ENG vs NZ : ટ્રેન્ટ બોલ્ટે કરી મુરલીધરનના ‘World Record’ ની બરોબરી, બેટિંગમાં કમાલ કરી

|

Jun 12, 2022 | 2:12 PM

ENG vs NZ 2nd Test : નોટિંગહામમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ (ENG vs NZ) નો પ્રથમ દાવ 553 રનમાં સમેટાઈ ગયો હતો. બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 1 વિકેટના નુકસાને 90 રન બનાવી લીધા હતા.

ENG vs NZ : ટ્રેન્ટ બોલ્ટે કરી મુરલીધરનના World Record ની બરોબરી, બેટિંગમાં કમાલ કરી
Trent Boult (File Photo)

Follow us on

ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે ટ્રેન્ટ બ્રિજ નોટિંગહામ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) નો પ્રથમ દાવ 553 રનમાં સમેટાઈ ગયો હતો. બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 1 વિકેટના નુકસાને 90 રન બનાવી લીધા હતા. ન્યૂઝીલેન્ડ હાલમાં ઈંગ્લેન્ડ કરતાં 463 રન આગળ છે. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન ડેરિલ મિશેલે શાનદાર 190 રન બનાવ્યા હતા. જ્યારે ટોમ બ્લંડેલે 106 રન બનાવ્યા હતા. છેલ્લે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે (Trent Boult) 18 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા.

ટ્રેન્ટ બોલ્ટે આ ટૂંકી ઇનિંગ્સમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નંબર 11 પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન (Mutthiah Murlitharan) ના નામે છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીમાં નંબર 11 પર બેટિંગ કરતા 623 રન બનાવ્યા હતા. હવે ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે મુરલીધરનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

મુરલીધરનને પછાડવાની તક

ટ્રેન્ટ બોલ્ટે 11માં નંબર પર ઉતરીને અત્યાર સુધી 623 રન બનાવ્યા છે. 1 રન બનાવતાની સાથે જ તે શ્રીલંકાના દિગ્ગજને પાછળ છોડી દેશે. ટ્રેન્ટ બોલ્ટે 69 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે મુરલીધરને આ આંકડા સુધી પહોંચવા માટે 87 ટેસ્ટ મેચ રમી હતી. 11મા નંબર પર બેટિંગ કરતા જેમ્સ એન્ડરસને 609 જ્યારે ગ્લેન મેકગ્રાએ 603 રન બનાવ્યા છે. તો વેસ્ટ ઇન્ડિઝના કર્ટની વોલ્શના નામે ટેસ્ટમાં 11માં નંબર પર બેટિંગ કરીને 553 રન બનાવવાનો રેકોર્ડ છે.

ટેસ્ટમાં 11માં સ્થાન પર સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

 

  1. 623* : ટ્રેન્ટ બોલ્ટ
  2. 623   : મુથૈયા મુરલીધરન
  3. 609   : જેમ્સ એન્ડરસન
  4. 603   : ગ્લેન મેકગ્રા
  5. 553   : કર્ટની વોલ્શ

ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ (ENG vs NZ) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ બીજા દિવસની રમતના અંત સુધીમાં રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ (England Cricket) ના ટોપ ઓર્ડરે ટીમને સારી શરૂઆત અપાવી હતી અને બીજા દિવસની રમતના અંતે તેણે પ્રથમ દાવમાં એક વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા હતા. ઓલી પોપ 73 બોલમાં 51 રન બનાવીને અણનમ છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે ડેરીલ મિશેલની 190 રનની ઈનિંગને કારણે પ્રથમ દાવમાં 553 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

Next Article