BCCIના પૂર્વ અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન, લાંબા સમય સુધી રહ્યા ટીમ ઈન્ડિયાના મેનેજર

|

Aug 16, 2022 | 3:03 PM

BCCIના પૂર્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તેઓ છેલ્લા એક દાયકાથી જેએસસીએના પ્રમુખ પણ હતા.

BCCIના પૂર્વ અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન, લાંબા સમય સુધી રહ્યા ટીમ ઈન્ડિયાના મેનેજર
Former BCCI acting secretary Amitabh Choudhary passes away
Image Credit source: Twitter

Follow us on

BCCIના પૂર્વ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અમિતાભ ચૌધરી (Amitabh Choudhary) JSCAના અધ્યક્ષ પણ હતા. અમિતાભ ચૌધરીનું મંગળવારના રોજ સવારે હદય રોગ નો હુમલો આવ્યો હતો. ભારતીય ક્રિકેટમાં આવ્યા પહેલા તે એક રિટાયર્ડ આઈપીએસ અધિકારી પણ હતા. ચૌધરી ઝારખંડ પોલીસ (Jharkhand Police) સર્વિસ કમિશનના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર અમિતાભ ચૌધરીનું સૌથી મોટું યોગદાન ઝારખંડની રાજધાની રાંચીમાં એક ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં રહ્યું છે. તેના પ્રયાસોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલની મેચો પણ રાંચીમાં યોજાવા લાગી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

ઝારખંડના મુખ્યમંત્રીએ નિધન પર શોક વ્યક્ત કર્યો છે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમિતાભ ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, અમિતાભ ચૌધરીના નિધનના સમાચારથી હું દુઃખી છું. તેણે ઝારખંડમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઘણું કામ કર્યું. આ ક્ષેત્રમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. અમે તેમના મૃત્યુથી દુઃખી છીએ અને પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમિતાભ ચૌધરીની સફર

અમિતાભ ચૌધરી આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એન્જિન્યરીંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 1985માં આઈપીએસ બન્યા હતા.1997માં તે રાંચીના એસએસપી બન્યા હતા. વર્ષ 2000માં જમશેદપુરના એસપી બન્યા પરંતુ ફરી નોકરીમાંથી VRS લીધો હતો. ત્યારબાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.ભારતીય ક્રિકેટ સાથે પણ તેનો ગાઢ સંબંધ છે. તેઓ બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે. આ સિવાય તે ઝારખંડ ક્રિકેટ સ્ટેટ એસોસિએશનના પ્રમુખ પણ હતા. એકંદરે, અમિતાભ ચૌધરીએ તેમના 58 વર્ષના જીવનમાં અનેક ઉપલબ્ધિ મેળવી હતી.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી વનડે સિરીઝ શરૂ થશે. આ પછી બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે. જ્યારે ત્રીજી વનડે 22 ઓગસ્ટે રમાશે. આ ત્રણેય મેચ હરારેના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Published On - 3:01 pm, Tue, 16 August 22

Next Article