Heath Streak Death: પાકિસ્તાનના 8 બેટ્સમેનથી લઈને ભારતની અડધી ટીમનો સફાયો કરવા સુધી, આવી રહી હીથ સ્ટ્રીકની શાનદાર કારકિર્દી

હીથ સ્ટ્રીકે કરાચીમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જ્યારે તેણે તેની છેલ્લી ટેસ્ટ વર્ષ 2005માં હરારેમાં ભારત સામે રમી હતી. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 65 મેચ રમી જેમાં 216 વિકેટ લીધી. હીથ સ્ટ્રીકના નામે વનડેમાં 239 વિકેટ છે.

Heath Streak Death: પાકિસ્તાનના 8 બેટ્સમેનથી લઈને ભારતની અડધી ટીમનો સફાયો કરવા સુધી, આવી રહી હીથ સ્ટ્રીકની શાનદાર કારકિર્દી
Heath Streak
| Edited By: | Updated on: Aug 23, 2023 | 10:37 AM

ઝિમ્બાબ્વે (Zimbabwe)એ વિશ્વ ક્રિકેટને કેટલાક મોટા ખેલાડીઓ આપ્યા, જેમાંથી એક હીથ સ્ટ્રીક હતો. વર્ષ 1993માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હીથ સ્ટ્રીકે (Heath Streak) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 12 વર્ષ આપ્યા. આ દરમિયાન તેણે તમામ મોટી ટીમો સામે ક્રિકેટ રમી હતી અને ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. હીથ સ્ટ્રીકની ODI કારકિર્દી નવેમ્બર 1993માં શરૂ થઈ હતી, તે જ વર્ષે ડિસેમ્બરમાં તેણે ટેસ્ટ (Test) ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે વિશ્વને તેની ક્ષમતાનો અહેસાસ થયો.

ડેબ્યૂ સીરિઝથી બધાનું ધ્યાન ખેંચ્યૂ

ડિસેમ્બર 1993માં સ્ટ્રીકે કરાચીમાં પાકિસ્તાન સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી. પ્રથમ ટેસ્ટમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ બીજી ટેસ્ટમાં તેણે જે કર્યું તે પછી પાછું વળીને જોયું નથી. જ્યારે તેણે હરારેમાં ભારત સામે 65મી અને છેલ્લી ટેસ્ટ રમી ત્યારે તેણે તેની 12 વર્ષની લાંબી કારકિર્દીનો અંત પણ શાનદાર પ્રદર્શન કરી જ કર્યો હતો.

પાકિસ્તાન સામે કારકિર્દીની બીજી ટેસ્ટમાં તબાહી મચાવી

કરાચીની પિચ પર ડેબ્યૂ ટેસ્ટમાં ફેલ થયા બાદ પાકિસ્તાન સામેની કારકિર્દીની બીજી ટેસ્ટમાં હીથ સ્ટ્રીકે રાવલપિંડીમાં 8 પાકિસ્તાની બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કરાચી ટેસ્ટમાં નિષ્ફળતા જોઈને પાકિસ્તાને હીથ સ્ટ્રીક પાસેથી આવા પ્રદર્શનની અપેક્ષા નહોતી રાખી. પરંતુ હીથ સ્ટ્રીકે રાવલપિંડીમાં દમદાર બોલિંગ કરી હતી, છતાં ઝીમ્બાબ્વે આ ટેસ્ટ હારી ગયું હતું.
ભારત સામે કારકિર્દીની છેલ્લી ટેસ્ટમાં 6 વિકેટ લીધી.

ભારત સામે અંતિમ ટેસ્ટમાં દમદાર પ્રદર્શન

હીથ સ્ટ્રીકે તેની કારકિર્દીની 65મી એટલે કે છેલ્લી ટેસ્ટ ભારત સામે હરારેમાં રમી હતી અને અંતિમ મેચમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. 2005માં રમાયેલી આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં, હીથ સ્ટ્રીકે એકલા હાથે 73 રનમાં 6 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મતલબ કે તેણે અડધી ટીમ ઈન્ડિયાને આઉટ કરી હતી. કારકિર્દીની આ છેલ્લી ટેસ્ટમાં સ્ટ્રીક હીરો સાબિત થયો પરંતુ તેની ટીમ મેચ હારી ગઈ હતી.

આ પણ વાંચો : Asia Cup 2023: ટીમ ઈન્ડિયાનો એક નિર્ણય ટીમને ભારે પડી શકે છે, પસંદગીકારોએ કેમ ધ્યાન ન આપ્યું?

હીથ સ્ટ્રીકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

તેની 12 વર્ષની લાંબી કારકિર્દીમાં હીથ સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે 65 ટેસ્ટ અને 189 વનડે રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર તરીકે તેણે 1990 રન બનાવવા સિવાય 216 વિકેટ લીધી હતી. જ્યારે વનડેમાં તેણે 2943 રન સાથે 239 વિકેટ લીધી હતી. ટેસ્ટમાં તેણે 7 વખત 5 વિકેટ અને 16 વખત 4 વિકેટ લેવાનો કમાલ કર્યો હતો. તેણે વનડેમાં એક જ વાર 5 વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો