IPL 2023 પહેલા Glenn Maxwell એ ઈજાને લઈ આપ્યુ અપડેટ, RCBને વધશે ચિંતા?

Royal Challengers Bangalore ટીમનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈજાને લઈ છેલ્લા કેટલાક સમયથી પરેશાન હતો આ દરમિયાન હવે તેણે પોતાની ફિટનેસને લઈ મોટુ અપડેટ આપ્યુ છે.

IPL 2023 પહેલા Glenn Maxwell એ ઈજાને લઈ આપ્યુ અપડેટ, RCBને વધશે ચિંતા?
Glenn Maxwell gives big update on his injury
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:03 PM

IPL 2023 ની શરુઆત આગામી શુક્રવારથી શરુ થનાર છે. 10 ટીમો એક બીજા સામે ટકરાશે અને આ સાથે જ ક્રિકેટનો અસલી રોમાંચ જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના માટે સિઝનની શરુઆત પહેલા જ સ્ટાર ઓલરાઉન્ડર તરફથી ચિંતા વધારનારુ અપડેટ સામે આવ્યુ છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી પગમાં ઈજાને લઈ મહત્વનુ અપડેટ આપ્યુ છે. જોકે આ વિડીયો આરસીબીએ જ શેર કર્યો છે.

મેક્સવેલ ગત વર્ષે પોતાના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યો હતો. જ્યાં તેને પગમાં ઈજા થઈ હતી. જેને લઈ મેક્સવેલને પગમાં સર્જરી કરવી પડી હતી. જોકે આ દરમિયાન હવે તે ઠીક થઈ ચુક્યો છે. પરંતુ મેક્સેવલ ખુદ કહી રહ્યો છે કે, તેને સંપૂર્ણ રીતે ફિટ થતા હજુ વાર લાગશે.

RCB એ શેર કર્યો વિડીયો

ટૂર્નામેન્ટની પહેલા બેંગ્લોરની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટીમના ખેલાડીઓ ટીમ સાથે જોડાઈ ચુક્યા છે અને ટીમ સાથે જોડાઈ રહેલા ખેલાડીઓનો વિડીયો અને તસ્વીરો પણ આરસીબીની ટીમ દ્વારા શેર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગ્લેન મેક્સવેલનો વિડીયો આરસીબીની ટીમે શેર કર્યો છે.

મેક્સવેલે વિડીયોમાં પોતાની ઈજાને લઈ અપડેટ આફતા બતાવ્યુ હતુ કે, તે આઈપીએલ રમવા માટે તૈયાર છે. તે હાલમાં જ વનડે સિરીઝ ભારત સામે રમીને ક્રિકેટમાં પરત ફર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વિડીયોમાં બતાવ્યુ હતુ કે, “મારો પગ ઠીક છે પરંતુ મને 100 ટકા ફિટ થવામાં હજુ કેટલાક મહિનાઓ લાગશે.”

 

 

ભૂમિકા નિભાવવા તૈયાર-મેક્સવેલ

ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આશા દર્શાવી હતી કે, તે પોતાની ભૂમિકા આરસીબી માટે નિભાવવામાં સફળ રહેશે. 34 વર્ષીય મેક્સેલે વિડીયોમાં બતાવ્યુ હતુ કે, મને આશા છે કે, પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન મારો પગ ઠીક રહેશે અને પોતાની ભૂમિકા નિભાવવામાં સફળ રહી શકીશ.

આરસીબી ટૂર્નામેન્ટમાં પોતાનુ અભિયાન 2 એપ્રિલથી શરુ કરનાર છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની પ્રથમ મેચ રમાનારી છે. આરસીબી સિઝનમાં પોતાની પ્રથમ મેચ હોમગ્રાઉન્ડ પર રમશે.

Published On - 7:55 pm, Sat, 25 March 23