ENG v NZ : ન્યુઝીલેન્ડે ફોલોઓન બાદ આપી લડત, ત્રીજા દિવસની રમતના અંતે 3 વિકેટે 202 રન નોંધાવ્યા

England Vs New Zealand, 3rd Test Innings report: પ્રથમ ઈનીંમાં ઈંગ્લેન્ડના 435 રનના સ્કોર સામે ન્યુઝીલેન્ડ 209 રનમાં જ સમેટાઈ ગયુ હતુ. ઈંગ્લેન્ડે કિવી ટીમને ફોલોઓન આપ્યુ હતુ

ENG v NZ : ન્યુઝીલેન્ડે ફોલોઓન બાદ આપી લડત, ત્રીજા દિવસની રમતના અંતે 3 વિકેટે 202 રન નોંધાવ્યા
England Vs New Zealand Innings report
| Edited By: | Updated on: Feb 26, 2023 | 11:34 AM

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ પર ટોસ જીતીને પ્રથમ ઈંગ્લેન્ડને બેટિંગ કરવા માટે નિંમત્રણ આપવાનો નિર્ણય મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. જોકે ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડે ફોલોઓન બાદ બીજી ઈનીંગમાં લડત આપવાનો પ્રયાસ કર્યો છે. પ્રથમ ઈનીંગમાં કંગાળ રમત રમ્યા બાદ હવે બીજી ઈનીંગમાં મજબૂત શરુઆત કરી છે. જોકે ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર હજુ તે ઈંગ્લેન્ડના પ્રથમ ઈનીંગના સ્કોરથી 24 રન દૂર છે. જોકે હજુ 7 વિકેટ હાથ પર હોવાની રાહત યજમાન ટીમને છે.

પ્રથમ ઈનીંગ ઈંગ્લેન્ડે 8 વિકેટના નુક્સાને 435 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો હતો. ન્યુઝીલેન્ડની ટીમનો પ્રથમ દાવ 209 રનમાં જ સમેટાઈ જતા ફોલોઓન ની સ્થિતી સર્જાઈ હતી. આમ કિવી ટીમે બીજી ઈનીંગ શરુ કરી હતી. બીજી ઈનીંગમાં કિવી બેટરોએ સારો પ્રયાસ કર્યો હતો.

લાથમ અને કોન્વેની લડાયક ફિફટી

બીજી ઈનીંગમાં ન્યુઝીલેન્ડની ટીમના ઓપનરોએ મરણીયા બનીને રમતની શરુઆત કરી હતી. અંતિમ ટેસ્ટને બચાવવાની આશાઓ સાથે ક્રિઝ પર ફોલોઓન અપાયા બાદ ઉતરતા 149 રનની પાર્ટનરશિપ ઓરનીંગ જોડીએ નોંધાવી હતી. ટોમ લાથમે 83 રનની ઈનીંગ રમી હતી. જ્યારે ડેવેન કોન્વેએ 61 રની ઈનીંગ રમી હતી. બંનેની રમતે જાણે કે ન્યુઝીલેન્ડને માટે સરકેલી બાજી બાદ જીવ પૂરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ મક્કમતા પૂર્વ ઈંગ્લીશ બોલરોનો બીજી ઈનીંગમાં સામનો કર્યો હતો. જોકે જેક લિચ બે વિકેટ ઝડપવામાં સફળ રહેતા ઈંગ્લેન્ડને રાહત સર્જાઈ હતી.

જેક લિચે ઓપનીંગ જોડીને તોડવામાં સફળતા મેળવી હતી. લીચે ઓલી પોપના હાથમાં કોન્વેને કેચ ઝડપાવતા બીજી ઈનીંગમાં શરુઆતે નિરાશ ઈંગ્લેન્ડને રાહત સર્જાઈ હતી. બાદમાં ટોમ લાથમને પૂર્વ કેપ્ટન જો રુટે લેગબિફોર વિકેટ ઝડપાવતા બીજી સફળતા ઈંગ્લેન્ડને મળી હતી. વિલ યંગ 23 બોલનો સામનો કરીને 8 રન નોંધાવી ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. લિચે તેને ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો.

વિલિયમસન પર મદાર

હવે ન્યુઝીલેન્ડની લડતને આગળ વધારવુ જારી રાખવાની જવાબદારી પૂર્વ કેપ્ટન કેન વિલિયમસનની છે. વિલિયમસન 25 રન સાથે ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા દરમિયાન રમતમાં હતો. તેણે 81 બોલનો સામનો કરીને વિકેટ બચાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ સમયે હેનરી નિકોલ્સ 70 બોલનો સામનો કરીને 18 રન નોંધાવી રમતમાં રહ્યો હતો. ડેરેલ મિશેલ, વિકેટકીપર બેટર ટોમ બંડલ અને માઈકલ બ્રેસવેલ રમત માટે બાકી છે.

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે 202 રનનો સ્કોર 3 વિકેટના નુક્શાને નોંધાવ્યો છે. જ્યારે હજુય તે ઈંગ્લેન્ડની લીડથી 24 રન દૂર છે. ત્યાર બાદ પડકાર આપવા માટેના રન ખડકવાની શરુઆત ન્યુઝીલેન્ડની ટીમ કરશે. આ માટે હજુ મોટી ઈનીંગની અપેક્ષા ન્યુઝીલેન્ડના ક્રિકેટ ચાહકો સેવી રહ્યા હશે.

 

Published On - 11:23 am, Sun, 26 February 23