શિખર ધવન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, હુમા કુરેશી સાથે જોવા મળશે

ક્રિકેટ સિવાય શિખર ધવન હવે નવા કામમાં પણ હાથ અજમાવવા જઈ રહ્યો છે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધવન હુમા કુરેશીની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

શિખર ધવન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, હુમા કુરેશી સાથે જોવા મળશે
શિખર ધવન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, હુમા કુરેશી સાથે જોવા મળશે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 11, 2022 | 4:55 PM

Actress Sonakshi Sinha : બોલિવુડ અને ક્રિકેટનું લાંબા સમયથી ખાસ કનેક્શન પણ જોવા મળી રહ્યું છે. કેટલાક ક્રિકેટરો ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમાં અજય જાડેજા, સલીલ અંકોલા જેવા નામ પણ સામેલ છે. હવે વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે આ નામ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરનાર બેટ્સમેન શિખર ધવન છે ધવન (Shikhar Dhawan) ટુંક સમયમાં બોલિવુડમાં જોવા મળશે, તે બોલિવુડ ડેબ્યુ કરનાર છે. સોનાલી સિન્હા અને હુમા કુરેશી (Huma Qureshi) ની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ ડબલ એક્સએલ છે. આ ફિલ્મમાં ધવન પણ જોવા મળશે,

આ ફિલ્મની સાથે તે પોતાનું બોલિવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધવન હુમા કુરેશીની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. હુમા આ ફોટોમાં લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે.

 

આ છે ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મમાં ઓવરસાઈઝને લઈ સમાજમાં કરવામાં આવતા વ્યવ્હારને રજુ કરવામાં આવ્યો છે હુમા કુરેશીનું નામ આ ફિલ્મમાં રાજશ્રી ત્રિવેદી છે જે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી આવે છે અને સ્પોર્ટસ પ્રેજેન્ટર છ, તો સોનાક્ષી સિન્હાનું નામ સાયરા ખન્ના છે અને તે નવી દિલ્હીથી આવે છે. સતરામ રમાની આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે અને 14 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.ધવનની ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં ક્રિકેટર જોવા મળશે. પિંકવિલાએ ધવનને ટાંકીને કહ્યું, “એક ખેલાડી પોતાના દેશ માટે રમે છે. જીવન હંમેશા મુશ્કેલ હોય છે. મારું સૌથી મોટું મનોરંજનનું સાધન ફિલ્મ જોવાનું છે જ્યારે આ તક મારી પાસે આવી અને મે સ્ટોરી સાંભળી તો મને તે ગમી અને આ આખા સમાજ માટે શાનદાર સંદેશે છે.

 

 

ધવન પર નજર

ધવન હાલમાં ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યો છે. તે રનો માટે સંધર્ષ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી વનડે સિરીઝમાં ઘવનનું શરુઆતની 2 મેચમાં સારુ પ્રદર્શન રહ્યું ન હતુ,