગ્ગો ફટકારીને આ મહત્વના આંકડાને પાર કર્યો હતો.
de tu mohe
7️⃣3️⃣1️⃣ and counting! @ShubmanGill | #GTvMI | #PhariAavaDe | #TATAIPL 2023 Playoffs | #Qualifier2 pic.twitter.com/FisoNeqUog
— Gujarat Titans (@gujarat_titans) May 26, 2023
શાનદાર ફોર્મમાં રહેલ ગુજરાત ટાઈટન્સનો યુવા ઓપનર શુભમન ગિલ અને રિદ્ધીમાન સાહાના રુપમાં ઓપનિંગ જોડી મેદાનમાં આવી છે. મેચ 30 મિનિટ મોડી શરુ થઈ છે. મુંબઈ તરફથી પ્રથમ ઓવર લઈને જેસન બેહરનડોર્ફ આવ્યો છે.
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી
#! ⚡
Here’s our Playing 1️⃣1️⃣ for this intriguing contest! ⭐@Dream11 | #GTvMI | #PhariAavaDe | #TATAIPL 2023 Playoffs pic.twitter.com/K1DXakYpwe
— Gujarat Titans (@gujarat_titans) May 26, 2023
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ
Here’s your BIG GAME XI!
Paltan, aaj full power support chahiye. #OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @Dream11 pic.twitter.com/EB0Une8rN7
— Mumbai Indians (@mipaltan) May 26, 2023
7.45 PM એ ટોસ થયો હતો અને રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ ગુજરાત ટાઈટન્સ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરશે.
🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @gujarat_titans in Ahmedabad.
Follow the match ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/BdK4DQl7Qr
— IndianPremierLeague (@IPL) May 26, 2023
અમદાવાદમાં ક્વોલિફાયર-2 મેચ 8 વાગ્યે શરુ થશે. આ માટે 7.45 કલાકે ટોસ ઉછાળવામાં આવશે. વરસાદ રોકાઈ ગયા બાદ પવન ફૂંકાઈ રહ્યો છે.
UPDATE:
👉Toss to take place at 7:45PM IST
👉Start of Play at 8 PM IST#TATAIPL | #Qualifier2 | #GTvMI https://t.co/cIJJSar5Oy— IndianPremierLeague (@IPL) May 26, 2023
અમદાવાદમાં વરસાદી માહોલને લઈ ક્વોલિફાયર-2 મેચ નો ટોસ થઈ શક્યો નથી. 7.20 વાગ્યે મેદાનનુ નિરીક્ષણ કરવામાં આવશે. 7.45 એ ટોસ થઈ શકે છે અને 8.00 વાગે મેચ શરુ થઈ શકે છે. આ પહેલા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ વરસાદી માહોલ થતા ક્રિકેટ ચાહકો ચિંતામાં મૂકાયા હતા.
Good news from Ahmedabad 😃#OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/7L4OBruNEY
— Mumbai Indians (@mipaltan) May 26, 2023
It’s raining in Motera Narendra Modi Stadium….👌🏻#GTvMI #GTvsMI #MIvsGT #MIvGT #IPL #Qualifier2 #IPL2023Final #IPL2023 #Cricket pic.twitter.com/nLPKi8T9kL
— Akash Rajput ✪ (@imARajput_66) May 26, 2023
અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ પર કવર્સ લગાવી દેવામાં આવ્યા હતા. આકાશમાં વાતાવરણ બદલાયેલુ છે અને મેચ નિયત સમયે શરુ થાય એ માટે ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે.
It’s raining in Ahemdabad. [Star Sports] pic.twitter.com/62qDGmdgf6
— Johns. (@CricCrazyJohns) May 26, 2023
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ ક્રિકેટના ચાહકોને ચિંતા છવાઈ છે.
जा रे जा रे पावसा 🌧️🙏
— Mumbai Indians (@mipaltan) May 26, 2023
Published On - 6:31 pm, Fri, 26 May 23