
ભારત અને ઈંગ્લેન્ડ (England vs India) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. ભારતે સાઉથમ્પટનમાં રમાયેલી પ્રથમ T20 50 રને જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. આજે ટીમ પાસે સિરીઝ જીતવાની તક છે. આ મેચમાં ટીમ વિરાટ કોહલી (Virat Kohli), ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની વાપસી કરી રહી છે, જેમને પ્રથમ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ વાપસી કરવા માટે બેતાબ છે. આ તેના માટે કરો યા મરો મેચ છે.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રિચાર્ડ ગ્લેસન, મેટ પાર્કિન્સન.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.
17મી ઓવરના અંતિમ બોલ પર હર્ષલ પટેલે પાર્કિસનને ક્લિન બોલ્ડ કરતા જ ઈંગ્લેન્ડનો દાવ સમેટાઈ ગયો હતો. આ સાથે જ ભારતનો 49 રને શાનદાર વિજય નોંધાયો હતો.
મોઈન બાદ તુરત આગળના બોલે ભારતને રન આઉટના રુપમાં વધુ એક સફળતા મળી હતી. ક્રિસ જોર્ડન અને વિલી એક જ છેડા પર રન દોડવા જતા ભેગા થઈ ગયા હતા અને જેની પર સરળતાથી જોર્ડનની વિકેટ મેળવી હતી. જે ઈંગ્લેન્ડની 8મી વિકેટ રહી હતી.
મોઈન અલીએ બે છગ્ગા તો જમાવ્યા પણ હવે તેનુ બેટ વિકેટ ગુમાવનારો શોટ લગાવી ચુક્યુ છે. હાર્દિક પંડ્યાની જાળમાં તે ફસાઈ ચુક્યો છે અને રોહિત શર્માના હાથમાં તે કેચ આપી બેઠો હતો.
હાર્દિક પંડ્યા 15મી ઓવર લઈને આવ્યો છે. આ ઓવરની શરુઆત તેણે છ રન ગુમાવીને કરી હતી. હાર્દિક પંડ્યાના બોલ પર મોઈન અલીએ છ રન ફટકાર્યા હતા.
રવિન્દ્ર જાડેજા માટે આ વખતે 14 મી ઓવર થોડી મોંઘી રહી હતી. તેણે 14 રન ગુમાવ્યા હતા. પહેલા વિલીએ બાઉન્ડરી ફટકારી હતી અને બાદમાં મોઈન અલીએ ઓવરના પાંચમાં બોલ પર છગ્ગો જમાવી દીધો હતો. જાડેજાના માથા પર થઈને મોઈને છગ્ગો ફટકાર્યો હતો.
જસપ્રીત બુમરાહે સેમ કરનને આઉટ કરીને પોતાની ટીમને છઠ્ઠી સફળતા અપાવી હતી. ઓવરના બીજા બોલ પર, કરને મિડ-ઓફ પર બોલ રમ્યો પરંતુ હાર્દિકે બોલને માથાની ઉપરથી પકડીને તેની ઇનિંગ્સનો અંત લાવી દીધો હતો. તે 4 બોલમાં બે રન બનાવીને આઉટ થયો હતો.
10મી ઓવરની શરુઆતે જ ઈંગ્લેન્ડે પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. યુઝવેન્દ્ર ચહલ આ ઓવર લઈને આવ્યો હતો અને તેણે ઓવરના પ્રથમ બોલ પર સફળતા મેળવી હતી. રિવર્સ સ્વિપ કરવા જતા ડેવિડ મલાન હર્ષલ પટેલને કેચ આપી બેઠો હતો.
9મી ઓવર લઈને હર્ષલ પટેલ આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર મોઈન અલીએ બાઉન્ડરી ફટકારી હતી. તેણે પોઈન્ટ તરફ બોલને ફટકાર્યો હતો. હર્ષલે ઓવરમાં 9 રન ગુમાવ્યા હતા.
યુઝવેન્દ્ર ચહલ 7મી ઓવર લઈને આવ્યો હતો. તેણે આ ઓવરમાં ભારતને સફળતા અપાવી હતી અને ઈંગ્લેન્ડને મુશ્કેલ સ્થિતી તરફ આગળ વધાર્યુ હતુ. લોંગ ઓન પર સૂર્યકુમાર યાદવના હાથમાં હેરી બ્રૂકને કેચ ઝડપાવ્યો હતો. હેરી 8 રન નોંધાવીને પરત ફર્યો હતો.
