VIDEO: ભારતની હાર પર દિનેશ કાર્તિકે તાળીઓ પાડી, રોહિત શર્માએ ટપલી મારી

ઈન્દોરમાં સાઉથ આફ્રિકા સામે ભારતની હારમાં દિનેશ કાર્તિકે 219થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

VIDEO: ભારતની હાર પર દિનેશ કાર્તિકે તાળીઓ પાડી, રોહિત શર્માએ ટપલી મારી
VIDEO: ભારતની હાર પર દિનેશ કાર્તિકે તાળીઓ પાડી, રોહિત શર્માએ આપ્યો મુક્કો
Image Credit source: VideoGrab
| Edited By: | Updated on: Oct 05, 2022 | 4:36 PM

VIDEO: ઈન્દોરમાં ભારતીય ટીમ (Team India)ની સાથે શું થયુ છે તે હવે આખી દુનિયા સામે છે. ભારતે ઈન્દોરમાં રમાયેલી છેલ્લી ટી 20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પણ ભારતીય ટીમના ડગઆઉટમાં જે થયું તે કાંઈ અલગ જ હતુ. ભારતને તો હાર મળી, પરંતુ તેની આ હાર પર દિનેશ કાર્તિક તાળી પાડી રહ્યો હતો. કાર્તિકને આવું કરતા જોઈ કેપ્ટન રોહિત શર્માએ જોયું પછી જે કાંઈ થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik)ને રોહિત શર્માને ટપલી મારતો જોઈ શકીએ છીએ.

ઈન્દોરમાં રમાયેલી T20 સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. જવાબમાં જ્યારે ટીમ ઈન્ડિયા 228 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેની ગાડી 178 રન પર જ થંભી ગઈ હતી. ભારતીય બેટ્સમેન માટે સંપૂર્ણ 20 ઓવર રમવી પણ મુશ્કેલ બની ગઈ હતી. હવે એક તો બોલરોનું પ્રદર્શન નકામું હતું, ઉપરથી બેટિંગ પણ નબળી હતી. આવી સ્થિતિમાં જો કાર્તિક તાળીઓ પાડશે તો કોઈ પણ કેપ્ટન હોય તેને પણ કદાચ આવું જ કર્યું હોત.

 

 

કાર્તિકે તાળી પાડી અને રોહિતે તેને ટપલી મારી

તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને દિનેશ કાર્તિક વચ્ચે જે પણ થયું તે માત્ર હાસ્યનો એક ભાગ હતું. એમાં કશું ગંભીર નહોતું. આ હાર પછી ભારતના ડગઆઉટની જે ઘટના હતી, તે કેમેરા દ્વારા કેદ કરવામાં આવી હતી. તમે જોઈ શકો છો કે કેવી રીતે હાર પછી, જ્યારે કાર્તિકે તાળી પાડી, ત્યારે રોહિત શર્માએ તેની પીઠ પર જોરથી ટપલી મારી હતી.

 

 

બંન્ને વચ્ચેનો આ ફની વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ વીડિયો શેયર કર્યો છે. જેમાં મેચ પછી દિનેશ કાર્તિક અને રોહિત શર્મા હસતા જોવા મળી રહ્યા છે.