વિરાટ કોહલીથી લઈને દુતી ચંદે PM મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું

આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મદિવસ છે. રમત જગતની મોટી હસ્તીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તમામ મોટી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દેશના વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.

વિરાટ કોહલીથી લઈને દુતી ચંદે PM મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું
PM Modi Birthday
| Edited By: | Updated on: Sep 17, 2022 | 3:57 PM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમને દુનિયાભરમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. દેશના એક્ટર્સ, નેતાઓ અને ખેલાડીઓ પણ તેમને આ ખાસ દિવસ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. ખેલાડીઓની વાત કરીએ તો પૂર્વ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli), એથ્લેટિક્સ સ્ટાર દુતી સહિત તમામ મોટી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર દેશના વડાપ્રધાનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.

ખેલાડીઓએ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેને લખ્યું, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા. તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરીયે છીએ.

સુરેશ રૈનાએ વડાપ્રધાન સાથેની એક તસવીર શેયર કરી છે. તેને લખ્યું, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. તમને લાંબુ આયુષ્ય મળે અને તમારા નેતૃત્વમાં આપણો દેશ આગળ વધે.

ભારતની ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિકે પણ પીએમ સાથે એક તસવીર શેયર કરી હતી જેમાં તેઓ તેને રેસલર્સ દ્વારા સાઈન કરાયેલી જર્સી આપતા જોવા મળે છે. તેને લખ્યું, ‘હેપ્પી બર્થ ડે નરેન્દ્ર મોદી જી. તમારા લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરીયે છીએ.’

ભારતની એથ્લેટિક સ્ટાર દુતી ચંદે પીએમ મોદી સાથે એક તસવીર શેયર કરી જેમાં તેઓ તેને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે. દુતીએ તસવીરના કેપ્શનમાં લખ્યું, આપણા પ્રિય, દુરદર્શી વિચારવાળા નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમને લાંબુ આયુષ્ય મળે જેથી કરીને તમે અમને પ્રગતિના પંથે દોરી શકો.

ભારતની ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુએ પણ વડાપ્રધાન સાથે એક તસવીર શેયર કરી હતી. તસવીરમાં પીએમ મીરાબાઈ પાસેથી જર્સી લેતા જોવા મળ્યા હતા. મીરાબાઈએ શુભેચ્છા પાઠવતા લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા. તમને લાંબા આયુષ્યની શુભેચ્છા જેથી તમે આ રીતે દેશની સેવા કરી શકો.