છઠ્ઠી ઓવર લઈને હર્ષલ પટેલ આવ્યો હતો. તેણે ઓવરના ત્રીજા અને અંતિમ બોલ પર એમ બે ચોગ્ગા ગુમાવ્યા હતા. પહેલા ડેવિડ મલાને બેકવર્ડ પોઈન્ટ તરફ ગેપમાં બોલને ફટકાર્યો હતો અને બાદમાં અંતિમ બોલ પર હેરી બ્રૂકે ડીપ મિડવેકટ પર હવામાં બોલને ફટકાર્યો હતો. ઓવરમાં 9 રન ગુમાવ્યા હતા.
પાંચમી ઓવર લઈને આવેલા જસપ્રીત બુમરાહે પ્રથમ બોલ પર જ લિયામ લિવિંગસ્ટોનની ગીલ્લીઓ ઉડાવી દીધી હતી. લિયામ 15 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. બુમરાહે ઓવરના એક પણ રન આપ્યો નહોતો.
જીવતદાન મળ્યા બાદ લિવિગસ્ટોને હાર્દિક પંડ્યાના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. તેણે મીડવિકેટ તરફ આ ચોગ્ગો ફટકાર્યો હતો. અગાઉ યુઝવેન્દ્ર ચહલે તેનો કેચ ડ્રોપ કર્યો હતો.
ચોથી ઓવર લઈને હાર્દિક પંડ્યા આવ્યો હતો. તેની ઓવરના બીજા બોલે શાનદાર મોકો સર્જાયો હતો અને લિયામ લિવિંગસ્ટોન બહાર થઈ શકે એવી આશા થઈ હતી. પરંતુ ખૂબ ઉંચે રહેલો બોલ નિચે યુઝવેન્દ્ર ચહલના હાથમાં આવેલો છૂટી ગયો હતો.
ભૂવનેશ્વર કુમારના બોલ પર લિયામ લિવિંગસ્ટોને એક બાદ એક બે સળંગ બાઉન્ડરી જમાવી દીધી હતી. લિયામે આ બાઉન્ડરી સાથે જ પોતાનુ ખાતુ ખોલાવ્યુ હતુ.
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ઋષભ પંતે અપીલ કરી હતી. ભૂવનેશ્વર કુમારને પણ વિકેટ મળ્યાનો આનંદ હતો. પરંતુ અંપાયરે કોઈ જ પ્રતિક્રિયા આપી નહોતી. રોહિત શર્માએ પંત અને ભૂવીની અપીલ પર રીવ્યૂ મેળવ્યો હતો અને વિકેટની સફળતા મળી હતી. રિવ્યૂમાં બોલ બેટને અડકીને પંતના હાથમં પહોંચ્યો હોવાનુ સામે આવ્યુ હતુ.
જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં 8 રન આપ્યા હતા. ઓવરના ચોથા બોલ પર, ડેવિડ મલાન કવર્સ પર બોલ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. રોય બાદ હવે બટલર ક્રિઝ પર છે, જે ટીમ માટે કેપ્ટન ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે.
ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પર જ જેસન રોયની વિકેટ હાંસલ કરીને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો છે. ઓફ સ્ટંપના બોલ પર બેટની કિનારી લઈને બોલ સ્લિપમાં રોહિત શર્માના હાથમાં પહોંચ્યો હતો. આમ શૂન્ય પર જ પ્રથમ સફળતા મળી હતી.
જેસન રોય અને જોસ બટલર બેટીંગ માટે ક્રિઝ પર આવ્યા છે, તેમની સામે 171 રનનુ લક્ષ્ય છે. ભૂવનેશ્વર કુમાર ભારત તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
ભારતીય ટીમે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 170 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ડેબ્યૂટન્ટ ગ્લીસને 3 અને જોર્ડને 4 વિકેટ ભારત સામે ઝડપી હતી.
ભૂવનેશ્વર કુમાર કવર પર કેચ આઉટ થયો હતો. તે જોર્ડનના બોલ પર આઉટ થયો હતો અને તેણે માત્ર 2 રનનુ યોગદાન આપ્યુ હતુ
રવિન્દ્ર જાડેજાએ 19મી ઓવરના ચોથા બોલ પર શાનદાર શોટ મીડ ઓફ પર ફટકાર્યો હતો. જેના વડે ભારતના ખાતામાં ચાર રન આવ્યા હતા.
હર્ષલ પટેલે આગળના બોલ પર છગ્ગો જમાવ્યો હતો અને બાદમાં કેચ આઉટ ઝડપાયો હતો. જોર્ડને તેનો શિકાર શોર્ટ બોલ પર ઝડપ્યો હતો. તે 13 રન નોંધાવીને પરત ફર્યો હતો.
