
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપ (World Cup) પહેલા પાકિસ્તાનમાં એવી બાબતો ઉભી થઈ હતી કે બાબર આઝમ (Babar Azam)પોતાના મિત્રો અને નજીકના લોકોને ટીમમાં જગ્યા આપે છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ આવી વાતો કહી હતી. પરંતુ પાકિસ્તાન (Pakistan) નો એક એવો ક્રિકેટર છે જેણે કહ્યું છે કે બાબર આઝમ સાથેની મિત્રતા તેના માટે અભિશાપ બની ગઈ છે અને તેનાથી તેને ફાયદો થવાને બદલે નુકસાન થઈ રહ્યું છે.
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મહાન લેગ સ્પિનરોમાંથી એક અબ્દુલ કાદિરનો પુત્ર ઉસ્માન કાદિર છે. ઉસ્માને પાકિસ્તાન માટે 23 T20 અને માત્ર એક ODI રમી છે. તેના પિતાની જેમ લેગ-સ્પિનર બનેલા ઉસ્માને સપ્ટેમ્બર 2022માં કરાચીમાં ઇંગ્લેન્ડ સામે T20 ફોર્મેટમાં પાકિસ્તાન માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પરંતુ તે પછી તે ટીમની બહાર છે અને ટીમમાં સ્થાન માટે રાહ જોઈ રહ્યો છે. તેણે T20માં 29 વિકેટ લીધી છે. તો ODIમાં તેને માત્ર એક જ વિકેટ મળી છે.
Usman Qadir speaks on not being given consistant chances
‘If I was given consistent chances like Usama Mir and Shadab Khan, I could have also been a part of the Pakistan team’#PakistanCricket #UsmanQadir @imyousafanjum pic.twitter.com/Zf9zdGg6Hi
— Cricket Pakistan (@cricketpakcompk) August 19, 2023
ઉસ્માન અને બાબરની મિત્રતા અંડર-15થી ચાલી રહી છે. ઉસ્માનના મતે બાબર આઝમ તેને ટીમમાં લાવ્યો ન હતો, પરંતુ પૂર્વ કોચ મિસ્બાહ ઉલ હકે ઉસ્માનને ટીમમાં તક આપી હતી. ક્રિકેટ પાકિસ્તાન સાથે વાત કરતા ઉસ્માને કહ્યું કે બાબર અને તે સાથે મળીને અંડર-15 ટ્રાયલ આપતા હતા. તે પાકિસ્તાન ટીમમાં ત્યારે આવ્યો હતો જ્યારે બાબર કેપ્ટન બન્યો હતો પરંતુ તેને બાબર નહીં પરંતુ મિસબાહ ઉલ હક લાવ્યો હતો.
આ પણ વાંચો : IPL 2024: ગૌતમ ગંભીર લખનૌ ફ્રેન્ચાઈઝી છોડી કોલકાતા નાઈટ રાઈડર્સમાં પરત ફરશે?
ઉસ્માને બાબરના નજીકના મિત્રોને ટીમમાં પસંદ કર્યાના સમાચાર પર પોતાનો મુદ્દો રાખ્યો અને કહ્યું કે જો આવું થયું હોત તો તે ક્યારેય ટીમથી બહાર થયો જ ના હોત. બાબરની મિત્રતાએ તેને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડ્યું છે. આ મિત્રતાએ બંને પર વધારાનું દબાણ ઊભું કર્યું છે.