ENG vs IND : Team India ટી-20 સિરીઝ માટે Ageas Bowl માં પહોંચી, હાર્દિક-ચહલ અને કાર્તિક સહિત આ ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

|

Jul 06, 2022 | 10:26 AM

IND vs ENG T20I Series: વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓને પ્રથમ T20 માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. આ બધા બીજી ટી-20થી જોવા મળશે.

ENG vs IND : Team India ટી-20 સિરીઝ માટે Ageas Bowl માં પહોંચી, હાર્દિક-ચહલ અને કાર્તિક સહિત આ ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ
Team India (PC: Twitter)

Follow us on

ભારતીય ટીમ (Team India) આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટેસ્ટમાં હાર બાદ હવે ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે 7 જુલાઈથી ટી-20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ ખાતે રાત્રે 10.30 કલાકે શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ નેટ પર પ્રેક્ટિસ કરતા જોવા મળે છે.

પહેલી ટી20માં આ ખેલાડીઓને આરામ મળશે

ઘણા ખેલાડીઓને પ્રથમ T20 માટે આરામ આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓ બીજી T20થી ભારતીય ટીમનો ભાગ બનશે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ અય્યર અને રિષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓને પ્રથમ T20 માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, વેંકેશ અય્યર અને અર્શદીપને પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. તો રોહિત શર્મા, જેણે છેલ્લી ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાના કારણે કેપ્ટનશિપ કરી ન હતી. તે હવે કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે.

યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025

પાંચમી ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર થઇ હતી

ઈંગ્લેન્ડ સામે 2-1 થી આગળ હોવા છતાં ભારતીય ટીમ શ્રેણી જીતવામાં નિષ્ફળ રહી હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (England Cricket Team) ના બેટ્સમેનોએ ભારતના બોલરોની બીજી ઈનિંગમાં ખૂબ ધોલાઈ કરી હતી અને 378 રનનો રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કરી અને જીત નોંધાવી. આ રીતે પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઐતિહાસિક શરૂઆતની તક મળી શકી નથી. સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર ફાસ્ટ બોલરે ટીમ ઈન્ડિયાની બેટિંગને હારનું કારણ ગણાવ્યું અને કહ્યું કે ભારતે પ્રથમ ત્રણ દિવસનું વર્ચસ્વ સરળતાથી ગુમાવી દીધું.

 

 

 

પહેલી ટી20 મેચ માટે ભારતીય ટીમ

રાહુલ ત્રિપાઠી, રોહિત શર્મા ( સુકાની), ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઈશાન કિશન, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ , રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.

Next Article