હર્ષળ પટેલે 17મી ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. અંતિમ ઓવરોને લઈ અક્ષરે ઇંગ્લેન્ડના બોલરો સામે બેટ ખોલીને રમીને રમવાનો પ્રયાસ કરતા છગ્ગો ફટકાર્યો હતો.
16મી ઓવરના ત્રીજા બોલે રવિન્દ્ર જાડેજાએ બાઉન્ડરી ફટકારી હતી. જ્યારે ઓવરના અંતિમ બોલ પર હર્ષલ પટેલે ડીપ કવર અને પોઈન્ટની વચ્ચે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 17 રન આવ્યા હતા.
ત્રીજો રન મેળવવાની લાલચમાં વિકેટ ગુમાવી દીધી. દિનેશ કાર્તિક જે છેડા તરફ દોડી રહ્યો હતો એ દરમિયાન જ બટલરને બ્રૂકે બોલ થ્રો કરતા જ તેને સ્ટંપમાં અથડાવીને કાર્તિકને પરત મોકલ્યો હતો. 12 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.
ડેવિડ વિલીએ 13મી ઓવરમાં 10 રન આપ્યા હતા. ઓવરના છેલ્લા બોલ પર જાડેજાએ ચોગ્ગો સ્વીપ કરીને મેળવ્યો હતો. આ સાથે જ ભારતનો સ્કોર 100ને પાર થઈ ગયો છે. કાર્તિક અને પંડ્યા અંત સુધી ટકી રહેવાનો પ્રયત્ન કરશે, તો જ ટીમ લડત આપવા યોગ્ય સ્કોર બનાવી શકશે.
રિચર્ડ ગ્લેસને 12મી ઓવરમાં બે રન આપ્યા હતા. ગ્લેસને અત્યાર સુધી તેની ત્રણ ઓવરમાં 8 રન આપ્યા છે. કાર્તિક સામે તે ખૂબ જ સાવધાનીપૂર્વક બોલિંગ કરી રહ્યો હતો.
સૂર્યકુમાર યાદવ બાદ હાર્દિક પંડ્યા પણ આઉટ થયો હતો. હાર્દિકે શોર્ટ બોલ પર બોલ રમવા માટે કટ કર્યો, પરંતુ તે ડેવિડ મલાનના હાથે કેચ થઈ ગયો. પંડ્યાએ 15 બોલમાં 12 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં ચોગ્ગો માર્યો હતો.
11 મી ઓવર લઈને ક્રિસ જોર્ડન આવ્યો હતો. તેણે સૂર્યકુમાર યાદવની વિકેટ ઝડપી હતી. ઓફ સ્ટંપની બહાર બોલ નાંખ્યો હતો જેના પર સૂર્યા ડીપ વિકેટ પર સેમ કરનના હાથમાં કેચ ઝડપાયો હતો.
10મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ચોગ્ગો જમાવ્યો હતો. તેણે પાર્કિસનના બોલ પર આ બાઉન્ડરી સીધો જ ફટકાર્યો હતો. જે પાર્કિસનના પગ પાસેથી બોલ પસાર થઈને બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે પણ ચોથા બોલને બાઉન્ડરી માટે ફટકાર્યો હતો. ઓવરમાં 13 રન આવ્યા હતા.
8મી ઓવર પાર્કિસન લઈને આવ્યો હતો. તેની ઓવરના બીજા બોલ પર જ સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી ફટકારી હતી. ફુટવર્ક વડે સૂર્ય કુમારે બાઉન્ડરી માટેનો શોટ બનાવ્યો હતો. પોતાનુ ખાતુ ખોલનાર આ શોટ વાઈડ લોંગ ઓફ પર ફટકાર્યો હતો.
ગ્લીસને બેક ટુ બેક વિકેટ ઝડપી છે. તેણે ડેબ્યૂ મેચમાં ત્રીજી વિકેટ ઝડપી છે. આ વખતે તેણે ઋષભ પંતને પોતાની જાળમાં ફસાવ્યો છે. શોર્ટ ઓફ લેન્થ બોલને પંત વાઈડ લોંગ ઓન પર ફટકારવા જવાના ચક્કરમાં વિકેટકીપર જોસ બટલરને કેચ આપ્યો હતો. પંત 15 બોલનો સામનો કરીને 26 રન નોંધાવીને પરત ફર્યો હતો.
ડેબ્યૂટન્ટ ગ્લીસને જબરદસ્ત બોલીંગ કરીને વધુ એક ભારતીય સ્ટારને પોતાનો શિકાર કર્યો છે. તેણે પહેલા રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીની વિકેટ ઝડપી છે. વિરાટ કોહલી માત્ર 1 જ રન નોંધાવીને ડેવિડ મલાનને કેચ આપી બેઠો હતો.
