ENGW vs INDW: આશ્વર્ય ભરી રીતે હરલીન દેઓલે બાઉન્ડરી પર ઝડપ્યો મુશ્કેલ કેચ, જબરદસ્ત થયા વખાણ, જુઓ

હરલીન દેઓલ (Harleen Deol) તેના કરિયરની બીજી મેચ રમી રહી હતી. જે મેચમાં તેણે કેચ દ્વારા ચર્ચા બનાવી દીધી છે. હરલીનને ઇંગ્લેન્ડમાંથી સરાહના મળવા સાથે વિશ્વભરમાં થી વાહ વાહી થવા લાગી છે.

ENGW vs INDW: આશ્વર્ય ભરી રીતે હરલીન દેઓલે બાઉન્ડરી પર ઝડપ્યો મુશ્કેલ કેચ, જબરદસ્ત થયા વખાણ, જુઓ
Harleen Deol
| Edited By: | Updated on: Jul 10, 2021 | 9:37 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તમામ સ્તરે આશ્વર્યજનક સુધારા જોવા મળે છે. તો ખેલાડીઓનો જોષ પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી T20 શ્રેણીની પ્રથમ મેચ ભારતે ગુમાવી હતી. પરંતુ મેચ દરમ્યાન હરલીન દેઓલે (Harleen Deol) જબરદસ્ત ફિલ્ડીંગ દર્શાવી હતી. હરલીને એક જબરદસ્ત કેચ હવાઇ છલાંગ લગાવી ને ઝડપ્યો હતો. જેની પર ફેન્સ પણ ચકિત થઇ ગયા હતા. કારણ કે, સામાન્ય રીતે મહિલા ક્રિકેટમાં આવા કેચ જલદી જોવા મળતા નથી હોતા.

હરલીન દેઓલની કરિયરની બીજી જ T20 મેચ રમી રહી હતી. એ દરમ્યાન તે પોતાની બોલીંગી કરતા વધારે તેના ડાઇવ કેચ થી ચર્ચામાં આવી છે. તેના આ કમાલના કેચની વાત કરવામાં આવે તો, ભારતીય બોલીંગ ઇનીંગની 19મી ઓવર નાંખવામાં આવી રહી હતી. આ દરમ્યાન ઇંગ્લેન્ડ તરફ થી વિસ્ફોટક મહિલા બેટ્સમેન એમી એલન જોન્સ (Amy Ellen Jones) બેટીંગ કરી રહી હતી.

શિખા પાંડે 19મી ઓવરનો પાંચમો બોલ નાંખતા, જોન્સ એ બોલને હવામાં ઉછાળતો ફટકાર્યો હતો. બોલ સિક્સ બની બાઉન્ડ્રી પાર કરનારો જ હતો. પરંતુ ફિલ્ડરના રુપમાં રહેલી હરલીન દેઓેલે ડાઇવ લગાવી કેચ ઝડપી લીધો હતો.

બોલને હવામાં ઉછાળી ફરી પકડ્યો

ફિલ્ડર હરલીન દેઓેલે એમી જોન્સના એ જોરદાર શોટના બોલને મુશ્કેલ છલાંગ લગાવી કેચ ઝડપી લીધો હતો. જ્યારે તે અન બેલેન્સ થઇને બાઉન્ડ્રી પાર જવા લાગી તો, તેણે બોલને હવામાં ઉછાળી દીધો હતો. તુરત જ પોતાને સંભાળીને ફરી થી બોલને ઝડપી લીધો હતો. આમ માનસીક સંતુલન અને ડાઇવ બધુજ પળવારમાં તેણે સંભાળી લઇને કેચ ઝડપી લીધો હતો. તેના પ્રયાસમાં એક ચૂક તેની જોશ ને નિરાશામાં બદલી શકતો હતો. કારણ કે એમી પેવિલિયન ના જતી અને તેના ખાતામાં સિક્સર નોંધાઇ જતી.

જે પ્રમાણે હરલીન દેઓલે કેચ ઝડપ્યો, તેના થી તેને ચારે તરફ થી વાહ વાહી મળવા લાગી છેય. પૂર્વ દિગ્ગજોએ પણ તેના સફળ પ્રયાસ પ્રત્યે સરાહના કરી છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન એ પણ હરલીનના કેચ પ્રત્યે આશ્વર્ય સાથે સરાહના કરી હતી.

કરીયરની બીજી T20 મેચ રમી રહેલી હરલીન દેઓલએ બેટીંગ ઇનીંગ દરમ્યાન 17 રનની ઇનીંગ રમી હતી.

 

આ પણ વાંચોઃ Cricket: બોલ રમીને બેટ્સમેને કરી ડાન્સની એક્શન, આ જોઈ બોલરના મગજનો પિત્તો હટ્યો તો થઈ ગઈ ગરમા ગરમી 

Published On - 9:35 am, Sat, 10 July 21