
ભારતીય ટીમ (Indian Cricket Team) ના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) શનિવારે 23 જુલાઈએ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર ચહલને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. ક્રિકેટ જગતથી લઈને તેના ચાહકો સુધી તેણે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. પરંતુ ચહલને તેની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) તરફથી ખાસ અભિનંદન મળ્યા છે. ધનશ્રીએ પોતાના પતિ માટે ઈમોશનલ મેસેજ લખ્યો છે અને કેટલાક ફોટા પણ શેર કર્યા છે. યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં તેણે પ્રથમ વન ડેમાં 2 મહત્વની વિકેટ ઝડપી હતી.
ધનશ્રી સતત ચહલ સાથે જોવા મળે છે અને દરેક પ્રસંગે તેની સાથે રહે છે. મેચ દરમિયાન પણ ધનશ્રી સ્ટેડિયમમાં ચહલને ચીયર કરતી જોવા મળે છે. જ્યારે પણ આઈપીએલ કે ઈન્ટરનેશનલ મેચ હોય ત્યારે ધનશ્રી ચહલને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમ પહોંચે છે. ચહલ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં છે જ્યાં તે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે.
ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ માટે એક ખાસ સંદેશ લખ્યો છે. ચહલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ધનશ્રીએ લખ્યું, “જીવન એક સફર છે, પરંતુ તે અનેક રીતે સુંદર છે. તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો અને ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે. યુઝવેન્દ્ર ચહલને જન્મદિવસની શુભેચ્છા. હું તમારી સૌથી મોટી ફેન છું.”
ચહલ અને ધનશ્રીની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. જ્યારે કોવિડને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે ચહલે ડાન્સ શીખવાનું નક્કી કર્યું. તે જ સમયે ધનશ્રી ડાન્સ ટીચર છે અને ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીનો સંપર્ક કર્યો હતો. નૃત્ય શીખવાની અને શીખવવાના આ સિલસિલા વચ્ચે, બંને વચ્ચે પ્રેમ ખીલ્યો અને બંનેની પ્રેમકહાની શરૂ થઈ. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.
ઘણા લોકોએ ચહલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈએ પણ ચહલને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે.
127 international games 👌
192 international wickets 💪
Fastest Indian bowler (in Men’s cricket) to scalp 50 T20I wickets 👍
1st Indian bowler (in Men’s cricket) to take a 5-wicket haul in T20Is 🔝Here’s wishing #TeamIndia leg-spinner @yuzi_chahal a very happy birthday. 🎂👏 pic.twitter.com/aGtBAyFP0q
— BCCI (@BCCI) July 23, 2022
આ ઉપરાંત ચહલની વર્તમાન IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ ચહલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કુલદીપ યાદવ, સુરેશ રૈના, ચેતેશ્વર પૂજારાએ પણ ચહલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
Published On - 9:48 pm, Sat, 23 July 22