મુરલી વિજયની સામે દિનેશ કાર્તિકના નારા લાગ્યા, લાઈવ મેચમાં ફેન્સને હાથ જોડવા પડ્યા, જુઓ વીડિયો

|

Jul 19, 2022 | 7:12 PM

ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ મુરલી વિજય (Murali Vijay) હાલમાં TNPLમાં રમી રહ્યો છે. તેણે સદી ફટકારીને પોતાની શાનદાર બેટિંગથી ફેન્સનું મનોરંજન પણ કર્યું હતું, પરંતુ હવે તેને મેદાન પર દિનેશ કાર્તિકના નામે હાથ જોડવાની ફરજ પડી હતી.

મુરલી વિજયની સામે દિનેશ કાર્તિકના નારા લાગ્યા, લાઈવ મેચમાં ફેન્સને હાથ જોડવા પડ્યા, જુઓ વીડિયો
murali-vijay
Image Credit source: TWITTER VIDEO SCREENSHOT

Follow us on

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ મુરલી વિજય (Murali Vijay) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયા છે પરંતુ તે હજુ પણ ક્રિકેટના મેદાન પર પોતાની તાકાત બતાવી રહ્યા છે. મુરલી વિજય તાજેતરમાં લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો અને તેણે તમિલનાડુ પ્રીમિયર લીગમાં (Tamil Nadu Premier League) પણ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ આ દરમિયાન મુરલી વિજયને આ ટૂર્નામેન્ટમાં ફેન્સ સામે હાથ જોડવા પડ્યો હતો. આ બધું લાઈવ મેચ દરમિયાન થયું હતું. મુરલી વિજયને તેના જીવનની એક ઘટના માટે સતત ચીડવવામાં આવતો હતો.

મુરલી વિજયની સામે લગાવવામાં આવ્યા કાર્તિકના નારા

ટીએનપીએલની મેચ દરમિયાન મુરલી વિજયની સામે ડીકે-ડીકેના નારા લગાવવામાં આવ્યા હતા, જે પછી આ ખેલાડી અસહજ દેખાઈ રહ્યો હતો અને મુરલીએ ફેન્સની સામે હાથ જોડી દીધા હતા. મુરલી વિજયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં મુરલી વિજય બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહ્યો છે અને આ દરમિયાન કેટલાક પ્રશંસકો ડીકે-ડીકે એટલે કે દિનેશ કાર્તિકના નારા લગાવવા લાગ્યા. આ બધું સાંભળીને મુરલી વિજય ફેન્સ સામે હાથ જોડીને ઈશારા કરે છે અને પૂછે છે કે આ બધું શું કરી રહ્યા છો?

આ પણ વાંચો

દિનેશ કાર્તિકના નામે મુરલી વિજયે હાથ કેમ જોડ્યા?

દિનેશ કાર્તિકના નામ પર મુરલી વિજયે શા માટે હાથ જોડ્યા? મુરલી વિજયે દિનેશ કાર્તિકની પહેલી પત્ની નિકિતા સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ મુજબ મુરલી વિજયની નજીક આવ્યા પછી દિનેશ કાર્તિકે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. ડિવોર્સ પછી કાર્તિકે સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા. હાલમાં જ તે જુડવા બાળકોની માતા બની છે.

મુરલી વિજયે તમિલનાડુ પ્રીમિયર લીગમાં સદી ફટકારી હતી. તેણે નેલ્લાઇ રોયલ્સ કિંગ્સ સામે 121 રનની ઇનિંગ રમી હતી. મુરલી વિજયે આ ઇનિંગમાં 12 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. પરંતુ હવે મુરલી વિજયને ફેન્સ દ્વારા દિનેશ કાર્તિકના નારા લગાવીને ચિડાવવામાં આવ્યો છે, જેના કારણે હવે તે ફરીથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

Next Article