IND vs SA: T20 સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, BCCI એ આ ખેલાડીઓને આપી મોટી રાહત

|

May 31, 2022 | 5:19 PM

India vs South Africa T20 Series: ભારત અને દક્ષિણ આફ્રિકા (INDvSA) વચ્ચે 9 જૂનથી ટી20 (T20 Series) સિરીઝ રમાશે. આ શ્રેણી માટે આફ્રિકાની ટીમ 2 જૂને દિલ્હી પહોંચશે. ગુજરાતના રાજકોટમાં પણ રમાશે સીરિઝની ચોથી મેચ.

IND vs SA: T20 સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, BCCI એ આ ખેલાડીઓને આપી મોટી રાહત
Team India (PC: BCCI)

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે T20 શ્રેણી (T20 Series) રમાશે. આ માટે દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ની ટીમ 2 જૂને દિલ્હી આવશે. આ સિઝન પહેલા ભારતીય ખેલાડી (Team India) ઓ IPL માં વ્યસ્ત હતા. હવે IPL પછી આવી T20 સિરીઝ 9 જૂનથી શરૂ થઈ રહી છે. શ્રેણી પહેલા ભારતીય ખેલાડીઓ માટે એક સારા સમાચાર છે. BCCI એ ખેલાડીઓને આરામ આપ્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.

ટીમ ઈન્ડિયા 9 જૂનથી કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ટી-20 સિરીઝ રમશે. શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. ભારતીય ખેલાડીઓ IPL માં રમતા હતા. આ કારણે તેમને પણ વિરામની જરૂર પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારણથી BCCI એ તેને સિરીઝ શરૂ થવાના બે દિવસ પહેલા રિપોર્ટ કરવા કહ્યું છે.

નોંધનીય છે કે T20 સિરીઝ માટે BCCI એ ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત સહિત ઘણા નવા ખેલાડીઓને પણ સ્થાન આપ્યું છે. તેમાં દીપક હુડા, વેંકટેશ ઐયર, ઈશાન કિશન, અવેશ ખાન અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે. આ શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીમાં રમાશે. જ્યારે બીજી મેચ 12 જૂને કટકમાં રમાશે. તો ત્રીજી મેચ 14 જુનના રોજ વિશાખાપટ્ટનમ અને ચોથી ટી20 મેચ ગુજરાતના રાજકોટ શહેરમાં રમાશે. તો શ્રેણીની છેલ્લી મેચ 19 જૂને બેંગ્લોરમાં રમાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારત અને દ. આફ્રિકા વચ્ચે ટી20 સીરિઝનો કાર્યક્રમઃ

– પહેલી મેચઃ 9 જુન, દિલ્હી
– બીજી મેચઃ 12 જુન, કટક
– ત્રીજી મેચઃ 14 જુન, વિશાખાપટ્ટનમ
– ચોથી મેચઃ 17 જુન, રાજકોટ
– પાંચમી મેચઃ 19 જુન, બેંગ્લોર

આ સીરિઝ માટે બાયો-બબલ નહીં હોય

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં એકઠા થયા બાદ ટીમ કેટલાક પ્રેક્ટિસ સેશનનો ભાગ બનશે અને 9 જૂને સીધો જ પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર હશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટેમ્બા બાવુમાની કપ્તાનીવાળી દક્ષિણ આફ્રિકાની ટીમ 2 જૂને દિલ્હી પહોંચી જશે. તાજેતરના અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ શ્રેણી માટે ખેલાડીઓ માટે કોઈ બાયો-બબલ નહીં રાખે અને સિરીઝ એ જ સ્થિતિમાં રમાશે જે કોરોના સમયગાળા પહેલા હતી. જેમાં દર્શકો સંપૂર્ણ ક્ષમતા પર આવવાની મંજૂરી.

 

Next Article