WPL 2023 માં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટૂર્નામેન્ટની 9મી મેચ રમાઈ રહી છે. બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોત પોતાની ચોથી મેચ રમી રહી છે. અત્યાર સુધી ગુજરાત જાયન્ટ્સે એક મેચ અને દિલ્હી કેપિટલ્સે બે મેચમાં જીત મેળવી છે. ગુજરાતે પોઈન્ટ ટેબલમાં સ્થાન આગળ વધારવા માટે આજની મેચમાં જીત જરુરી છે. આ માટે દિલ્હીની મજબૂત ટીમ સામે પૂરો દમ લગાવવો પડશે.
ગુજરાત જાયન્ટ્સ: સ્નેહ રાણા (કેપ્ટન), લૌરા વુલફોર્ટ, સુષ્મા વર્મા (વિકેટકીપર), એસ મેઘના, દયાલન હેમલતા, હરલીન દેઓલ, તનુજા કંવર, કિમ ગાર્થ, જ્યોર્જિયા વેરહેમ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર.
દિલ્હી કેપિટલ્સ: શેફાલી વર્મા, મેગ લેનિંગ (કેપ્ટન),, મેરિઝાન કેપ, જેમિમા રોડ્રિગ્સ, લૌરા હેરિસ, જેસ જોન્સન, તાનિયા ભાટિયા, મીનુ મણિ, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
શેફાલી વર્માએ તોફાની રમત દર્શીવી હતી. આ રમત વડે દિલ્હીની જીત આસાના અને એક તરફી બની ચુકી છે.
શેફાલી વર્માએ પાંચમી ઓવરમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. તેણે પાવર પ્લેમાં તોફાની અંદાજ બતાવતા 19 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. ઓવરમાં તેણે બે ચોગ્ગા નોંધાવ્યા હતા.
ચોથી ઓવરમાં જ લક્ષ્યના અડધા રન સુધી દિલ્હી કેપિટલ્સનો સ્કોર પહોંચ્યો છે. એશ્લે ગાર્ડનર લઈને આવેલી ચોથી ઓવરમાં એક છગ્ગો અને બે ચોગ્ગા જમાવ્યા હતા. લેનિંગે પણ 2 બાઉન્ડરી જમાવી હતી. ઓવરમાં 23 રન આવ્યા હતા.
ત્રીજી ઓવર લઈને કિમ ગાર્થ આવી હતી. શરુઆતના ત્રણેય બોલ પર શેફાલી વર્માએ ત્રણ ચોગ્ગા જમાવી દીધા હતા. શેફાલીએ આક્રમક અંદાજ વડે મોજ લાવી દીધી હતી.
બીજી ઓવર લઈને તનુજા કંવર આવી હતી. શેફાલી વર્માએ સ્ટેપ આઉટ વડે મિડ ઓફ પર છગ્ગો જમાવ્યો હતો. ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
મેગ લેનિંગ અને શેફાલી વર્માની ઓપનર જોડી મેદાનમા આવી છે અને રમતની શરુઆત કરી છે. કિમ ગાર્થ પ્રથમ ઓવર ગુજરાત તરફથી લઈને આવી છે.
નિર્ધારીત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ગુજરાતે 105 રનનો સ્કોર ખડક્યો હતો. મેરિઝાને મેચમાં 5 વિકેટ ઝડપી હતી. ગુજરાતે કંગાળ રમતની શરુઆત બાદ ગાર્થની રમતને લઈ એક લડાયક સ્કોર બનાવ્યો હતો. 37 બોલમાં 32 રનની ઈનીંગ દિલ્હી સામે મુશ્કેલ સમયમાં નોંધાવી હતી.
9મી વિકેટ ગુજરાતે ગુમાવી દીધી છે. 96 રનના સ્કોર પર ટીમે વિકેટ ગુમાવી છે. ટીમનો ઈરાદો 100ની પાર કરવાનો હતો, જોકે હવે તે મુશ્કેલ બની ચુક્યો છે. ગુજરાત પાસે હવે અંતિમ વિકેટ હાથ પર છે. જોકે હવે એક જ ઓવરની રમત બાકી રહી છે.
19મી ઓવરમાં તનુજા બાદ રમતમાં આવેલી સ્નેહ રાણાને પ્રથમ બોલનો સામનો મુશ્કેલ રહ્યો હતો. બોલ સીધો જ હેલ્મેટ પર વાગ્યો હતો. આ બોલ શોર્ટ પિચ હતો. ફિઝીયો મેદાનમાં આવ્યા અને રાણાની સ્થિતીનુ નિરીક્ષણ કર્યા બાદ રમત આગળ વધી હતી.
તનુજાએ કિમ ગાર્થને સારો સાથ પૂરાવ્યો હતો. આ દરમિયાન જ તેણે 19મી ઓવરમાં વિકેટ ગુમાવી દીધી છે. તે 13 રન નોંધાવીને પરત ફરી હતી. આમ તનુજા રુપમં 8મી વિકેટ ગુમાવી હતી.
