પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સૂપડા સાફ કરનારા Ben Stokes ને આઈસીસીએ આપ્યુ મોટુ સન્માન

ઈંગ્લીશ સ્ટાર બેટ્સમેન બેન સ્ટોક્સે ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પાકિસ્તાન પ્રવાસ દરમિયાન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યુ હતુ.

પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સૂપડા સાફ કરનારા Ben Stokes ને આઈસીસીએ આપ્યુ મોટુ સન્માન
Ben Stokes Winner of the ICC men test Cricketer
| Edited By: | Updated on: Jan 26, 2023 | 3:58 PM

ગત ડિસેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને તેના જ ઘરમાં જ ધૂળ ચટાડી દીધી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં 3-0 થી જીત મેળવી હતી. પાકિસ્તાનને તેના જ ઘરમાં જ ક્લીન સ્વીપ કરી દીધુ હતુ. ઈંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટ માં પાછળના વર્ષમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેની કેપ્ટનશિપ પણ કમાલની રહી હતી. હવે આઈસીસીએ તેને મોટુ સન્માન પણ આપ્યુ હતુ. આઈસીસીએ ઈંગ્લીશ ઓલ રાઉન્ડરને વર્ષ 2022 ના માટે શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો.

ઈંગ્લીશ સ્ટાર ઓલરાઉન્ડરે ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 36.25ની સરેરાશથી 870 રન બનાવ્યા હતા. વળી 31.19 રનની સરેરાશ થી 26 વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ટીમનો એપ્રોચ સ્ટોક્સની આગેવાનીમાં ટેસ્ટ ક્રિકેટમાં બદલાઈ ગયો હતો.

કેપ્ટન તરીકે પ્રભાવિત કર્યા

ઈંગ્લીશ ક્રિકેટનો અંદાજ સુકાન સંભાળતા જ બદલાવા લાગ્યો હતો. ઈંગ્લીશ ટીમ નુ પ્રદર્શન નબળુ રહ્યુ હતુ. જેના બદલે સ્ટોક્સના સુકાન સંભાળ્યા બાદ જીતના પાટા પર ટીમ ચઢવા લાગી હતી. સ્ટોક્સે ટેસ્ટ ટીમની આગેવાની સંભાળતા જ 10 માંથી 9 મેચમાં જીત અપાવી હતી. પાકિસ્તાનને 3-0 થી હરાવી ખૂબ વાહ વાહી લૂંટનારા સ્ટોક્સે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોને પણ હાર આપી હતી. ભારત સામેની સિરીઝમાં હારના ખતરાને ટાળીને 2-2 થી બરાબરી કરી લીધી હતી.

સ્ટોક્સને સુકાન સોંપવા પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 4 ટેસ્ટ સિરીઝ ગુમાવવી પડી હતી. 17 જેટલી ટેસ્ટ મેચોમાંથી માત્ર એક જ મેચમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. આમ હારની સહન કરી રહેલી ટેસ્ટ ટીમનુ સુકાન આ સ્થિતીમાં બેન સ્ટોક્સને સોંપવામાં આવ્યુ હતુ. તેણે ટીમમાં ખુદને સાબિત કરવા પૂરા પ્રયાસો કર્યા હતા. સ્ટોક્સે એક બાદ એક સફળતા મેળવવા લાગતા જ ઈંગ્લેન્ડની ટીમ ફરી પાછી જીતના ટ્રેક પર ચઢી હતી.

 

 

આવો રહ્યો દેખાવ

વર્ષ 2022 ની વાત કરવામાં આવે તો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આ દરમિયાન બે શાનદાર સદી નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઓલરાઉન્ડ દેખાવ કરતા એક સદી નોંધાવી હતી અને સિરીઝમાં 10 વિકેટ ઝડપી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે સદી નોંધાવી હતી. આમ ઓવર ઓલ ગત વર્ષ દરમિયાન તેણે દરેક રીતે પ્રભાવિત કરનારો દેખાવ કર્યો હતો.

 

Published On - 3:35 pm, Thu, 26 January 23