અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની 44મી મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની આ મેચ જોવા માટે ઘણા ઓછા દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સની ટીમે 8 વિકેટના નુકશાન સાથે 130 રન બનાવ્યા હતા.
આ લો સ્કોરિંગ મેચમાં લાગી રહ્યું હતું કે ગુજરાતની ટીમ સરળતાથી આ ટાર્ગેટ ચેઝ કરી લેશે. પરતું શરુઆતમાં ગુજરાતના ખેલાડીઓ વિકેટો પડવા લાગી હતી. એક સમયે 7 ઓવરમાં 31 રન પર ગુજરાતની 4 વિકેટ પડી હતી. કેપ્ટન હાર્દિક પંડયા અને અભિનવ મનોહરે ગુજરાતની ઈનિંગ સંભાળી હતી. છેલ્લી 2 ઓવરમાં જીત માટે 33 રનની જરુર હતી. અંતિમ ઓવરોમાં રાહુલ તેવટિયાએ 3 શાનદાર સિક્સર ફટકારી મેચ રોમાંચક બનાવી હતી. ઈશાંત શર્માની શાનદાર બોલિંગને કારણે ગુજરાતની ટીમ 5 રનથી મેચ હાર્યુ હતું.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. મોહિત શર્માએ 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સની ટીમ તરફથી રિદ્ધિમાન સાહાએ 0 રન, શુભમન ગિલે 6 રન, હાર્દિક પંડયાએ 59 રન, વિજય શંકરે 6 રન, ડેવિડ મિલરે 0 રન, અભિનવ મનોહરે 26 રન, રાહુલ તેવટિયાએ 20 રન અને રાશિદા ખાને 3 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી પ્રથમ ઈનિંગમાં શોલ્ટે 0 રન, ડેવિડ વોર્નરે 2 રન, પ્રિયમ ગર્ગે 10 રન, રાઉસલે 8 રન, મનિષ પાંડેએ 1 રન, અક્ષર પટેલે 27 રન, અમન ખાને 51 રન, રિપલ પટેલે 23 રન અને એનરિચે 3 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 5 સિકસર અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હી કેપિટલ્સમાંથી એક માત્ર અમન ખાને ફિફટી ફટકારી હતી. રિપલ પટેલ, અમન ખાન અને અક્ષર પટેલની બેટિંગની મદદથી દિલ્હી કેપટિલ્સની ટીમ 100 રની ઉપરનો ટાર્ગેટ આપી શકી હતી. અમન ખાને 2 ખેલાડીઓ અક્ષર પટેલ અને રિપલ પટેલ સાથે 50-50 રનની પાર્ટનરશિપ કરી હતી.બીજી ઈનિંગમાં ખાલિદ અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે નોર્ટેજ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
5 રનથી દિલ્હી કેપિટલ્સની જીત
અંતિમ ઓવરમાં રાહુલ તેવટિયા 20 રન બનાવી આઉટ થયો હતો. અંતિમ 2 બોલમાં જીત માટે 9 રનની જરુર.
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 56 રન અને તેવતિયા 20 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 6 બોલમાં 12 રનની જરુર. આ ઓવરમાં તેવટિયાએ 3 શાનદાર સિક્સર ફટકારી.19 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 119/5
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 53 રન અને તેવતિયા 26 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 12 બોલમાં 33 રનની જરુર. આ ઓવરમાં અભિનવ મનોહર 26 રન બનાવી આઉટ. 18 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 98/5
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 51 રન અને અભિનવ મનોહર 26 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 18 બોલમાં 37 રનની જરુર. જીત માટે હવે દરેક ઓવરમાં 12થી વધુ રનની જરુર રહેશે. 17 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 94/4
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 49 રન અને અભિનવ મનોહર 23 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 24 બોલમાં 42 રનની જરુર. જીત માટે દરેક ઓવરમાં 10થી વધુ રનની જરુર રહેશે.16 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 89/4
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 42 રન અને અભિનવ મનોહર 21 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 30 બોલમાં 52 રનની જરુર. જીત માટે દરેક ઓવરમાં 10થી વધુ રનની જરુર રહેશે. 15 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 79/4
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 36 રન અને અભિનવ મનોહર 19 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 36 બોલમાં 60 રનની જરુર. 14 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 71/4. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 30 રન અને અભિનવ મનોહર 17 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 42 બોલમાં 68 રનની જરુર. જીત માટે દરેક ઓવરમાં 9થી વધુ રનની જરુર રહેશે. 13 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 63/4
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 24 રન અને અભિનવ મનોહર 11 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 60 બોલમાં 82 રનની જરુર. 10 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 49/4. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી.
