IPL 2023 Video : 104 દિવસ બાદ રિષભ પંતની ક્રિકેટ સ્ટેડિયમમાં વાપસી, દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા પહોંચ્યો

|

Apr 04, 2023 | 8:42 PM

આજે સાંજે 7 કલાકે આ મેચનો ટોસ થયો છે જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.  આજની મેચ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય યુવા ક્રિકેટર રિષભ પંત પણ પહોંચ્યો હતો. તેના ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

IPL 2023 Video : 104 દિવસ બાદ રિષભ પંતની ક્રિકેટ સ્ટેડિયમમાં વાપસી, દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા પહોંચ્યો
Rishabh Pant

Follow us on

આઈપીએલ 2023ની સાતમી મેચ આજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. આજે સાંજે 7 કલાકે આ મેચનો ટોસ થયો છે જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.  આજની મેચ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય યુવા ક્રિકેટર રિષભ પંત પણ પહોંચ્યો હતો. તેના ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

રિષભ પંત છેલ્લે 22 ડિસેમ્બર, 2022 ના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ સમયે ક્રિકેટ મેદાન પર દેખાયો હતો. તેના થોડા દિવસ બાદ એટલે કે 30 ડિસેમ્બર, 2022ના રોજ તેનો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર હતો. હાલમાં તેની સારવાર ચાલી રહી છે અને તે ઝડપથી સાજો પણ થઈ રહ્યો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ રહ્યો રિષભ પંતનો વીડિયો

 

 

 

 

 

 

 

 

આ મેચથી દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની આઈપીએલમાં વાપસી થઈ છે.અત્યાર સુધી સાઉથ આફ્રિકાના ખેલાડીઓ IPL-2023માં જોવા મળતા ન હતા કારણ કે તેઓ નેધરલેન્ડ સામે ODI સિરીઝ રમી રહ્યા હતા, આજની મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વાપસી કરી છે.દિલ્હીને છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સિઝનમાં દિલ્હીની કમાન ડેવિડ વોર્નરના હાથમાં છે.ગુજરાતને પણ પહેલી જીત બાદ મોટો આંચકો લાગ્યો હતો. વિલિયમસનના ઘૂંટણમાં પ્રથમ મેચમાં ઈજા થઈ હતી.  ટીમનો સ્ટાર ખેલાડી કેન વિલિયમસન ઘરે જવા રવાના થઈ ગયો છે. જો કે આટલા મોટા આંચકા છતાં ગુજરાતની ટીમ ઘણી મજબૂત છે.

આ ફોટો પણ થયો હતો વાયરલ

 

લખનઉ સુપર જાયન્ટસ સામેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંતની યાદમાં આ જર્સી ડગઆઉટમાં મૂકી હતી. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું હતુ કે તે હંમેશા અમારા ડગઆઉટમાં. હંમેશા અમારી ટીમમાં. આ ફોટો યુઝર્સને ખુબ પસંદ આવ્યો હતો. આજે સ્ટેડિયમમાં પંતને જોઈને ફેન્સ વધારે ખુશ થયા છે અને તેની રિકવરીની પ્રાર્થના કરી રહ્યાં છે.

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 


ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ, રિદ્ધિમાન સાહા

દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, અભિષેક પોરેલ, એનરિચ નોરખિયા, રિલે રુસો, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ

પોઈન્ટસ ટેબલનો હાલ

                                                                          IPL 2023 Points Table

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રનરેટ પોઈન્ટ
1 રાજસ્થાન રોયલ્સ 1 1 0 3.6 2
2 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 1 1 0 1.981 2
3 લખનૌ સુપર જાયન્ટ્સ 2 1 1 0.95 2
4 ગુજરાત ટાઈટન્સ 1 1 0 0.514 2
5 પંજાબ કિંગ્સ 1 1 0 0.438 2
6 ચેન્નાઈ સુપર કિંગ્સ 2 1 1 0.036 2
7 કોલકાતા નાઈટ રાઈડર્સ 1 0 1 0.438 0
8 મુંબઈ ઈન્ડિયન્સ 1 0 1 1.981 0
9 દિલ્હી કેપિટલ્સ 1 0 1 2.5 0
10 સનરાઈઝર્સ હૈદરાબાદ 1 0 1 3.6 0

 

ગુજરાત ટાઈટન્સની ટીમ 2 પોઈન્ટ સાથે હાલમાં પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. આજે જીત મેળવી 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે આવી શકે છે. દિલ્હી કેપિટલસ હાલમાં 0 પોઈન્ટ સાથે 9માં ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ આજે પ્રથમ જીતની શોધમાં હશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચા, IPL 2023, ફૂટબોલ, ટેનિસ ,ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 8:20 pm, Tue, 4 April 23

Next Article