DPL 2021: ઓલરાઉન્ડર શાકિબ હસનને સ્ટમ્પને લાત મારવી ભારે પડી, 4 મેચ રમવા પર લાગ્યો પ્રતિબંધ

|

Jun 12, 2021 | 8:33 PM

ક્રિકેટ જગતમાં ખૂબ જ ટીકાપાત્ર બનેલા વિશ્વનો ટોચના ક્રમનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) પર કાર્યવાહી કરાઈ છે.

DPL 2021: ઓલરાઉન્ડર શાકિબ હસનને સ્ટમ્પને લાત મારવી ભારે પડી, 4 મેચ રમવા પર લાગ્યો પ્રતિબંધ
Shakib Hassan hit stumps

Follow us on

ક્રિકેટ જગતમાં ખૂબ જ ટીકાપાત્ર બનેલા વિશ્વનો ટોચના ક્રમનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) પર કાર્યવાહી કરાઈ છે. શાકિબ પર ચાર મેચ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. શાકિબે ઢાકા પ્રિમિયર લીગ (DPL)ની મેચ દરમ્યાન રીતસરની દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. તેણે અંપાયર સામે બે વાર રોષ વ્યક્ત કર્યો હતો. પહેલા તો તેણે પગથી લાત મારીને સ્ટંપને ઉખેડી નાંખ્યા હતા. જ્યારે બીજી વાર સ્ટંપ ઉખાડી પીચ પર પછાડ્યા હતા.

 

ક્રિકેટમાં ખેલાડીની આટલી હદે અંપાયર પર દબાણ સર્જવાની ગુંડાગીરીનો વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. વાયરલ વીડિયોને લઈને વિશ્વભરમાં ક્રિકેટ ચાહકોએ શાકિબ પર ફિટકાર વરસ્યો હતો. તેનુ આ વર્તન ક્રિકેટ જ નહીં કોઈ પણ રમતના ખેલાડી માટે અશોભનીય હતુ. જોકે બાદમાં ચોમેરથી ફિટકાર વરસતા શાકિબે પરિસ્થિતી પામી માફી માંગી લીધી હતી. જોકે તેનો કોઈ મતલબ રહ્યો નહોતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ મહંમ્મદ્દીન સ્પોર્ટીંગ ક્લબના કેપ્ટન શાકિબ અલ હસન પર પ્રતિબંધ મુકાયો છે. ઢાકા પ્રિમિયર લીગની ચાર મેચો માટે તેની પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તેના ખરાબ વર્તનને લઈને તેની પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આમ હવે તે DPL 2021ની આઠથી અગીયાર સુધીની મેચોમાં ભાગ નહીં લઈ શકે.

 

શાકિબની ગુંડાગીરીની પ્રથમ ઘટના

મહંમ્મદ્દીન સ્પોર્ટીંગ (Mohammedan Sporting) અને અબાહની લિમિટેડ (Abahani Limited) વચ્ચે મેચ રમાઈ રહી હતી. શાકિબે બેટ્સમેન મુશ્ફીકુર સામે LBW આઉટ હોવાની અપીલ કરી હતી. જોકે અંપાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. જેને લઈ શાકિબે તરત જ અંપાયરની સામે જઈ સ્ટમ્પ પર જોરથી લાત મારી દઈ ઉખેડી નાંખ્યા. તેમજ જોર જોરથી અંપાયર સામે બોલવા લાગ્યો હતો.

 

શાકિબની ગુંડાગીરીની બીજી ઘટના

વરસાદને લઈને પ્રભાવિત થયેલી જે મેચમાં શાકિબે સૌથી પહેલા પાંચમી ઓવરમાં દાદાગીરી ભર્યુ કૃત્ય કર્યુ હતુ. આગળની છઠ્ઠી ઓવરના પાંચમાં બોલે વરસાદને લઈને અંપાયરે મેદાન પર કવર્સ લાવવા માટે ઈશારો કર્યો હતો. શાકિબ તે જોઈને ભડકી ઉઠ્યો અને દોડીને સીધો જ અંપાયર પાસે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે ત્રણેય સ્ટંપ્સ ઉખાડીને જોરથી પીચ પર જ પછાડ્યા હતા. ત્યારબાદ એક સ્ટંપ ઉઠાવીને ફરીથી લગાવી દીધુ હતુ.

 

Next Article