MS Dhoniની જેમ દબાણ સહેવુ દરેક ના માટે સરળ નથી, મનિન્દર સિંહે કહ્યું માનસીક રીતે મજબૂત ખેલાડી છે

|

Aug 01, 2021 | 8:28 PM

પૂર્વ ક્રિકેટર મનિન્દરે કહ્યું હતુ કે એમએસ ધોનીના દબાણથી પાર પાડવાના પ્રકારને ફોલો કરવા સૌના માટે આસાન નથી. તેઓએ એક મીડિયા રિપોર્ટમાં આ વાત કહી હતી.

MS Dhoniની જેમ દબાણ સહેવુ દરેક ના માટે સરળ નથી, મનિન્દર સિંહે કહ્યું માનસીક રીતે મજબૂત ખેલાડી છે
MS Dhoni

Follow us on

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડ બેન સ્ટોક્સે (Ben Stokes) ક્રિકેટથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર વાતો થઈ રહી છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યનો હવાલો આપીને ક્રિકેટથી બ્રેક લીધો છે. તે ભારત સામે ટેસ્ટ સિરીઝ નહીં રમે. આ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર મનિન્દર સિંહે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. 56 વર્ષીય ક્રિકેટરને ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) યાદ આવ્યા છે.

 

પૂર્વ ક્રિકેટર મનિન્દરે કહ્યું હતુ કે એમએસ ધોનીના દબાણથી પાર પાડવાના પ્રકારને ફોલો કરવા સૌના માટે આસાન નથી. તેઓએ એક મીડિયા રિપોર્ટમાં આ વાત કહી હતી. તેમને આ અંગે પૂછવામાં આવ્યુ હતુ કે શું એમએસ ધોનીની જેમ એકવાર ક્રિકેટના મેદાનની બહાર જવા પછી રમત અને મીડિયાના દબાણથી પુરી રીતે છુટકારો મેળવી શકાય છે. ભારત માટે 35 ટેસ્ટ મેચ રમી ચુકેલા મનિન્દરે બતાવ્યુ હતુ કે એમએસ ધોની હંમેશા અન્ય બાબતોથી દુર રહે છે. આ તેનો વાસ્તવિક સ્વભાવ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

દરેક લોકો ધોની નથી બની શકતા

તેમણે કહ્યું જુઓ દરેક લોકો એમએસ ધોની નથી બની શકતા. કારણ કે દરેક લોકોનો એક મુળ સ્વભાવ હોય છે. જે બીજાથી અલગ હોય છે. ધોની પોતાના શરુઆતના દિવસોથી જ હંમેશા એવો રહ્યો છે. તેણે હંમેશા કહ્યું છે કે તેણે ન્યુઝ પેપર નથી વાંચ્યુ અને નથી ન્યુઝને ફોલો કર્યા. જે ધ્યાન ભટકાવનારી બાબતોથી પોતાને સંભાળવાનો એક શાનદાર પ્રકાર છે.

 

જોકે બીજાને માટે તેને ફોલો કરવું આસાન નથી. મનિન્દરે કહ્યું જ્યારે કોઈ પોતાના મુળ સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરે છે તો તે પોતાના મગજની અંદર ખૂબ દબાણ નાંખે છે. એટલા માટે દબાણથી બહાર આવવા માટે ધોનીના પ્રકારોનું પાલન કરવુ આસાન નથી.

ભારતીય ક્રિકેટરોમાં પણ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા

BCCIના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ હાલમાં જ કહ્યું હતુ કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દા ભારતીય ક્રિકેટરોને પ્રભાવિત નથી કરતા. તેની પર જ્યારે મનિન્દર સિંહે પાસે તેમનો વિચાર પુછાયો તો તેમણે કહ્યુ, કે અનેક લોકો ઈન્કારની મુદ્રામાં છે. તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અનેક ક્રિકેટર પહેલાથી પોતાના માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને નિવારવા માટે મદદ માંગી રહ્યા છે.

 

આ પણ વાંચો: પી.વી સિંધુએ ચીનની હી બિંગજિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, સતત બે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

Next Article