IPL 2023 Breaking News : હાર્દિક પંડયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની થઈ વાપસી

GT vs DC IPL 2023 Live Updates : આઈપીએલ 2023ની સાતમી મેચ આજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આજે સાંજે 7 કલાકે આ મેચનો ટોસ થયો છે.

IPL 2023 Breaking News : હાર્દિક પંડયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની થઈ વાપસી
GT vs DC IPL 2023
| Edited By: | Updated on: Apr 04, 2023 | 7:29 PM

આઈપીએલ 2023ની સાતમી મેચ આજે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આજે સાંજે 7 કલાકે આ મેચનો ટોસ થયો છે જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. દિલ્હી કેપિટલ્સની આ મેચમાં પહેલા બેટિંગ કરતી જોવા મળશે. આજની મેચ સાંજે 7.30 કલાકે શરુ થશે. આ મેચથી દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની આઈપીએલમાં વાપસી થઈ છે.

અત્યાર સુધી સાઉથ આફ્રિકાના ખેલાડીઓ IPL-2023માં જોવા મળતા ન હતા કારણ કે તેઓ નેધરલેન્ડ સામે ODI સિરીઝ રમી રહ્યા હતા, આજની મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વાપસી કરી છે.દિલ્હીને છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં દિલ્હીની કમાન ડેવિડ વોર્નરના હાથમાં છે.ગુજરાતને પણ પહેલી જીત બાદ મોટો આંચકો લાગ્યો હતો. વિલિયમસનના ઘૂંટણમાં પ્રથમ મેચમાં ઈજા થઈ હતી.  ટીમનો સ્ટાર ખેલાડી કેન વિલિયમસન ઘરે જવા રવાના થઈ ગયો છે. જો કે આટલા મોટા આંચકા છતાં ગુજરાતની ટીમ ઘણી મજબૂત છે.

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 


ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ, રિદ્ધિમાન સાહા

દિલ્હી કેપિટલ્સ: ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, અભિષેક પોરેલ, એનરિચ નોરખિયા, રિલે રુસો, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ

ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સનો હેડ ટુ હેડ રેકોર્ડ

બંને ટીમો માત્ર એક જ વખત એકબીજા સામે રમી છે. ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 14 રનના માર્જિનથી હરાવ્યું હતું. IPL 2022ની 10મી મેચ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ પુણેમાં રમાઈ હતી. 2 એપ્રિલ, 2022માં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સે 14 રનથી જીત મેળવી હતી.

અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે IPLના આંકડા

 


સ્પિનરો અને પેસરો બંને માટે આ પિચ સારી છે, કારણ કે અહીં સ્પિનરોની એવરેજ 29.3 છે અને 23.5નો સ્ટ્રાઈક રેટ છે જ્યારે પેસરોની એવરેજ 30 અને સ્ટ્રાઈક 22.3 છે. બોલિંગ કટર અને ધીમી બોલિંગની કુશળતા ધરાવતા પેસરો આ ચોક્કસ પિચ પર સફળ થયા છે. આ સ્ટેડિયમાં 77 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાંથી ટાર્ગેટ ચેઝ કરનારી ટીમનો 42 વાર વિજય થયો છે. જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમો 34 વખત જીતી છે. છે. એક રમત પરિણામ વિના સમાપ્ત થઈ હતી. દિલ્હી કેપિટલ્સે આ સ્થળ પર રમાયેલી 70 મેચોમાંથી 30 જીતી છે જ્યારે ગુજરાત ટાઇટન્સ આ મેદાન પર રમવાનું બાકી છે.

પોઈન્ટસ ટેબલનો હાલ

                                                                          IPL 2023 Points Table

ક્રમ ટીમ મેચ જીત હાર નેટ રનરેટ પોઈન્ટ
1 રાજસ્થાન રોયલ્સ 1 1 0 3.6 2
2 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 1 1 0 1.981 2
3 લખનૌ સુપર જાયન્ટ્સ 2 1 1 0.95 2
4 ગુજરાત ટાઈટન્સ 1 1 0 0.514 2
5 પંજાબ કિંગ્સ 1 1 0 0.438 2
6 ચેન્નાઈ સુપર કિંગ્સ 2 1 1 0.036 2
7 કોલકાતા નાઈટ રાઈડર્સ 1 0 1 0.438 0
8 મુંબઈ ઈન્ડિયન્સ 1 0 1 1.981 0
9 દિલ્હી કેપિટલ્સ 1 0 1 2.5 0
10 સનરાઈઝર્સ હૈદરાબાદ 1 0 1 3.6 0

 

ગુજરાત ટાઈટન્સની ટીમ 2 પોઈન્ટ સાથે હાલમાં પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. આજે જીત મેળવી 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે આવી શકે છે. દિલ્હી કેપિટલસ હાલમાં 0 પોઈન્ટ સાથે 9માં ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ આજે પ્રથમ જીતની શોધમાં હશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચા, IPL 2023, ફૂટબોલ, ટેનિસ ,ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 7:04 pm, Tue, 4 April 23