
હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમે ગત સિઝનમાં ધમાકેદાર એન્ટ્રી આઈપીએલ માં કરી હતી. પ્રથમ જ સિઝનમાં મેદાને ઉતરતા જ સીધી ટ્રોફી જીતી લીધી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ ફરી એકવાર આગામી સિઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કારણ કે ગુજરાતે ફરી એકવાર દમદાર ટીમ સજાવી લીઘી છે. કેન વિલિયમસનને ગુજરાતની ટીમે પોતાની સાથે જોડી લીધો છે. સૌથી પહેલો ખેલાડી વિલિયમસનના રુપમાં ગુજરાતે ખરીદ્યો છે.
ગુજરાત ટાઈટન્સની ટીમ આ વખતે પણ જબરદસ્ત જોવા મળી શકે છે. આઈપીએલની આગામી સિઝન IPL 2023ને જીતવા માટે મજબૂત ટીમ ઉતારશે. આગામી સિઝન પહેલા ટીમને ઓક્શન દરમિયાન સંતુલિત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના મર્યાદિત ઓવરના નેશનલ ટીમ કેપ્ટન વિલિયમસનને પોતાની સાથે 2 કરોડ રુપિયામાં જોડી લીધો છે. આ પહેલા ગુજરાતે 6 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. જેમાં લોકી ફર્ગ્યુશનનુ પણ નામ એ રિલીઝ યાદીમાં સામેલ હતુ. જોકે સામે મોટાભાગના ખેલાડીઓને ગુજરાતની ટીમમાં રિટેન કરવામાં આવ્યા હતા.
ગુજરાત ટાઈટન્સે મીની ઓક્શનમાં ખરીદેલ ખેલાડીઓમાં શિવમ માવી પાછળ સૌથી વધારે રકમ ખર્ચ કરી હતી. શિવમ માવી સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓની યાદીમાં આ સાથે જ બીજા સ્થાન પર રહ્યો હતો.
કેન વિલિયમસન (બેટ્સમેન), પ્રાઈઝ- 2 કરોડ રુપિયા
ઓડિયન સ્મિથ (ઓલરાઉન્ડર), પ્રાઈઝ-50 લાખ રુપિયા
કેએસ ભરત (વિકેટકિપર બેટ્સમેન), પ્રાઈસ-1.20 કરોડ રુપિયા
શિવમ માવી (બોલર), પ્રાઈસ-6 કરોડ રુપિયા
હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, સાઈ કિશોર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ અને નૂર અહેમદ.
ડોમિનિક ડ્રેક્સ, ગુરકીરત સિંઘ, જેસન રોય, રહેમાનુલ્લાહ ગુરબાઝ, લોકી ફર્ગ્યુસન અને વરુણ એરોન.
હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, સાંઈ કિશોર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, નૂર અહેમદ, કેએસ ભરત, ઓડિયન સ્મિથ, કેન વિલિયમસન
Published On - 3:21 pm, Fri, 23 December 22