મોઈન અલી છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ઋષભ પંતે છગ્ગો ફટકાર્યો હતો. લોંગ ઓન પર તેણે બોલને ફટકાર્યો હતો. ત્યાર બાદ આગળના બોલને બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.
ડેબ્યૂટન્ટ રિચાર્ડ ગ્લીસન પાંચમી ઓવર લઈને આવ્યો છે. આ ઓવરના પાંચમાં બોલે તેને ન ધારેલી સફળતા મળી છે. તેણે ભારતીય સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માની વિકેટ મળી હતી. જોસ બટલરે ડાઈવ લગાવીને રોહિતનો કેચ ઝડપ્યો હતો. રોહિત શર્માએ 20 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ થી 31 રન ફટકાર્યા હતા.
ચોથી ઓવરમાં મોઈન અલીને ઉતારવામાં આવ્યો છે. મોઈન અલી સામે રોહિત શર્માએ શાનદાર બે ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ચોગ્ગો ઓવરના ત્રીજા બોલ પર ઓફ સાઈડ તરફ ચોગ્ગો નોંધાવ્યો હતો. બીજો ચોગ્ગો પાંચમાં બોલ પર ફ્રન્ટ ફુટ પર પુલ કરીને ડીપ મીડ વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 11 રન મળ્યા હતા.
રોહિત શર્માએ પ્રથમ ઓવરના અંતિમ બોલ પર છગ્ગો લગાવ્યા બાદ ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર છગ્ગો જમાવ્યો હતો. તેણે સળંગ બીજો છગ્ગો નોંધાવ્યો છે. આમ વિલીએ વધુ એક છગ્ગાનો માર હિટમેનના બેટથી સહન કર્યો છે. પંતે પણ ઓવરના ત્રીજા અને અંતિમ બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. આમ ત્રીજી ઓવરમાં ભારતને 17 રન મળ્યા હતા.
સેમ કરન બીજી ઓવર લઈને આવ્યો હતો અને તેણે ઓવરમાં 7 રન ભારતને આપ્યા હતા. ઋષભ પંતે તેની ઓવરના પાંચમાં બોલને બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. પંતે ઓવર પીચ ધીમા બોલને લોંગ ઓફ તરફ બાઉન્ડરી લગાવી હતી.
પ્રથમ ઓવરના અંતિમ બોલ પર રોહિત શર્માએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. ડેવિસ વિલીના બોલ પર રોહિત શર્માએ શાનદાર ફુટવર્ક સાથે બેકવર્ડ સ્કેવર લેગ તરફ છગ્ગો ફટકાર્યો હતો. પ્રથમ ઓવરમાં ભારતને 8 રન મળ્યા હતા.
ઋષભ પંત કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનીંગમાં આવ્યો છે. બંને ઓપનરો ક્રિઝ પર આવ્યા છે અને ભારતીય બેટીંગ ઈનીંગ શરુ થઈ ચુકી છે. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવર ડેવિડ વિલી લઈને આવ્યો છે.
ઈંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેવિડ વિલી અને રિચર્ડ ગ્લીસનને ટીમમાં તક મળી છે.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રિચાર્ડ ગ્લેસન, મેટ પાર્કિન્સન.
Two changes to our XI and a debut for @ricgleeson! 👏
Jos wins the toss and we will bowl first.
🏴 #ENGvIND 🇮🇳 | @vitality_uk
— England Cricket (@englandcricket) July 9, 2022
ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. ઈશાન કિશનના સ્થાને વિરાટ કોહલી, અર્શદીપ સિંહના સ્થાને જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલના સ્થાને રવિન્દ્ર જાડેજા અને દીપક હુડ્ડાના સ્થાને ઋષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.
England have won the toss and elect to bowl first in the 2nd T20I
A look at our Playing XI for the game 👇👇
Live – https://t.co/o5RnRVGuWv #ENGvIND pic.twitter.com/SkEUSwtzVW
— BCCI (@BCCI) July 9, 2022
જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બટલરે કહ્યું, ‘અમે પહેલા બેટિંગ કરીશું. પિચ સારી દેખાઈ રહી છે. અમારી પાસે પાછા આવવાની તક છે. આ મેદાન શાનદાર છે અને ભારતને પણ અહીં ભરપૂર સમર્થન મળે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એજબેસ્ટન ખાતે T20 શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ભારત પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે
Published On - 6:39 pm, Sat, 9 July 22