17મી ઓવર લઈને શિખા પાંડે આવી હતી. ઓવરની શરુઆતે જ તનુજા કંવરને લકી બાઉન્ડરી મળી હતી. બેટની અંદરની કિનારીને બોલ સ્પર્શીને સીધો જ ફાઈનલ લેગ તરફ પહોંચ્યો હતો. આ શોટ લકી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર કિમ ગાર્થે થર્ડમેન તરફ ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 11 રન ગુજરાતને મળ્યા હતા.
તનુજા કંવર અને કિમ ગાર્થની જોડી હાલમાં સિંગલ રન નિકાળી સ્કોર બોર્ડને 100ની નજીક પહોંચાડવાનો ઈરાદો દર્શાવી રહ્યુ છે. 15મી ઓવરમાં 6 રન, 14મી ઓવરમાં 1 અને 13મી ઓવરમાં 4 રન બંનેએ નિકાળ્યા હતા. આમ અંતિમ ત્રણ ઓવરમા 11 રન મેળવ્યા હતા.
રાધા યાદવે 13મી ઓવરમાં વેરહેમને પોતાનો શિકાર બનાવી હતી. ફુલર લેન્થ બોલ પર વેરહેમને બોલ્ડ કરી દઈને ગુજરાતને સાતમી ઝટકો આપ્યો હતો. વેરહેમ સીધા જ આવેલા બોલને મિડ વિકેટ તરફ ફ્લિક કરવાના ચક્કરમાં વિકેટ ગુમાવી હતી.
10મી ઓવર મણી લઈને આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર કિમ ગાર્થે પોઈન્ટ અને બેકવર્ડ પોઈન્ટ વચ્ચેથી ચાર રન નિકાળ્યા હતા. ગાર્થે શાનદાર કટ લગાવીને બાઉન્ડરી મેળવી હતી.
9મી ઓવર લઈને તારા નોરિસ આવી હતી. તારાની ઓવરના બીજા બોલ પર વેરહેમે મિડ ઓફ અને કવરની વચ્ચેથી બાઉન્ડરી મેળવી હતી. વેરહેમે ડ્રાઈવ કરીને ચાર રન મેળવ્યા હતા.
8મી ઓવરમાં રાધા યાદવના બોલ પર કિમ ગાર્થે શોર્ટ ફાઈન લેગ પર ફિલ્ડરની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને સ્કૂપ શોટ જમાવ્યો હતો. આરામથી ગાર્થે ચાર રન મેળવી લીધા હતા. આમ લાંબા સમય બાદ ગુજરાતને બાઉન્ડરી મળી હતી.
ગુજરાતની ટીમે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. મેરિઝાનની આ પાંચમી વિકેટ મેચમાં છે. સુષ્મા વર્મા માત્ર 2 રન નોંધાવીને બોલ્ડ થઈને પરત ફરી છે. મેરિઝાનનો આ જબરદસ્ત બોલ હતો. બહારનો બોલ સિધો જ અંદર આવીને સ્ટંપ ઉડાવી ગયો હતો.
પાંચમી વિકેટ ગુમાવી દીધી ગુજરાતની ટીમે. શરુઆત ખૂબ જ ખરાબ રહી છે. 28 રનના સ્કોરમાંજ અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. મેરિઝાન કેપ્પે બોલ હરલીનના પેડ પર વાગતા જ લેગબિફોરની અપિલ કરી હતી. જેને ફિલ્ડ અંપાયરે નકારી દીધી હતી. જોકે રિવ્યૂ લેતા આઉટ જાહેર થઈ હતી. હરલીને 20 રન નોંધાવ્યા હતા.
પાંચમી ઓવર લઈને મેરિઝાન આવી હતી. તેના ત્રીજા બોલ પર હરલીન દેઓલે આગળ આવીને સીધા બેટ વડે બોલને સીધો જ મિડઓફ પર ફટકાર્યો હતો. આમ ગુજરાતના ખાતામાં ચાર રન જમા થયા હતા.
ચોથી ઓવરમાં શિખાએ હેમલત્તાને પોતાનો શિકાર બનાવી હતી. ગુજરાતે ચોથી વિકેટ ગુમાવી દીધી છે. શરીરથી ખૂબ દૂરથી જ બોલને ડ્રાઈવ કરવાના પ્રયાસમાં બેટને સ્પર્શીને બોલ કેચ ઝડપાયો હતો. રિવ્યૂ લેતા હેમલત્તા આઉટ જણાઈ હતી. આમ 18 રનના સ્કોરમાં જ ચાર વિકેટ ગુમાવી છે.
શિખા પાંડે ચોથી ઓવર લઈને આવી હતી. ઓવરના પ્રથમ બોલે શિખાના સ્વાગત રુપ ચોગ્ગો હેમલત્તાએ પોઈન્ટ તરફ ફટકાર્યો હતો. આગળની ઓવરના અંતિમ બોલ પર હરલીને ચોગ્ગો જમાવ્યો હતો.
