ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ 2023 શરુઆત શાનદાર રહી હતી પરંતુ તેનો અંત ખુબ જ નિરાશાજનક રહ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર 19 નવેમ્બરના રોજ ટ્રોફી જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા નિરાશ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને 6 વિકેટથી હરાવી વર્લ્ડકપ પોતાને નામ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની આ હારથી સૌ કોઈ નિરાશ છે પરંતુ મેચ બાદ સ્ટેડિયમમાં હાજર ચાહકોએ એવી હરકતો કરી હતી જેનાથી તેઓ શરમમાં મુકાઈ ગયા.
મોદી સ્ટેડિયમમાં અંદાજે એક લાખ ચાહકો વચ્ચે આ વર્લ્ડ કપની ફાઈનલ રમાય હતી. ટીમ ઈન્ડિયા આ મેચમાં માત્ર 240 રન જ બનાવી શકી હતી. ભારતીય બેટ્સમેનન સારી શરુઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી.
ટીમ ઈન્ડિયાની હારથી માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ લગભગ 1 લાખ દર્શકો પણ નિરાશ થયા છે. આવી સ્થિતિમાં મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની પહેલા જ લગભગ અડધું સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાના જે થોડા ચાહકો ખેલાડીઓનું સન્માન કરવામાં છેવટ સુધી અડગ રહ્યા હતા તેમાંથી કેટલાક એવા પણ સાબિત થયા હતા જેમણે પોતાની હરકતોથી ટીમ ઈન્ડિયાનું અપમાન કર્યું હતું.
Richard Kettleborough getting booed when he was on the stage
Biggest panauti of Indian team and he proved once again today. Also, LBW didn’t go in our favour with Labuschagne#INDvAUS #CWC2023Final pic.twitter.com/boIAf951N9
— Vinesh Prabhu (@vlp1994) November 19, 2023
પ્રેઝન્ટેશનમાં પ્રથમ મેચના અમ્પાયરો અને રેફરીઓને મેડલ આપવામાં આવ્યા હતા. સમારંભ આ દરમિયાન, ફાઈનલના ઓન-ફિલ્ડ અમ્પાયર, રિચર્ડ કેટલબરોનું નામ સાંભળતાની સાથે જ ઘણા ચાહકોએ બૂમ પાડવાનું શરૂ કર્યું, જે કોઈપણ માટે ચોંકાવનારું હતું.આનું કારણ કેટલબરોનો નિર્ણય નથી, પરંતુ ભારતનો રેકોર્ડ છે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણી નોકઆઉટ મેચોમાં, જેમાં ભારત હારી ગયું હતું, કેટલબરો અમ્પાયર હતા. આવી સ્થિતિમાં ઘણા ચાહકો તેને ભારતીય ટીમ માટે ખરાબ શુકન માને છે.
Were the umpires booed at the presentation?
— Alexandra Hartley (@AlexHartley93) November 19, 2023
માત્ર અમ્પાયર જ નહિ પરંતુ એવા ચાહકોએ ટીમ ઈન્ડિયાને 2 ખેલાડીઓ માટે એવી હરકત કરી કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને જ્યારે મેડલ આપવામાં આવ્યા તો મોટાભાગના ખેલાડીઓના નામ આવવા પર ઉત્સાહ વધાર્યો હતો.જ્યારે કે.એલ રાહુલનું નામ આવ્યું તો કેટલાક ચાહકોએ હૂટિંગ શરુ કર્યું હતુ. માત્ર રાહુલ જ નહિ સુર્યકુમાર યાદવના નામ આવવા પર પણ આવું જ વર્તન કર્યું હતુ.
રાહુલ અને સુર્યા માટે ફાઈનલમાં સારું પ્રદર્શન જોવા મળ્યું ન હતુ. રાહુલે મુશ્કેલ હાલતમાં 66 રનની ઈનિગ્સ રમી પરંતુ તેમણે 106 બોલનો સામનો કર્યો હતો અને માત્ર 1 બાઉન્ડ્રી ફટકારી હતી. તેમજ સુર્ય કુમાર યાદવ પણ કાંઈ ખાસ કામ કરી શક્યો નહતો. ફાઈનલમાં તે માત્ર 28 રન બનાવી શક્યો હતો.
આ પણ વાંચો : Breaking News: ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વનડે વિશ્વ ચેમ્પિયન, ટ્રેવિસ હેડની સદી વડે ભારત સામે 6 વિકેટે મેળવી જીત