ઇંગ્લેન્ડે એ કામ કરી બતાવ્યુ જે 6 વર્ષથી કોઈ કરી શક્યુ નહોતુ, બાંગ્લાદેશે ઘર આંગણે ODI સિરીઝ ગુમાવી

|

Mar 03, 2023 | 11:52 PM

England Vs Bangladesh: ઈંગ્લેન્ડે 2-0 થી વનડે સિરીઝ બાંગ્લાદેશ સામે તેના જ ઘરમાં અજેય લીડ મેળવી જીતી લીધી છે. 2016-17 થી બાંગ્લાદેશને ઘર આંગણે કોઈ ટીમ હરાવી શકતુ નહોતુ, જોકે હવે આ સિલસિલો તૂટી ગયો છે.

ઇંગ્લેન્ડે એ કામ કરી બતાવ્યુ જે 6 વર્ષથી કોઈ કરી શક્યુ નહોતુ, બાંગ્લાદેશે ઘર આંગણે ODI સિરીઝ ગુમાવી
England beats Bangladesh

Follow us on

બાંગ્લાદેશની ધરતી પર જે કામ ભારત ના કરી શક્યુ એ કામ આજે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે કરી દેખાડ્યુ છે. ભારત જ નહીં પરંતુ, શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝ, ઝિમ્બાબ્વેની ટીમો પણ નિષ્ફળ રહી હતી. ઈંગ્લેન્ડે શુક્રવારે એ કામ પુરુ કર્યુ જે કોઈ છેલ્લા 6 વર્ષથી કરી શક્યુ નહોતુ. ઈંગ્લેન્ડે 2-0 થી વનડે સિરીઝ બાંગ્લાદેશ સામે તેના જ ઘરમાં અજેય લીડ મેળવી જીતી લીધી છે. 2016-17 થી બાંગ્લાદેશને ઘર આંગણે કોઈ ટીમ હરાવી શકતુ નહોતુ, જોકે હવે આ સિલસિલો તૂટી ગયો છે.

3 મેચોની વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડે પ્રથમ મેચ 3 વિકેટથી જીતી લીધી હતી. જ્યારે બીજી વનડે મેચ શુક્રવારે મીરપુરમાં રમાતા, તેને ઈંગ્લેન્ડે 132 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ઈગ્લેન્ડને બેટિંગ કરવા માટે બીજી વનડે મેચમાં નિમંત્રણ આપ્યુ હતુ. ઈંગ્લીશ બેટરોએ ધમાલ મચાવતા વિશાળ સ્કોર ખડકી દીધો હતો. જ્યારે જવાબમાં બાંગ્લાદેશની ટીમ 196 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ખડક્યો વિશાળ સ્કોર

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે સારી શરુઆત અપાવી હતી. જોકે ઓપનિંગ જોડી મા્તર 25 રનના સ્કોર પર તૂટી ગઈ હતી. તસ્કીન અહેમદે પ્રથમ સફળતા બાંગ્લાદેશને અપાવી હતી. તે 7 રન નોંધાવીને પરત ફર્યો હતો. બાદમાં ડેવિડ મલાનની વિકેટ 83 રનના સ્કોર પર ઈંગ્લેન્ડે ગુમાવી હતી. મલાને 11 રનની ઈનીંગ રમી હતી. આમ બંને ઝડપથી વિકેટ ગુમાવી હતી. જોકે જેસને એક છેડેથી રન નિકાળતો રહ્યો હતો અને સ્કોર બોર્ડ આગળ ધપાવ્યુ હતુ. જોસ બટલરે પણ શાનદાર રમત રમતા 64 બોલમાં 76 રન નોંધાવ્યા હતા.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

જેસન રોયે શાનદાર સદી નોંધાવી હતી. તેણે 124 બોલનો સામનો કરીને 132 રન નોંધાવ્યા હતા. તેની રમતે ઈંગ્લેન્ડને મજબૂત સ્કોર પર લાવી દીધુ હતુ. મોઈન અલીએ 42 રનની ઈનીંગ રમી હતી, મોઈને 2 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. સેમ કુરને 19 બોલમાં 33 રન નોંધાવ્યા હતા. આમ નિર્ધારીત 50 ઓવરના અંતે ઈંગ્લેન્ડે 326 રન નોંધાવ્યા હતા.

શાકીબ અને તમીમ સિવાયના બેટર ફ્લોપ

વનડે ટીમના કેપ્ટન તમીમ ઈક્બાલ અને શાકીબ અલ હસને 79 રનની ભાગીદારી રમત રમી હતી. બંને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટીમ માત્ર 196 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. સેમ કુરન અને આદીલ રશીદના બોલિંગ આક્રમણ સામે બાંગ્લાદેશની ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી.

327 રનનો લક્ષ્યનો પિછો કરતા બાંગ્લાદેશે ખરાબ શરુઆત કરી હતી. પ્રથમ 3 વિકેટ માત્ર 9 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. પ્રથમ ઓવરના ચોથા બોલ પર લિટ્ટન દાસ અને પાંચમાં બોલ પર નઝમૂલ હુસેન શાંતોએ વિકેટ ગુમાવી હતી. બંને શૂન્ય રન નોંધાવીને ગોલ્ડન ડક વિકેટ ગુમાવી પરત ફર્યા હતા.

 

 

Published On - 11:27 pm, Fri, 3 March 23

Next Article