TV9 Gujarati | Edited By: Nirupa Duva |
Updated on: Oct 30, 2022 | 4:00 PM
આઈએસએલ 2022-23ની સૌથી રોમાંચક મેચ શનિવારના રોજ રમાઈ હતી. બંગાળ અને મોહન બાગાનની ટીમ જ્યારે સોલ્ટ લેક સ્ટેડિયમમાં ઉતરી તો હજારોની ભીડ ઉમટી હતી. મેચનો ઉત્સાહ માતમમાં જોવા મળ્યો હતો એક ચાહકને મેચ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો. (East Bengal Twitter)
અહેવાલો અનુસાર કોલકતાના રહેવાસી જયશંકર સાહા મેચ જોવા માટે સ્ટેડિયમ પહોચ્યો હતો. પ્રથમ હાફની 15 મિનીટ થઈ હતી અને જયશંકરને હુમલો આવ્યો હતો. તેની આસપાસ હાજર લોકો તેને સ્ટેડિયમમાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. (East Bengal Twitter)
જયશંકરના મોંઢામાંથી લોહી નીકળી રહ્યું હતુ, કોલકાતા પોલીસે તેને અમરી હોસ્પિટલ લઈ ગયા હતા. ડૉક્ટરે ખુબ પ્રયત્ન કર્યો પરંતુ તેનો જીવ બચી શક્યો નહિ. હોસ્પિટલ પહોંચ્યાના 37 મિનીટ બાદ તેનું મુત્યુ થયુ હતુ. સોશિયલ મીડિયા પર ચાહકોએ આના પર દુખ વ્યક્ત કર્યું હતુ. (East Bengal Twitter)
બંગાળના ડાયરેક્ટર દેબ્રત સરકારે જયશંકરના ઘરે પહોંચી અને પરિવાર સાથે મુલાકાત કરી હતી તેમણે જણાવ્યું કે, તે પરિવારની શક્ય તેટલી મદદ કરશે. 31 વર્ષના ચાહકના મોત પર ક્લબે દુખ વ્યક્ત કર્યું હતુ.(East Bengal Twitter)
મેચની વાત કરીએ તો મોહન બાગાને મેચ 2-0થી જીતી લીધી હતી. આ મેચ જોવા માટે 60 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. આ સિઝનમાં ISLનો આ રેકોર્ડ છે. ડોક્ટરોનું કહેવું છે કે, આટલી ભીડને કારણે તેમની સાથે આ અકસ્માત થયો હતો. (East Bengal Twitter)