Dinesh Karthik: દિનેશ કાર્તિક જોડીયા બાળકોનો પિતા બન્યો, સ્કવોશ પ્લેયર દિપીકા પલ્લીકલ સાથે બાળકોની તસ્વીર શેર કરી, જાણો શુ રાખ્યુ નામ

દિનેશ કાર્તિકે (Dinesh Karthik) સોશિયલ મીડિયા દ્વારા પિતા બનવાની માહિતી આપી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Dinesh Karthik: દિનેશ કાર્તિક જોડીયા બાળકોનો પિતા બન્યો, સ્કવોશ પ્લેયર દિપીકા પલ્લીકલ સાથે બાળકોની તસ્વીર શેર કરી, જાણો શુ રાખ્યુ નામ
Dinesh Karthik-Deepika Pallikal
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:50 PM

ક્રિકેટર દિનેશ કાર્તિક (Dinesh Karthik) નુ જીવનની પીચ પર પ્રમોશન થઇ ગયુ છે. તે જોડિયા બાળકોનો પિતા બન્યો છે. તેની પત્ની દીપિકા પલ્લીકલ (Dipika Pallikal), જે ભારત માટે સ્ક્વોશ રમે છે, તેણે જોડિયા છોકરાઓને જન્મ આપ્યો છે. દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા દ્વારા પિતા બનવાની માહિતી આપી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

તેણે સોશિયલ મીડિયા પર જોડિયા પુત્રો સાથે પોતાની, પત્ની દીપિકા પલ્લીકલ અને ડોગીની તસવીર શેર કરી અને કહ્યું કે અમે 3 થી 5 થઈ ગયા છીએ. કાર્તિક ત્યાં જ ન અટક્યો, તેણે તેના બે પુત્રોના નામ પણ જણાવ્યા. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ તેમના એક પુત્રનું નામ કબીર પલ્લીકલ કાર્તિક અને બીજાનું નામ જિયાન પલ્લીકલ કાર્તિક રાખ્યું છે. એટલે કે, બાળકની અટક માતા અને પિતા બંનેનું સંયોજન દર્શાવે છે.

 

KKRએ કાર્તિકને અભિનંદન પાઠવ્યા હતા

દિનેશ કાર્તિકના પિતા બનવા પર તેની IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) પણ તેને અભિનંદન પાઠવ્યા હતા. અને ટ્વીટ કરીને લખ્યું કે 2 નવા સભ્યોના ઉમેરા સાથે અમારો KKR પરિવાર હવે મોટો થઈ ગયો છે.

 

2015 માં કર્યા હતા લગ્ન

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલની સગાઈ વર્ષ 2013માં થઈ હતી. આ પછી બંનેએ વર્ષ 2015માં હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ તે હવે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છે. દીપિકા કાર્તિકની બીજી પત્ની છે. આ પહેલા તેણે વર્ષ 2012માં તેની પહેલી પત્ની નિકિતાથી છૂટાછેડા લીધા હતા.

દિનેશ કાર્તિકે ભારત માટે 26 ટેસ્ટ, 94 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ રમી છે, જેમાં તેણે 3000 થી વધુ રન બનાવ્યા છે. તેણે વર્ષ 2019માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. તેણે IPLમાં રમાયેલી 200 થી વધુ મેચોમાં 4000 થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 25થી વધુ રહી છે અને સ્ટ્રાઈક રેટ 129 થી ઉપર છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: સુપર-12 માં ટોસ નો કમાલ, ટોસની હાર-જીત જાણે કે મેચ પહેલા નસીબ અને પરીણામ દર્શાવી દે છે !

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે પરાજય બાદ કહેલી વાત થી ખફા થયો ‘જાડેજા’, કહ્યુ આમ કેમ વિચારી શકે!

 

Published On - 8:45 pm, Thu, 28 October 21