ENG vs SA: દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની હાર

England vs South Africa, Womens T20 World Cup Match: દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 4 વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકન ટીમે 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

ENG vs SA: દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની હાર
T20 World Cup Semi Final match report
| Edited By: | Updated on: Feb 24, 2023 | 9:55 PM

મહિલા ટી20 વિશ્વકપ ની સેમિફાઈનલ મેચ કેપટાઉનમાં રમાઈ હતી. સેમિફાઈનલમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટેનો જંગ થયો હતો. ઈંગ્લેન્ડને 6 રનથી હરાવીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વાર ફાઈનલની સફર ખેડી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીની પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બંને ઓપનરો અર્ધશતકીય ઈનીંગ વડે દક્ષિણ આફ્રિકાએ સારી શરુઆત કરી ઈંગ્લીશ બોલરોને હંફાવ્યા હતા. નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકાએ 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ 6 રન દૂર રહી ગઈ હતી. આયાબોગા ખાકાએ 4 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડે લક્ષ્યનો પિછો કરતા અર્ધશતકીય પાર્ટનરશિપ ઓપનીંગ જોડીએ નોંધાવી હતી. જોકે ઈંગ્લીશ ખેલાડીઓએ લક્ષ્યને પાર કરવા પુરો દમ લગાવી મેચને રોમાંચક બનાવી રાખી હતી. ઈંગ્લીશ ટીમને મોટી ઈનીંગની જરુર હતી. જે યજમાન બોલરોએ નહી થવા દેવામાં સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડને હરાવી હવે રવિવારે દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

 

દક્ષિણ આફ્રિકન ઓપનરોની શાનદાર શરુઆત

લૌરા વોલ્વાર્ડ અને તાઝમિન બ્રિટ્સે કરી હતી. બંને 96 રનની ભાગીદારી રમત નોંધાવી હતી. વોલ્વાર્ડે 44 બોલનો સામનો કરીને 53 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 96 રનના ટીમ સ્કોર પર પોતાની વિકેટ એકલસ્ટોનના બોલ પર કેચ આપી ગુમાવી બેઠી હતી. તાઝમિને પણ 68 રનની શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 55 બોલનો સામનો કરીને આ યોગદાન આપ્યુ હતુ. તાઝમિને 6 ચોગ્ગા અને 2 છગ્ગા જમાવ્યા હતા.

મારિઝાન કેપે અણનમ 27 રનની ઈનીંગ માત્ર 13 બોલનો સામનો કરીને નોંધાવી હતી. તેણે 4 બાઉન્ડરીઓ જમાવી હતી. ટ્ર્યોન 3 રન અને ક્લાર્ક શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠી હતી. સુકાની સુન લ્યૂસે 3 રનનુ અણનમ યોગદાન આપ્યુ હતુ.

ઈંગ્લેન્ડના હાથમાંથી નજીક આવી મેચ સરકી

શરુઆતથી મેચમાં ઈંગ્લેન્ડે પોતાને બનાવી રાખ્યુ હતુ. પરંતુ મોટી ઈનીંગની અપેક્ષા પુરી થઈ શકી નહોતીય ડેનિયલ વોટ્ટ એ 30 બોલમાં 34 રનની ઈનીંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા જમાવ્યા હતા. જ્યારે ઓપનર શોફિયા ડંકલેએ 16 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે પણ 6 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ કેપ્સી શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠી હતી. નેટ સિવીયર બ્રન્ટે 34 બોલનો સામનો કરીને 40 રનની ઈનીંગ રમી હતી. જે ઈંગ્લીશ ટીમનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો. સુકાની હેથર નાઈટે 25 બોલમાં 31 રનનુ યોગદાન આપ્યુ હતુ. સુકાનીએ અંત સુધી લડતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતિમ ઓવરમાં તે વિકેટ ગુમાવી બેઠી હતી.

બ્રન્ટની વિકેટ ગુમાવવા સાથે જ મેચ હાથમાંથી સરકતી જવા લાગી હતી. પરંતુ સુકાનીએ સંઘર્ષ જારી રાખ્યો હતો. જોકે સામે છેડે પુરતો સાથ ના મળતા ઈંગ્લીશ ટીમે અંતે પરાજયનો સામનો કરી સેમિફાઈનલથી જ પોતાની સફર ખતમ કરી હતી. આમ યજમાન દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ફાઈનલ મેચ રમાશે.

Published On - 9:42 pm, Fri, 24 February 23