ત્રીજી ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ હરલીને ઓવરના અંતિમ બોલ પર ચાર રન માટેનો શોટ જમાવ્યો હતો. બે વિકેટની નિરાશાને વિખેરવા રુપ પ્રયાસ ભર્યો આ શોટ જોવા મળ્યો હતો. હરલીને ફ્લિક કરીને સ્ક્વેર લેગ પર બાઉન્ડરી મેળવી હતી.
ગુજરાતની શરુઆત ખરાબ રહી છે. મેરિઝાન કેપ્પે બીજી ઓવરમાં બેક ટુ બેક બે વિકેટ ઝડપી છે. ઓવરના બીજા બોલે લૌરાને આઉટ કર્યા બાદ ત્રીજા બોલે એશ્લે ગાર્ડનરને લેગબિફોર વિકેટ ઝડપી હતી. આમ ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે.
ત્રીજી ઓવર લઈને મેરિઝાન આવી હતી. આ ઓવરમાં બીજા બોલ પર લૌરાને તેણે બોલ્ડ કરી દીધી હતી. લેગ સાઈડમાં ફ્લિક કરવાના ચક્કરમાં બોલ પેડને અથડાઈને સીધો જ અંદર આવતા મિડલ સ્ટંપને અથડાયો હતો.
બીજી ઓવર લઈને રાધા યાદવ આવી હતી. ઓવરનો હીજો બોલ ફુલર હતો અને જેના પર સ્ટેપ આઉટ કરતા હરલીને મિડ ઓફ પર બોલ ફટકારીને ચાર રન મેળવ્યા હતા.
એસ મેઘના પ્રથમ ઓવરના બીજા બોલ પર જ વિકેટ ગુમાવીને પરત ફરી છે. મેઘના યોર્કર લેંથ બોલ પર ક્લીન બોલ્ડ થઈ ચુકી છે અને ગુજરાતે શૂન્ય રન પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. મેરિઝાન કેપ્પે આ વિકેટ ઝડપી હતી.
એસ મેઘના અને લૌરા ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર આવ્યા છે. ગુજરાત જાયન્ટ્સની બેટિંગ ઈનીંગ શરુ થઈ ચુકી છે. દિલ્હી તરફથી પ્રથમ ઓવર લઈને મેરિઝાન કેપ્પ આવી છે.
દિલ્હી કેપિટલ્સ: શેફાલી વર્મા, મેગ લેનિંગ (કેપ્ટન), મેરિઝાન કેપ, જેમિમા રોડ્રિગ્સ, લૌરા હેરિસ, જેસ જોન્સન, તાનિયા ભાટિયા, મીનુ મણિ, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
1️⃣ change to our Playing XI as Laura Harris makes her #TATAWPL debut 🧐
What are your thoughts on tonight’s line-up?#YehHaiNayiDilli #CapitalsUniverse #GGvDC @sportsbuzz_11 pic.twitter.com/88IUNTMpi9
— Delhi Capitals (@DelhiCapitals) March 11, 2023
ગુજરાત ટીમમાં બે ફેરફાર કર્યા છે. સ્નેહ રાણાએ ટોસ સમયે ટીમનુ એલાન કરતા બતાવ્યુ હતુ કે, મેચ અપ્સ ધ્યાને રાખીને સોફિયા ડંકલીએ બહાર રહેવુ પડ્યુ છે. સધરલેન્ડ પણ આજની મેચમાં બહાર છે.
ગુજરાત જાયન્ટ્સ: સ્નેહ રાણા (કેપ્ટન), લૌરા વુલફોર્ટ, સુષ્મા વર્મા (વિકેટકીપર), એસ મેઘના, દયાલન હેમલતા, હરલીન દેઓલ, તનુજા કંવર, કિમ ગાર્થ, જ્યોર્જિયા વેરહેમ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર.
Laura Wolvaardt is all set for a #Giant debut! 🙌
Georgia Wareham also makes a comeback to our Playing XI.
Let’s get the W, girls🦁💯#WPL2023 #GGvDC #TATAWPL #BringItOn #GujaratGiants pic.twitter.com/oC3cTvIbro
— Gujarat Giants (@GujaratGiants) March 11, 2023
ગુજરાત જાયન્ટ્સની સુકાની સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ દિલ્હી કેપિટલ્સ પ્રથમ બોલિંગ કરશે. ગુજરાતની ટીમમાં 2 ફેરફાર હોવાનુ કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ દરમિયાન બતાવ્યુ હતુ.
🚨 Toss Update 🚨@GujaratGiants win the toss and elect to bat first against @DelhiCapitals.
Follow the match 👉 https://t.co/ea9cEEkMGR#TATAWPL | #GGvDC pic.twitter.com/4qXALIxchQ
— Women’s Premier League (WPL) (@wplt20) March 11, 2023
Published On - 6:54 pm, Sat, 11 March 23