Ashes: ઈજાગ્રસ્ત લિયોન બેટિંગ કરવા મેદાનમાં આવતા દર્શકોએ તાડીઓથી વધાવી લીધો, જુઓ Video

|

Jul 01, 2023 | 11:58 PM

એશિઝ સીરિઝનું કેટલું મહત્વ છે એ આજે ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને બતાવ્યું, જ્યારે તે ઇજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં બેટિંગ કરવા ઉતર્યો. જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.

Ashes: ઈજાગ્રસ્ત લિયોન બેટિંગ કરવા મેદાનમાં આવતા દર્શકોએ તાડીઓથી વધાવી લીધો,  જુઓ Video
Nathan Lyon

Follow us on

ક્રિકેટમાં જુસ્સા અને જુનૂનની ઘણી વાર્તાઓ અને ઉદાહરણો જોવા મળ્યા છે. બર્ટ સટક્લિફથી લઈને અનિલ કુંબલે અને ગ્રીમ સ્મિથ સુધી અનેક ખેલાડીઓ ઈજાને ભૂલી ટીમની મદદ માટે મેદાનમાં ઉતર્યા છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓફ-સ્પિનર ​​નાથન લિયોનનું નામ પણ આ વિશેષ યાદીમાં ઉમેરાઈ ગયું છે. લિયોને ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટમાં પગમાં ઈજા હોવા છતાં બેટિંગ કરી ઉપયોગી યોગદાન આપ્યું હતું.

પગમાં ઈજા છતાં બેટિંગ કરવા આવ્યો

જ્યારે ઓસ્ટ્રેલિયાની લીડ 355 રન પર પહોંચી ગઈ હતી ત્યારે તેમની નવમી વિકેટ પડી હતી. અંતિમ બેટ્સમેન તરીકે માત્ર નાથન લિયોન જ ઉપલબ્ધ હતો, જે મેચના બીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. લિયોનના જમણા પગના સ્નાયુમાં ઈજા થઈ હતી. આ મેચમાં તેની બોલિંગની તમામ શક્યતાઓ ખતમ થઈ ગઈ હતી. આમ છતાં તે ટીમના હિત માટે બેટિંગ કરવા આવ્યો હતો. લિયોન કોઈક રીતે ધીરે ધીરે લોર્ડસની સીડી પરથી નીચે આવ્યો. ત્યારબાદ જ્યારે તે મેદાન પર આવ્યો ત્યારે તે લડખડાઈને ચાલ્યો અને ક્રિઝ પર પહોંચ્યો. આ દરમિયાન લોર્ડ્સમાં હાજર તમામ દર્શકોએ તાળીઓ પાડીને તેની ખેલદિલીની ભાવનાને વધાવી લીધી હતી.

લંગડાતો દોડ્યો, ફોર ફટકારી

લિયોને લાંબા સમય સુધી ઈંગ્લેન્ડના બોલરોના શોર્ટ બોલ આક્રમણનો ચુસ્તપણે સામનો કર્યો. આ દરમિયાન એકવાર આવી તક પણ આવી જ્યારે તેને એક રન માટે દોડવું પડ્યું. તે એક પગ પર લંગડાતો દોડ્યો અને કોઈક રીતે ક્રિઝની બીજી બાજુ પહોંચી ગયો. તેનાથી ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ પણ ડરી ગયો હતો. લિયોન દર્દમાં હતો છતાં તેણે હાર ન માની. થોડા સમય બાદ તેણે પુલ શોટ પર શાનદાર ફોર પણ ફટકારી હતી.

આ પણ વાંચોઃ ODI World Cup Qualifierમાં સૌથી મોટો અપસેટ, બે વારનું ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાંથી બહાર

ઈંગ્લેન્ડને જીતવા 371 રનનો ટાર્ગેટ

આખરે તે શોર્ટ બોલ પર ઉંચો શોટ રમીને આઉટ થયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેણે મિચેલ સ્ટાર્ક સાથે ઓસ્ટ્રેલિયા માટે 15 રનની નાની પરંતુ મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. તેના આધારે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે જીત માટે 371 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:52 pm, Sat, 1 July 23

Next Article