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 22 રન અને અભિનવ મનોહર 10 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 65 બોલમાં 86 રનની જરુર.9 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 39/4
ગુજરાત ટાઈટન્સની ચોથી વિકેટ પડી, કુલદીપ યાદવની ઓવરમાં બેસ્ટ ફિનિસર ડેવિડ મિલર 0 રન બનાવી આઉટ થયો. 7 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 33/4
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 18 રન અને ડેવિડ મિલર 0 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 6 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 31/3. જીત માટે 84 બોલમાં 100 રનની જરુર.
ઈશાંત શર્માની ઓવરમાં વિજય શંકર 6 રન બનાવી આઉટ થયો છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો હતો. 5 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 23/3
એનરિચ નોર્ટજેની ઓવરમાં શુભમન ગિલ કેચ આઉટ થયો છે. આ સાથે ગુજરાત ટાઈટન્સની બીજી વિકેટ પડી છે. દિલ્હી કેપિટલ્સની ટીમે 131 રનનો ટાર્ગેટ મળ્યો છે.
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 12 રન અને શુભમન ગિલ 6 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં પંડયાએ 3 ચોગ્ગા ફટકાર્યા. 3 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 18/1
ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 0 રન અને શુભમન ગિલ 6 રન સાથે રમી રહ્યાં છે. ઈશાંત શર્માની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 2 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર – 6/1
ખલિલ અહેમદની ઓવરમાં ગુજરાતની પ્રથમ વિકેટ પડી. રિદ્ધિમાન સાહા 0 રનના સ્કોર પર આઉટ થયો છે. 1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 0/1. ખલિલ અહેમદે બીજી ઈનિંગની પ્રથમ ઓવર મેડન નાંખી.
દિલ્હી કેપિટલ્સની ટીમે રિપલ પટેલ, અમન ખાન અને અક્ષર પટેલની બેટિંગની મદદથી 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 20 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 130/8
અમન ખાન 51 રન બનાવી કેચ આઉટ થયો હતો. 19 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 127/7
યુવા બેટર અમન ખાને 42 બોલમાં ફિફટી ફટકારી છે. 18 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 119/6. દિલ્હી તરફથી રિપલ પટેલ 15 રન અને અમન ખાન 51 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી.
દિલ્હી તરફથી રિપલ પટેલ 14 રન અને અમન ખાન 40 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા હતા. દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100 રનને પાર થયો. 17 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 107/6
દિલ્હી તરફથી રિપલ પટેલ 3 રન અને અમન ખાન 35 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 16 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 91/6
મોહિત શર્માની ઓવરમાં અક્ષર પટેલ 27 રન બનાવી કેચ આઉટ થયો છે. રાશિદ ખાને કેચ પકડી ટીમને છઠ્ઠી સફળતા અપાવી હતી. અમન ખાન અને અત્રર પટેલ વચ્ચે 50 રનની પાર્ટનશીપ થઈ હતી. 14 ઓવર બાદ દિલ્હીનો સ્કોર – 73/6
દિલ્હી તરફથી અક્ષર પટેલ 19 રન અને અમન ખાન 24 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 13 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 68/5
દિલ્હી તરફથી અક્ષર પટેલ 17 રન અને અમન ખાન 13 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 10 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 54/5
દિલ્હી તરફથી અક્ષર પટેલ 7 રન અને અમન ખાન 11 રન સાથે રમી રહ્યાં છે. આ અમન ખાને એક સિક્સર ફટકારી હતી. 8 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 40/5
દિલ્હી તરફથી અક્ષર પટેલ 6 રન અને અમન ખાન 4 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં અક્ષર પટેલે એક ચોગ્ગો ફટકાર્યો. 7 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 32/5
પ્રિયમ ગર્ગ 10 રનના સ્કોર પર કેચ આઉટ થયો છે. શમીની ઓવરમાં ચોથી વિકેટ પડી. રિદ્ધિમાન સાહાએ આજે ત્રીજો કેચ પકડીને ટીમને સફળતા અપાવી. 5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 23/5
શમીની ઓવરમાં દિલ્હી કેપિટલ્સની ચોથી વિકેટ પડી. મનિષ પાંડેનો શાનદાર કેચ રિદ્ધિમાન સાહાએ પકડયો હતો.
