ENG vs SL Breaking News : ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ચોથી હાર, શ્રીલંકાએ 8 વિકેટથી જીતી મેચ

ICC World Cup Match Report, England vs Sri Lanka: વર્લ્ડ કપની 25મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્લ્ડ કપની પાંચ મેચમાં ઈંગ્લેન્ડની આ ચોથી હાર છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 156 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા અને આઠ વિકેટે મેચ જીતી લીધી.

ENG vs SL Breaking News : ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ચોથી હાર, શ્રીલંકાએ 8 વિકેટથી જીતી મેચ
ENG vs SL Breaking News
| Edited By: | Updated on: Oct 26, 2023 | 7:51 PM

Bengaluru : વર્લ્ડ કપની 25મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્લ્ડ કપની (World Cup 2023) પાંચ મેચમાં ઈંગ્લેન્ડની આ ચોથી હાર છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 156 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા અને આઠ વિકેટે મેચ જીતી લીધી.

શ્રીલંકાએ ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું છે. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની આ ચોથી હાર છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 33.2 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 25.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા અને આઠ વિકેટે મેચ જીતી લીધી.

આ પણ વાંચો :  Viral Video: ક્રિકેટરની ફની સ્ટાઈલ ફેમસ છે, યુઝવેન્દ્ર ચહલે ન્યુઝીલેન્ડ ક્રિકેટરને પણ ન છોડ્યો

 

છેલ્લી 5 WC મેચોમાં ઇંગ્લેન્ડ vs શ્રીલંકા

  • વર્ષ 2007 – SL 2 રનથી જીત્યું
  • વર્ષ 2011 – SL 10 વિકેટથી જીત્યું
  • વર્ષ 2015 – SL 9 વિકેટે જીત્યું
  • વર્ષ 2019 – SL 20 રનથી જીત્યું
  • વર્ષ 2023 – SL 8 વિકેટે જીત્યું*

વર્લ્ડ કપમાં શ્રીલંકા vs ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ભાગીદારી

  • 231* – ટી દિલશાન અને યુ થરંગા, કોલંબો (RPS), 2011 (પહેલી વિકેટ માટે)
  • 212* – કે સંગાકારા અને એલ થિરિમાને, વેલિંગ્ટન, 2015 (બીજી વિકેટ માટે)
  • 137* – પી નિસાન્કા અને એસ સમરવિક્રમા, બેંગલુરુ, 2023 (બીજી વિકેટ માટે)*
  • 1996 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ઈંગ્લેન્ડ વર્લ્ડ કપની કોઈ એડિશનમાં સતત ત્રણ મેચ હારી ગયું હોય.
  • શ્રીલંકાએ 2007 બાદ વર્લ્ડ કપમાં સતત પાંચમી વખત ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023માં વધુ એક શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ શાનદાર દેખાવમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવી. શ્રીલંકાએ સતત બીજી મેચ જીતી હતી. ઈંગ્લેન્ડની 5 મેચમાં આ ચોથી હાર છે. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા માત્ર 156 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રીલંકાએ આ લક્ષ્યાંક 26 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાની આ જીતમાં ફાસ્ટ બોલર લાહિરુ કુમારા અને ઓપનર પથુમ નિસાન્કાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું ત્યારે આ ફેન્સની મોટા સ્કોરની આશા વધી ગઈ હતી. પરંતુ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલી ઈંગ્લેન્ડ આ તકનો ફાયદો ઉઠાવી શકી ન હતી. વર્લ્ડકપ પહેલા સૌથી ખતરનાક ગણાતી બેટિંગ લાઇન અપ સૌથી ખરાબ સાબિત થઈ છે અને સતત રન માટે સંઘર્ષ કરી રહી છે. બેંગલુરુમાં તેની હદ થઈ ગઈ છે.

જોની બેરસ્ટો અને ડેવિડ માલાને ટીમને મજબૂત શરૂઆત અપાવી અને માત્ર 6 ઓવરમાં 40થી વધુ રન બનાવ્યા. ત્યારપછી 7મી ઓવરમાં માલનની વિકેટ પડી અને અહીંથી ઈંગ્લેન્ડની બોલબાલા શરૂ થઈ. ઈંગ્લેન્ડને આ ઝટકો શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે આપ્યો હતો, જેને વર્લ્ડ કપની મધ્યમાં ઈજાગ્રસ્ત મતિશા પથિરાનાના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જો રૂટ જલ્દી જ રન આઉટ થયો અને વિકેટો પડવાની શ્રેણી શરૂ થઈ.

ઈંગ્લેન્ડને સૌથી મોટો ઝટકો ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ આપ્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલરે એકલા હાથે ઈંગ્લેન્ડના વિસ્ફોટક મિડલ ઓર્ડરનો નાશ કર્યો. પહેલા તેણે કેપ્ટન જોસ બટલરને આઉટ કર્યો અને પછી લિયામ લિવિંગ્સ્ટનને LBW આઉટ કર્યો. બેન સ્ટોક્સે લાંબા સમય સુધી એકલા હાથે ચાર્જ સંભાળ્યો પરંતુ તે પણ લાહિરુનો શિકાર બન્યો. ઈંગ્લેન્ડનો આખો દાવ માત્ર 33.2 ઓવરમાં 156 રનમાં સમેટાઈ ગયો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:22 pm, Thu, 26 October 23