ENG vs NZ 1st Test: બેન સ્ટોક્સે કેપ્ટનશીપની ડેબ્યૂ મેચમાં જર્સી ન પહેરી, કારણ છે મોત સામે લડતો ખેલાડી

|

Jun 02, 2022 | 5:47 PM

લોર્ડ્સ ટેસ્ટની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે (New Zealand Vs England) ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને કેન વિલિયમસનનો નિર્ણય ઘાતક સાબિત થયો.

1 / 5
 બેન સ્ટોક્સની કારકિર્દીનો નવો અધ્યાય ગુરુવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થયો હતો. ઈંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર ટેસ્ટ કેપ્ટન તરીકે પ્રથમ મેચ રમવા ગયો હતો અને આ મેચમાં આ ખેલાડીએ બધાનું દિલ જીતી લીધું હતું. (PC-AFP)

2 / 5
 બેન સ્ટોક્સે ટેસ્ટ કેપ્ટન તરીકે પોતાની ડેબ્યુ મેચમાં જ બધાના દિલ જીતી લીધા હતા. સ્ટોક્સ વાસ્તવમાં આ મેચમાં પોતાની નહીં પણ ગ્રેહામ થોર્પના નામની જર્સી પહેરીને ઉતર્યો હતો. આ જર્સી પહેરવાનું એક ખાસ કારણ પણ છે. (PC-AFP)

3 / 5
તમને જણાવી દઈએ કે, ગ્રેહામ થોર્પ હોસ્પિટલમાં મોત સાથે લડાઈ લડી રહ્યા છે. થોર્પને કયો રોગ થયો છે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે, સ્ટોક્સે કહ્યું કે, થોર્પ બીમાર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે થોર્પની પત્નીને તેની તબિયત વિશે પણ પૂછ્યું.

4 / 5
સ્ટોક્સે પણ શેન વોર્નને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ટોક્સે કહ્યું કે, વોર્નના મૃત્યુથી તેને ઘણું દુઃખ થયું છે. તે આ રમતના મહાન ખેલાડીઓમાંથી એક હતો. તમને જણાવી દઈએ કે વોર્નનું મૃત્યુ થાઈલેન્ડમાં હાર્ટ એટેકથી થયું હતું.

5 / 5
 ન્યૂઝીલેન્ડે તેની શરૂઆતની વિકેટ માત્ર 12 રનમાં ગુમાવી દીધી હતી. એન્ડરસને ન્યુઝીલેન્ડને પ્રથમ બે ઝટકા આપ્યા હતા. આ પછી બ્રોડે વિકેટ લીધી અને ડેબ્યૂ ટેસ્ટની પહેલી જ ઓવરમાં પોટ્સે પણ એક વિકેટ પોતાના નામે કરી લીધી.

Next Photo Gallery