મોહમ્મદ શમીએ આજે બીજી વિકેટ લીધી છે. 8 રન પર રોસોઉવ કેચ આઉટ થયો છે. 16 રનના સ્કોર પર દિલ્હીની ત્રીજી વિકેટ પડી છે. રિદ્વિમાન સાહાએ વિકેટકીપર તરીકે 100મી વિકેટ લીધી છે. તે આવુ કરનાર ત્રીજો વિકેટકીપર બન્યો છે.
હાર્દિક પંડયાની ઓવરમાં રાશિદ ખાને દિલ્હીના કેપ્ટન વોર્નર રન આઉટ થયો છે. તે નો બોલ પર રન આઉટ થયો છે. 2 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 15/2
પ્રથમ ઈનિંગની પ્રથમ બોલ પર વિકેટ જોવા મળી. દિલ્હી કેપિટલ્સનો ઓપનર શોલ્ટ 0 રન બનાવી કેચ આઉટ થયો છે. શમીએ પ્રથમ ઓવરમાં જ ગુજરાતની સફળતા અપાવી છે. 1 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર – 5/1
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મનીષ પાંડે, રિલી રોસો, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, અમન હાકિમ ખાન, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઇશાંત શર્મા
દિલ્હી કેપિટલ્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : ખલીલ અહેમદ, લલિત યાદવ, યશ ધુલ, પ્રવીણ દુબે, અભિષેક પોરેલ
ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ
ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ: શુભમન ગિલ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત, સાઈ સુદર્શન, શિવમ માવી
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss & elect to bat first against @gujarat_titans.
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #DCvGT pic.twitter.com/PwyhnFUFbY
— IndianPremierLeague (@IPL) May 2, 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીત્યો છે. ટોસ જીતીને આ ટીમે પહેલા બેટિંગ પસંદ કરી છે. આઈપીએલ 2023માં ઘણા ઓછા કેપ્ટનોએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ માટે આ સિઝનની શરુઆત ખુબ ખરાબ રહી હતી. શરુઆતમાં આ ટીમ સતત 5 મેચ હારી હતી. ત્યાર બાદ સતત 2 જીત બાદ છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સની ફરી હાર થઈ હતી. પ્લેઓફની મેચમાં બની રહેવા માટે દિલ્હી કેપિટલ્સની ટીમે બાકીની 6 મેચમાં જીત મેળવી જરુરી છે.
ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે. આ મેચની શરુઆત 7.30 કલાકે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે હજારો દર્શકો પહોંચી રહ્યાં છે.
પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 8 મેચમાં 6 જીત-2 હાર અને 12 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ 8 મેચમાં 2 જીત-6 હાર અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે.
આઈપીએલ ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 2 વાર ટક્કર થઈ છે. જેમાં બંને મેચમાં ગુજરાત ટાઈટન્સની જીત થઈ છે. છેલ્લી 5 મેચમી વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ છેલ્લી 5માંથી 4 મેચ જીત્યું છે. તેણે ગઈ મેચમાં જીતની હેટ્રિક કરી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ છેલ્લી 5માંથી 3 મેચ હારી છે. આજે બંને ટીમો વચ્ચે વર્ચસ્વની લડાઈ થશે. ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 બની રહેવા ઉતરશે અને દિલ્હી કેપિટલ્સની ટીમ ટુર્નામેન્ટમાં પ્લેઓફની મેચમાં તકી રહેવા માટે ઉતરશે.
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. આઈપીએલ 2023ની આ 44મી મેચ હશે, જ્યારે ગુજરાત-દિલ્હીની આ સિઝનની બીજી ટક્કર હશે. આ પહેલા દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સની ટીમે જીત મેળવી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરના નેતૃત્વમાં દિલ્હીની ટીમ હિસાબ બરાબર કરવા માટે ઉતરશે.
Published On - 6:09 pm, Tue, 2 May 23