
આ બે સિવાય પણ એક એવું નામ છે, જે થોડું આશ્ચર્યજનક હોઈ શકે છે. દિલ્હી કેપિટલ્સની યાદીમાં ત્રીજું નામ લેફ્ટ આર્મ સ્પિનર-ઓલરાઉન્ડર અક્ષર પટેલનું પણ હોઈ શકે છે. અક્ષરે છેલ્લી બે સિઝનમાં દિલ્હી માટે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે તે છેલ્લી ઓવરોમાં મોટા શોટ રમવાની ક્ષમતા પણ ધરાવે છે. અક્ષરે 109 મેચમાં 953 રન ફટકારીને 95 વિકેટ ઝડપી છે.

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોરખિયા દિલ્હી માટે સૌથી મોટા સરપ્રાઈઝ તરીકે ઉભરી આવ્યા હતો. IPL 2020 માં ક્રિસ વોક્સના ઈજાના સ્થાને આવેલા નોરખિયાએ ત્યારથી તેની ગતિથી ધાક બનાવી છે અને સફળતાઓ હાંસલ કરી છે. આ જ કારણ છે કે નોરખિયાને રબાડા જેવા બોલર કરતાં પ્રાધાન્ય મળવાની ખાતરી છે. નોરખિયાએ માત્ર 24 મેચમાં 34 વિકેટ લીધી છે.