Pakistan Vs England: ઈંગ્લેન્ડે પાકિસ્તાનનુ વગાડ્યુ બેન્ડ, 63 રનથી આપી કારમી હાર

|

Sep 24, 2022 | 9:42 AM

એક દિવસ પહેલા જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે (Babar Azam) સદી ફટકારીને ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું, જેના પર આખું પાકિસ્તાન જશ્ન મનાવી રહ્યું હતું.

Pakistan Vs England: ઈંગ્લેન્ડે પાકિસ્તાનનુ વગાડ્યુ બેન્ડ, 63 રનથી આપી કારમી હાર
લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને 8 વિકેટ ગુમાવી હતી (AFP)

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ને સાતમા આસમાનથી જમીન પર આવતા માત્ર 24 કલાક લાગ્યા હતા. એક તરફ નાગપુરમાં ટીમ ઈન્ડિયા (Team India) એ ઓસ્ટ્રેલિયાને હરાવીને જોરદાર જીત નોંધાવી છે. તે જ સમયે ઈંગ્લેન્ડે કરાચીમાં પાકિસ્તાનનુ બેન્ડ વગાડ્યું હતું. આ મેદાન પર એક દિવસ પહેલા જ ઐતિહાસિક ઇનિંગ્સ અને ભાગીદારી કરનાર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાનને 24 કલાકની અંદર વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો. કરાચીમાં ત્રીજી T20માં, ઈંગ્લેન્ડે પહેલા પાકિસ્તાનની બેટ થી બરાબર ધુલાઈ કરી અને બાદમાં બોલ થી કહેર વર્તાવ્યો. આમ પાકિસ્તાન સામે સરળતાથી મેચને ઈંગ્લેન્ડે પોતાના નામે કરી લીધી હતી.

એક તરફ પાકિસ્તાની ટીમ હતી જેણે ગુરુવારે ઓપનીંગ જોડીની રમત વડે ધમાલ મચાવી દીધી હતી, જેના પ્રદર્શનમાં થોડા જ કલાકોમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો હતો. તો બીજી તરફ, કેપ્ટન જોસ બટલર સહિત ઘણા અનુભવી ખેલાડીઓની ગેરહાજરી છતાં ઇંગ્લેન્ડે સાતત્ય જાળવી રાખ્યું હતું. ત્રણ નવા બેટ્સમેનોએ ઈંગ્લેન્ડની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો અને તેઓએ પાકિસ્તાની બોલરોની બરાબરની ધુલાઈ કરી દીધી હતી. તેઓની રમત વડે ઈંગ્લેન્ડની ટીમ 221 રનના સ્કોર સુધી પહોંચી હતી.

ઈંગ્લેન્ડને જેક્સે જબરદસ્ત શરુઆત કરાવી, બ્રુક્સે ધમાલ મચાવી

આ મેચથી ડેબ્યૂ કરતા જમણા હાથના યુવા ઓપનર વિલ જેક્સે 40 રન બનાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી 23 વર્ષીય યુવા બેટ્સમેન હેરી બ્રુક અને બેન ડકેટે પાકિસ્તાનની બોલિંગના ધજીયા ઉડાવી દીધા હતા. બંનેએ માત્ર 69 બોલમાં 139 રનની અણનમ ભાગીદારી કરી અને 3 વિકેટે 221 રન સુધી પહોંચાડી દીધી. બ્રુકે માત્ર 35 બોલમાં 81 રન (8 ચોગ્ગા, 5 છગ્ગા) બનાવ્યા હતા, જ્યારે ડકેટ પણ 70 રનની જબરદસ્ત ઇનિંગ્સ (42 બોલ, 8 ચોગ્ગા, 1 છગ્ગા) રમીને અણનમ પરત ફર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બાબર-રિઝવાન નિષ્ફળ ગયા

ઈંગ્લેન્ડ માટે આ મેચમાં તોફાની બોલર માર્ક વુડ 6 મહિના બાદ ઈજામાંથી પરત ફર્યો હતો, જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર રીસ ટોપલીને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. આ બંને બોલરોના આગમનથી પાકિસ્તાની બેટિંગની સ્થિતિ કફોડી બની ગઈ હતી. બાબર આઝમ (8) અને મોહમ્મદ રિઝવાન (8) જેણે ગુરુવાર 22 સપ્ટેમ્બરની રાત્રે ઇંગ્લેન્ડના બોલરો પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું, તે આ બંને બોલરોનો શિકાર બન્યા હતા. વુડે બાબરને આઉટ કર્યો, જ્યારે ટોપલીએ રિઝવાનને બોલ્ડ કર્યો.

બાદમાં મિડલ ઓર્ડરની હાલત પણ ખરાબ

ફરી એકવાર, બાબર અને રિઝવાન સસ્તામાં આઉટ થતાં, પાકિસ્તાનનો નબળો મિડલ ઓર્ડર ખરાબ રીતે સામે આવ્યો અને ઇંગ્લિશ બોલરોએ સરળતાથી તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. જો કે, શાન મસૂદે પાકિસ્તાન માટે સારી ઇનિંગ રમી અને વર્લ્ડ કપની ટીમમાં પોતાની પસંદગીને અમુક અંશે સાબિત કરી. આ વર્ષે સારા ફોર્મમાં રહેલા ડાબા હાથના મસૂદે તેની ત્રીજી T20Iમાં પ્રભાવશાળી ઇનિંગ્સ રમી હતી. તે પાકિસ્તાન માટે એક છેડેથી રન બનાવતો રહ્યો અને 65 રન બનાવીને અણનમ પાછો ફર્યો. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 158 રન જ બનાવી શકી હતી.

 

Published On - 9:25 am, Sat, 24 September 22

Next Article