66 વર્ષીય ભારતના પૂર્વ ક્રિકેટર બીજી વાર લગ્ન કરશે, 28 વર્ષ નાની બુલબુલ સાથે કરશે લગ્ન

|

Apr 25, 2022 | 8:51 PM

આ ભારતીય ક્રિકેટરે પોતાની પહેલી પત્નીની સહમતીથી બીજા લગ્ન કરવા તૈયાર થયા છે. પૂર્વ ક્રિકેટર અને બુલબુલ સાહા (Bulbul Saha) છેલ્લા ઘણા સમયથી એકબીજના સંપર્કમાં હતા.

66 વર્ષીય ભારતના પૂર્વ ક્રિકેટર બીજી વાર લગ્ન કરશે, 28 વર્ષ નાની બુલબુલ સાથે કરશે લગ્ન
Arun Lal and Bulbul Saha (PC: Twitter)

Follow us on

ભારતના પૂર્વ ઓપનર અરુણ લાલ (Arun Lal) બીજી વખત વરરાજા બનવા જઈ રહ્યા છે. તે 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરશે. તેની ભાવિ પત્નીનું નામ બુલબુલ સાહા (Bulbul Saha) છે. બુલબુલની ઉંમર 38 વર્ષ છે. એટલે કે તે અરુણ લાલ કરતા 28 વર્ષ નાની છે. અરુણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંને ઘણા જૂના મિત્રો છે. અરુણ લાલે લગ્નનું કાર્ડ પણ છપાવી લીધું છે અને તેના વિતરણની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમના લગ્ન 2 મેના રોજ કોલકાતાની પીયરલેસ ઇન હોટેલમાં થશે. લગ્નમાં મોટું રિસેપ્શન પણ આપવામાં આવશે.

પ્રથમ પત્નીની સંમતિથી જ અરુણ બીજા લગ્ન કરી રહ્યા છે

અરુણ લાલે પહેલા રીના સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે. સૂત્રોનું માનીએ તો રીના ઘણા સમયથી બીમાર છે. અરુણ તેની ઈચ્છાથી જ બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યો છે. અરુણ લાલ અને બુલબુલ સાહાની સગાઈ એક મહિના પહેલા જ થઈ હતી. પરંતુ આ બંને વચ્ચેના સંબંધો લાંબા સમયથી છે.

Arun Lal and Bulbul Saha Wedding Card

કેન્સરને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું

અરુણ લાલનો જન્મ 1 ઓગસ્ટ, 1955 ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તે બંગાળ માટે ક્રિકેટ રમ્યા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને પણ તેમના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે. અરુણને 2016 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. જેના કારણે તેણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું હતું.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

અરૂણ લાલે કારકિર્દીમાં 16 ટેસ્ટ અને 13 વન-ડે રમી છે

ભારતના પુર્વ ક્રિકેટર અરુણ લાલે તેની ક્રિકેટ કારકિર્દીમાં 16 ટેસ્ટ અને 13 વનડે રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 729 અને વનડેમાં 122 રન બનાવ્યા હતા. અરુણ તેની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યા ન હતા. તેણે ફર્સ્ટ ક્લાસમાં 156 મેચ રમી હતી. જેમાં તેણે 30 સદી ફટકારીને કુલ 10421 રન બનાવ્યા હતા. અરુણ લાલે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 27 જાન્યુઆરી 1982 ના રોજ ઈંગ્લેન્ડ સામે કટક વન-ડે ક્રિકેટ મેચ રમી હતી. જ્યારે છેલ્લી મેચ એપ્રિલ 1989 માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગસ્ટન ટેસ્ટમાં રમાઈ હતી.

આ પણ વાંચો : IPL 2022 : મુંબઈના શરમજનક પ્રદર્શન પર રોહિત શર્મા થયો ભાવુક, ટ્વીટ કરીને લખ્યું- હું ટીમને પ્રેમ કરું છું…

આ પણ વાંચો : IPL 2022 : CSKના કરોડપતિ ખેલાડીએ IPLને અધવચ્ચે જ છોડી દીધી, ઘરે જઈને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

Next Article