DC vs SRH IPL Match Result: દિલ્હી કેપિટલ્સનો 21 રને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિજય, નિકોલસની લડાયક અડધી સદી એળે

|

May 06, 2022 | 11:47 AM

IPL 2022 ની 50 મેચ સમાપ્ત થઈ ચુકી છે. આ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ હૈદરાબાદને 21 રને હાર આપી હતી. ટોસ જીતીને હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીએ ટોસ હારીને બેટીંગ કરતા ડેવિડ વોર્નર (David Warner) અને […]

DC vs SRH IPL Match Result: દિલ્હી કેપિટલ્સનો 21 રને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિજય, નિકોલસની લડાયક અડધી સદી એળે
Delhi Capitals એ હૈદરાબાદ ને હરાવ્યુ

Follow us on

IPL 2022 ની 50 મેચ સમાપ્ત થઈ ચુકી છે. આ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ હૈદરાબાદને 21 રને હાર આપી હતી. ટોસ જીતીને હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીએ ટોસ હારીને બેટીંગ કરતા ડેવિડ વોર્નર (David Warner) અને રોવમેન પોવેલ (Rovman Powell) ની શાનદાર અડધી સદીની ઈનીંગ વડે 207 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં નિકોલસ પૂરનની તોફાની રમત વડે દિલ્હીનો પિછો હૈદરાબાદે કર્યો હતો. 20 ઓવરના અંતે હૈદરાબાદે 186 રન નોંધાવ્યા હતા.

હૈદરાબાદ ની ઓપનીંગ જોડી અભિષેક શર્મા અને કેન વિલિયમસન દિલ્હીએ આપેલા વિશાળ લક્ષ્યને પાર કરવાના ઈરાદે ક્રિઝ પર આવ્યા હતા. પરંતુ બંને સસ્તામાં જ પેવેલિયન પરત આવી ગયા હતા. અભિષેક શર્મા 7 રન અને કેન વિલિયમસન 4 રન નોંધાવીને પરત ફર્યા હતા. આમ 24 રનમાં જ બંને ઓપનરો પરત ફર્યા હતા. તો વળી 37 રનના સ્કોર પર રાહુલ ત્રિપાઠી પણ આઉટ થઈ જતા શરુઆત ખરાબ રહેવા સાથે જ હૈદરાબાદ મુશ્કેલ સ્થિતીમાં આવી ગયુ હતુ.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

એઇડન માર્કરમે અને નિકોલસ પૂરને હૈદરાબાદની ઈનીંગને સંભાળીને લક્ષ્ય તરફ આગળ વધારવા લડત લડી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા વાળી કરીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે માર્કરમ 25 બોલમાં 42 રન નોંધાવીને ખલિલ અહેમદનો શિકાર થયો હતો. તે કુલદીપ યાદવના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. પૂરને 34 બોલમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદ વડે 62 રન ફટકાર્યા હતા. તેની વિકેટ શાર્દૂલ ઠાકુરે ઝડપતા જ હૈદરાબાદની હાર નિશ્વિત દેખાવા લાગી હતી.

શશાંક સિંહે 10 રન, સિન એબોટે 7 રન, કાર્તિક ત્યાગીએ 7 રન નોંધાવ્યા હતા જ્યારે શ્રેયસ ગોપાલ 9 રન અને ભૂવનેશ્વર કુમાર 5 રન પર અણનમ રહ્યા હતા. આમ 8 વિકેટે 20 ઓવરમાં હૈદરાબાદે 186 રન નોંધાવ્યા હતા.

Published On - 11:41 pm, Thu, 5 May 22

Next Article