Ranji Trophy: 16 વર્ષના કિશોરે મચાવી દીધી ધમાલ, કેરળના આ ખેલાડીએ 6 વિકેટ ઝડપી, હવે ગુજરાત સામે પડકાર ફેંક્યો!

|

Feb 20, 2022 | 1:26 PM

મેઘાલય સામેની મેચમાં એડન એપલ ટોમે (Edhen Apple Tom) છ વિકેટ લીધી હતી. એડને પ્રથમ દાવમાં 41 રન આપીને ચાર અને બીજા દાવમાં 30 રનમાં બે વિકેટ લીધી હતી.

Ranji Trophy: 16 વર્ષના કિશોરે મચાવી દીધી ધમાલ, કેરળના આ ખેલાડીએ 6 વિકેટ ઝડપી, હવે ગુજરાત સામે પડકાર ફેંક્યો!
Edhen Apple Tom તેના અનોખા નામને લઇને પણ ચર્ચામાં હતો

Follow us on

કેરળ (Kerala Cricket Team) ની રણજી ટીમે રણજી ટ્રોફી 2022 (Ranji Trophy) માં જીત સાથે શરૂઆત કરી હતી. તેઓએ મેઘાલયને એક ઇનિંગ્સ અને 166 રનથી હરાવ્યું. કેરળની જીતનો હીરો 16 વર્ષનો ફાસ્ટ બોલર એડન એપલ ટોમ (Edhen Apple Tom) હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા તે તેના રસપ્રદ નામના કારણે સમાચારમાં હતો પરંતુ હવે તેની રમતે તેનું નામ પાછળ છોડી દીધું છે. એડન એપલ ટોમના નામની પણ એક રસપ્રદ વાર્તા છે. તેના પિતાનું નામ એપલ ટોમ છે. ઈસરોના સેટેલાઈટના કારણે તેમને એપલ નામ મળ્યું. તેના બે ભાઈઓના નામ એપલ સેમ અને એપલ જીઓ છે. આ પછી એપલ ટોમે પોતાના પુત્રનું નામ એડન એપલ ટોમ રાખ્યું.

મેઘાલય સામેની મેચમાં એડન એપલ ટોમે છ વિકેટ લીધી હતી. એડને પ્રથમ દાવમાં 41 રન આપીને ચાર અને બીજા દાવમાં 30 રનમાં બે વિકેટ લીધી હતી. આ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટનુસાર ઈડને પ્રથમ મેચના અનુભવ વિશે જણાવ્યું કે, મેં મારી કારકિર્દીની સારી શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક દિવસો મારા માટે સપના જેવા રહ્યા. પરંતુ હું જાણું છું કે આ માત્ર શરૂઆત છે. બીજી મેચ ખૂબ જ મજબૂત ટીમ ગુજરાત સાથે થવાની છે. હું તેમની સામે સારું કરવા ઈચ્છું છું અને આમ કરતો રહીશ.

બંને ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર વિકેટ લીધી

મેઘાલય સામેની મેચની બંને ઇનિંગ્સમાં એડને તેના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં કિશન લિંગદોહ અને બીજા દાવમાં ડી રવિ તેજાને આઉટ કર્યો હતો. આ બંને સ્લિપમાં કેચ આઉટ થયા હતા. આ વિકેટો અંગે તેણે કહ્યું કે, મેં ફુલ લેન્થ થી બોલિંગ કરવાની યોજના બનાવી હતી અને બંને વખત બેટની ધાર મળી હતી.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

એડન એપલ ટોમે રણજી ટ્રોફી પહેલા અલપ્પુઝામાં કેરળ ટીમના તૈયારી કેમ્પમાં તેની બોલિંગથી પ્રભાવિત કર્યા. કેરળના કોચ ટીનુ યોહાનને તેની રમત જોયા બાદ ઈડનને ટીમમાં સામેલ કર્યો હતો. તેમનો દાવ સફળ રહ્યો હતો.

ઈડન ત્રણ વર્ષ પહેલા દુબઈથી આવ્યો હતો

એડન 2018માં તેના પિતા સાથે દુબઈથી તિરુવનંતપુરમ આવ્યો હતો. ક્રિકેટમાં કરિયર બનાવવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં તેની રમતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. તેણે પોતાની ફિટનેસ પર પણ સતત કામ કર્યું. તે શરૂઆતમાં ખોટા પગથી બોલ ફેંકતો હતો. પરંતુ ધીમે ધીમે તેણે તેમાં સુધારો કર્યો.

કૂચ બિહાર ટ્રોફીમાં 16 વિકેટ ઝડપી

તેણે તાજેતરની અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં પણ કેરળ માટે સારું પ્રદર્શન કર્યુ હતુ. ઇડને ટીમ માટે 16 વિકેટ લીધી હતી. આ પછી જ તેના માટે કેરળ રણજી ટીમના દરવાજા ખુલી ગયા હતા. તેણે પ્રથમ વખત કેરળ તરફથી રમતા ગુજરાત સામે પાંચ વિકેટ ઝડપી હતી. હવે એડન એપલ ટોમ આગામી રણજી ટ્રોફી મેચમાં ગુજરાત સામે આ જ રમત બતાવવા માંગે છે.

 

આ પણ વાંચોઃ WWE એ ફેન્સ માટે આપ્યા ખુશખબર, ત્રણ દાયકા સુધી રાજ કરનારા Undertaker ને મળશે મોટુ સન્માન

આ પણ વાંચોઃ Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

 

 

Next Article